લાંબી ઉંમર જીવે છે દિકરીઓના પિતા, દરેક દિકરીના જન્મ પછી ૭૪ સપ્તાહ વધી જાય છે તેમની ઉંમર

લાંબી ઉંમર જીવે છે દિકરીઓના પિતા, દરેક દિકરીના જન્મ પછી ૭૪ સપ્તાહ વધી જાય છે તેમની ઉંમર

ભારત હંમેશાથી પુરુષ પ્રધાન દેશ રહ્યો છે. અહીંયા પુરુષોની તુલનામાં સ્ત્રીઓને કમજોર માનવામાં આવે છે. આપણા દેશમાં હંમેશાથી દિકરીઓની અપેક્ષાથી વધારે દિકરાઓને અધિક મહત્વ આપવામાં આવે છે. અમુક લોકો તો દિકરીનો જન્મ થતાં પહેલાં જ તેને મારી નાખે છે. પરંતુ હવે સમયની સાથે સાથે લોકોના વિચારોમાં પણ બદલાવ આવવાનું શરૂ થઇ ગયું છે અને આ વાતને એક સંશોધનકર્તા એ પણ સાબિત કરી દીધી છે કે કોઈપણ પિતાએ દિકરીઓના જન્મ પર દુઃખી નહીં પરંતુ ખુશ થવું જોઈએ.

શું તમે જાણો છો કે માતા-પિતાનું જીવન આનંદ અને ખુશિઓથી ભરી દેનાર દિકરીઓ પોતાના પિતાને તેમના જીવનના થોડા વર્ષ વધારી દે છે. આ વાત એક રિસર્ચમાં સામે આવી છે કે દિકરીઓનો જન્મ થવાથી તેમના પિતાની ઉંમર વધી જાય છે. જી હા પોલેન્ડની જેગોલોનીયા યુનિવર્સિટીના અધ્યયનમાં તે જણાવવામાં આવ્યું છે કે દિકરીઓના પિતાની ઉંમર તે લોકોથી વધારે હોય છે જેમને દીકરી હોતી નથી.

આ અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે જો કોઈ પુરુષને પુત્ર થાય છે તો તેમની ઉંમર પર કોઈ અસર પડતી નથી. પરંતુ દિકરીનો જન્મ થાય છે તો તે પિતાની ઉંમર ૭૪ સપ્તાહ વધારે વધી જાય છે. પિતાને ત્યાં જેટલી વધારે દિકરીઓ નો જન્મ થાય છે તેમની ઉંમર એટલી જ વધારે વધતી જાય છે. યુનિવર્સિટીના શોધકર્તાઓએ બાળકોના પિતાના સ્વાસ્થ્ય અને ઉંમર પર અસર જાણવા માટે ૪૩૧૦ લોકોનો ડેટા કલેક્ટ કર્યો હતો. જેમાં ૨૧૪૭ માતાઓ અને ૨૧૬૩ પિતા હતાં.

શોધકર્તાઓએ એવો દાવો કર્યો છે કે તે પોતાની પહેલી રિસર્ચ છે. તેના પહેલા બાળકોના જન્મ પર ફક્ત માં ના સ્વાસ્થ્ય અને ઉંમરને લઈને રિસર્ચ કરવામાં આવેલ છે. યુનિવર્સિટીના એક શોધકર્તાના અનુસાર જે પિતા દિકરીઓની જગ્યાએ દિકરાઓને પ્રાથમિકતા આપે છે તે પિતા પોતાના જીવનના અમુક વર્ષો તે પોતે જ ઘટાડે છે.

કોઈપણ પિતા માટે દિકરીનો જન્મ થવો ખૂબ જ સારા સમાચાર હોય છે. પરંતુ માં માટે એક સારી ખબર હોતી નથી. એવું એટલા માટે કારણ કે તેના પહેલા અમેરિકન જનરલ ઓફ વુમન બાયોલોજીના એક રિસર્ચમાં એ વાત કહેવામાં આવી હતી કે દિકરો અને દિકરી બંનેના જન્મ પર માં ના સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે. જેના કારણે માતા ની ઉંમર ઓછી થઈ જાય છે. તેના પહેલા પણ થયેલ એક અન્ય રિસર્ચમાં આ વાત સાબિત થઈ હતી કે પરણિત મહિલાઓની અપેક્ષા અવિવાહિત મહિલાઓ વધારે ખુશ અને જિંદાદિલ હોય છે.

વળી એક અન્ય રિસર્ચમાં એ પણ વાત જણાવવામાં આવી છે કે બાળકના જન્મ પછી માં અને પિતા બંનેની ઉંમર પોતાની ઉંમરથી બે-ચાર વર્ષ વધારે વધી જાય છે. આ રિસર્ચમાં ૧૪ વર્ષનો ડેટા એકઠો કરવામાં આવ્યો હતો. જેનાથી તે જાણવા મળ્યું કે જો માતા-પિતા પોતાના બાળકોની સાથે રહે છે તો તે બાળકો વગર રહેતાં માતા-પિતાની તુલનામાં વધારે ખુશ રહે છે અને તેમની ઉંમર પણ વધારે હોય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *