લક્ષ્મીજીના પગલા લઇને જન્મે છે આ મહિનામાં જન્મેલી દિકરીઓ, ઘરમાં લાવે છે પ્રગતિ અને સૌભાગ્ય

દરેક મહિલા અને પુરુષ પોતાના જીવનમાં માતા-પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરવા માંગે છે. તે દુનિયાની બધી જ ખુશીઓમાંથી શ્રેષ્ઠ હોય છે. બાળકના જન્મ પછી ખરાબ પરિવારમાં ઘણા પ્રકારના બદલાવ આવે છે. અમુક વિશેષ મામલાઓમાં તો દીકરીનો જન્મ ઘરની ગૃહ દિશા જ બદલી નાખે છે. હકીકતમાં અમુક દીકરીઓ તો એટલી ભાગ્યશાળી હોય છે કે તે પોતાના પરિવારની પ્રગતિનું કારણ બને છે.
એક રીતે આપણે કહી શકીએ કે તેમના પગ લક્ષ્મીજીના ચરણો જેવા જ હોય છે. જે ઘરમાં પડતાં જ પરિવારને ધનવાન અને ભાગ્યશાળી બનાવી દે છે. આ વાતને ધ્યાનમાં રાખતા આજે અમે તમને અમુક એવા મહિનાઓના નામ બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં જન્મ લેનાર બાળકીઓ પરિવારનું નામ રોશન કરે છે અને તેમની આર્થિક તંગી પણ દૂર કરે છે. આ દીકરીઓ નસીબદાર હોય છે અને જેનો લાભ તેમના પરિવારને પણ મળે છે.
માર્ચ
આ મહિનામાં જન્મ લેનાર દીકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જીવનમાં તેમને બધું જ પોતાના નસીબના ભરોસે જ મળી જાય છે. ભગવાન હંમેશા તેમના પર મહેરબાન રહે છે. ખૂબ જ ઓછું એવું બનતું હોય છે કે તેમનું નસીબ ખરાબ થાય છે. સૌથી સારી વાત એ છે કે તેમના પ્રબળ ભાગ્યનો લાભ તેમના પિયર અને સાસરીયા પક્ષ બંને તરફના લોકોને મળતો હોય છે. તે જે ઘરમાં આવે છે તેમની પ્રગતિ શરૂ થઈ જાય છે અને તેમને ઘણાં ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થવા લાગે છે.
જુલાઈ
આ મહિનામાં જન્મ લેનાર સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે. તે જે પણ કામમાં પોતાનો હાથ નાખે છે ત્યાં તેને ફાયદો જ ફાયદો મળે છે. તેમના પગલા ખૂબ જ શુભ હોય છે. ફક્ત સાસરીયા કે પિયર વાળા જ નહીં પરંતુ અન્ય લોકો પણ તેમને તેમના શુભ કાર્યોમાં આમંત્રણ આપીને તેમના પ્રબળ ભાગ્યનો લાભ લઈ શકે છે. આ સ્ત્રીઓ જીવનમાં આગળ જઈને ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે. તેમની આવડતથી પરિવારનું નામ રોશન થાય છે. તે પોતાના પરિવારને એક તાંતણે બાંધી રાખે છે. તેના કારણે ધન લાભની સાથે તેમના પરિવારના લોકોને સુખ પણ મળે છે.
સપ્ટેમ્બર
આ મહિનામાં જન્મ લેનાર સ્ત્રીઓ ભાગ્યશાળી તો હોય જ છે પરંતુ સાથે જ ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી પણ હોય છે. તેમના તેજ મગજના કારણે ઘરના ઘણા લોકોને લાભ થાય છે. તેમનું મગજ ખૂબ જ તેજ હોય છે. જે દરેક સમસ્યાનું સમાધાન સરળતાથી શોધી લે છે. તેમના ઘરમાં આવવાથી જ ઘરની ૯૦ ટકા જેટલી સમસ્યાઓ તો તરત જ દૂર થઈ જાય છે.
નવેમ્બર
આ મહિનામાં જ્યારે દીકરીનો જન્મ થાય છે તો સમજી જાઓ કે તમે જરૂર પાછળના જન્મમાં કોઈ સારા કામો કર્યા હશે. આ દીકરીઓ એક આદર્શ વહુ અને દીકરી બને છે. તેની પ્લાનિંગ એટલી સારી હોય છે કે તે પોતાના ઘરને જમીન થી આકાશ સુધી લઈ જાય છે. મતલબ કે તેમની આર્થિક સ્થિતિ સુધરી જાય છે. તેમના આવવાથી જ ઘરમાં ખુશીઓની લહેર આવે છે. તે પોતાના માતા-પિતા માટે કોઇ વરદાનથી ઓછી નથી હોતી.
જો તમારી દીકરીઓનો પણ આ મહિનાઓમાં જન્મ થયો છે તો તમે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માની શકો છો. જોકે બીજા મહિનાઓમાં જન્મ લેનાર દીકરીઓમાં પણ ઘણી આવડતો હોય છે.