લીવર ખરાબ કરી દે છે આ ૫ વસ્તુઓ, ખાતા પહેલા દસ વાર કરો વિચારો

૧૯ એપ્રિલ નાં આખી દુનિયા વર્લ્ડ લીવર ડે ઉજવે છે. આ દિવસ ઉજવવા પાછળ એ ઉદ્દેશ છે કે લોકોને લિવર સાથે જોડાયેલી બીમારીઓ પ્રત્યે જાગૃત કરવા. જેમ કે તમે દરેક લોકો જાણો છો કે, પુરા વિશ્વમાં આ સમયે કોરોનાવાયરસ ની બીમારી ફેલાઈ રહી છે. એ કારણે લોકો એ બહાર જવાનું બંધ કરી દીધું છે. ઉપરથી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ પણ વધી ગયો છે. છે એન્ટિબાયોટિક્સ નો વધારે ઉપયોગ લીવર માટે હાનીકારક હોય છે. ફક્ત એન્ટિબાયોટિક્સ જ નહીં પરંતુ રોજના કેટલાક એવા ફૂડસ પણ છે જે સમયની સાથે તમારા લીવરને ખરાબ કરી શકે છે. આજે અમે તમને લીવર ખરાબ કરનાર એવી વસ્તુઓ વિશે વિસ્તારથી જણાવીશું. જો તમે તમારા લીવર ને બચાવવા માંગતા હોવ તો આ વસ્તુઓનું સેવન આજથી જ બંધ કરી દો.
બેકરી પ્રોડક્ટ્સ
કેક, કૂકીઝનું મફીન્સ એ દરેક એવી વસ્તુઓ છે. જેને બેક કરીને બનાવવામાં આવે છે. વિશેષજ્ઞો મુજબ બેકરી પ્રોડક્ટ નો વધારે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લિવર સાથે જોડાયેલી બીમારીઓ થઈ શકે છે. તેમાં રહેલ ખાંડ, મેંદો અને ફેટ ની વધારે માત્ર તમારા લીવરને નુકસાન પહોંચાડી શકે છે. આ વસ્તુ ને તમે ક્યારેક ખાઈ શકો છો. પરંતુ રોજ તેનું સેવન કરવું હાનિકારક સાબિત થાય છે.
સોડા અને કોલ્ડ્રિંક્સ
ફ્રીઝ નાં કોલ્ડ્રિંક્સ જેમકે કોકાકોલા, પેપ્સી વગેરે રોજ પીવાથી લીવર સાથે જોડાયેલી બીમારીઓ થઈ શકે છે. લીવર ડેમેજ કરવા ઉપરાંત આ વસ્તુઓ તમારું વજન વધારી શકે છે. અને લીવરમાં ફેટ જમા કરે છે જેનાથી ફેટી લીવર ડિસિઝ નું જોખમ વધી શકે છે.
રેડ મીટ
રેડ મીટમાં પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે. આપણું લીવર પ્રોટીનની વધારે માત્રા સારી રીતે પચાવી શકતું નથી. એવામાં પ્રોટીન લીવરમાં ધીમે ધીમે જમા થવા લાગે છે. જેનાં કારણે ફેટી લીવર ડિસિઝ નું જોખમ વધી જાય છે. તેથી રેડમીટ નું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ.
ફાસ્ટ ફૂડ અને સોલ્ટી ખોરાક
આજકાલ યુવાનો ફ્રેન્ચ ફ્રાઈસ, બર્ગર, પિઝા, નમક વાળી આલુ ચિપ્સ જેવી વસ્તુઓ ખૂબ જ પસંદ કરે છે. તેમાં સ્ટેચ્યુરેટ ફેટ અને નમક વધારે હોવાના કારણે શરીર માં ઈમ્ફ્લેમેશન થઇ શકે છે.તેનાથી લીવર સિરોસીસ નામની બીમારી થઈ શકે છે.
આલ્કોહોલ
જો તમે શરાબનું સેવન કરો છો તો તે આદત પણ આજ થી છોડી દો. આલ્કોહોલ પચાવવા માટે લીવરને ખૂબ જ મહેનત કરવી પડે છે. તેનાથી કેમિકલ રિએક્શન થઈ શકે છે. જે લીવર કોશિકાઓને ડૅમેજ કરે છે. તેનાથી તમને લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.