લગ્ન થવામાં અડચણો આવી રહી છે તો કરી દો આ સરળ ઉપાય, ૧ વર્ષની અંદર થઈ જશે લગ્ન

જે લોકોને વિવાહ કરવામાં પરેશાની આવી રહી હોય અને ઘણી મહેનત કરવા છતાં પણ જીવનસાથી મળતો ના હોય, તે લોકોએ આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ. નીચે બતાવવામાં આવેલ આ ઉપાય કરવાથી તમારા વિવાહ ૧ વર્ષની અંદર થઈ જશે અને તમને પોતાનો જીવનસાથી મળી જશે. તો ચાલો જાણીએ કે આ ઉપાય માં શું-શું છે.
કેળાનાં વૃક્ષની પૂજા કરો
કેળાનાં વૃક્ષની પૂજા કરવાથી વિવાહ જલ્દી થઈ જાય છે. ગુરુવારનાં દિવસે કેળાંના વૃક્ષ પર જળ, હળદર તથા પીળી દાળ અર્પિત કરો. આ ઉપાય ૧૧ ગુરૂવાર સુધી કરવો. આ ઉપાય કરવાથી તમારા વિવાહ ખૂબ જ જલ્દી થઈ જશે. હકીકતમાં દેવગુરુ બૃહસ્પતિને વિવાહનાં કારક માનવામાં આવે છે અને તેમનો વાસ કેળાંના વૃક્ષ પર હોય છે. એટલા માટે ગુરૂવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી શુભ ફળ આપે છે. વૃક્ષોની પૂજા કરવાની સાથે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે દિવસે કેળાનું સેવન ન કરવું. ગુરુવારનાં દિવસે બને એટલું વધારે કેળાનું દાન કરવું. કેળા સિવાય આ દિવસે ચણાની દાળ અને ગોળનું દાન પણ કરવું જોઈએ. તે સિવાય તમે ઈચ્છો તો પીળા વસ્તુઓનું દાન પણ કરી શકો છો.
હળદરનાં પાણીથી સ્નાન કરો
ગુરુવારનાં દિવસે નહાવાના પાણીમાં હળદર ઉમેરો અને આ પાણીથી સ્નાન કરો. હળદરનાં પાણીથી સ્નાન કરવાથી વિવાહ જલ્દી નક્કી થાય છે. તે સિવાય સ્નાન કર્યા બાદ માથા પર હળદરનું તિલક પણ લગાવો.
ગાયને ગોળ ની રોટલી ખવડાવો
દરરોજ ગાયને ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ. ગાયની સેવા કરવાથી તથા ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી બધા ગ્રહ શાંત થાય છે. ગોળ સિવાય તમે ગાયને ઘાસ પણ ખવડાવી શકો છો.
આ મંત્રોનો જાપ
શીઘ્ર વિવાહ માટે નીચે બતાવવામાં આવેલા મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી જીવનસાથી જલ્દી મળી જાય છે અને ૧ વર્ષની અંદર વિવાહ પણ થઈ જાય છે.
કન્યાએ આ મંત્રનો જાપ કરવો
ओम गौरी! ‘शंकराधीशे! यथा त्वं शंकर प्रियां! तथा मां कुरु कल्याणि कांता सदुर्लभाम्
યુવકે આ મંત્રનો જાપ કરવો
पत्नी मनोरामां देहि मनोवृत्तानुसारिणीम्। तारणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।।