લગ્ન માટે અક્ષય કુમારે શિલ્પા શેટ્ટી સામે રાખી હતી આ શરત, તેણે સ્વીકારી નહીં અને ટ્વિંકલ ખન્નાએ સ્વીકારી લીધી અને બની ગઈ તેની પત્ની

લગ્ન માટે અક્ષય કુમારે શિલ્પા શેટ્ટી સામે રાખી હતી આ શરત, તેણે સ્વીકારી નહીં અને ટ્વિંકલ ખન્નાએ સ્વીકારી લીધી અને બની ગઈ તેની પત્ની

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના લગ્નને ૧૯ વર્ષ થઇ ગયા છે. તેમને બોલિવૂડના પાવર કપલ કહેવામાં આવે છે. સાથે જ તે બંનેને કેમેસ્ટ્રી પણ કમાલની છે. ગજબના સેન્સ ઓફ હ્યુમર વાળી ટ્વિંકલ ખન્ના હંમેશા અક્ષય કુમારની બોલતી બંધ કરતી જોવા મળે છે. અક્ષયના ઘરમાં માત્ર અને માત્ર ટ્વિંકલ ખન્નાનુ રાજ ચાલે છે. “જોડી હોય તો આવી” બંનેને જોઈને લોકોના મોઢામાંથી આ વાત નીકળે છે. ખેલાડી કે ખેલાડી અક્ષય કુમાર લગ્ન પછી ભલે પોતાને જોરું કા ગુલામ કહેવા લાગ્યા હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે ઈન્ડસ્ટ્રીઝમાં અવાર નવાર અક્ષય કુમારની આશિકીનાં કિસ્સા સાંભળવા મળતા હતા.

અક્ષયનાં નામ તેમની સાથે કામ કરતી અનેક અભિનેત્રીઓ સાથે જોડાયા છે. પરંતુ રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી સાથે તેમની પ્રેમ કહાની બોલિવૂડની સૌથી ચર્ચિત લવ સ્ટોરી માંથી એક રહી છે. રવિનાનું દિલ અક્ષય કુમારે શિલ્પા માટે તો શિલ્પાનું દિલ અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના માટે તોડ્યું હતું.

કહેવામાં આવે છે કે અક્ષય કુમાર પોતાની ગર્લફ્રેન્ડ સામે એક અજીબ શર્ત રાખતા હતા. શિલ્પાએ તે શર્ત ને માનવાનું ના કહ્યું હતું, જ્યારે ટ્વિંકલ ખન્ના એ તે શર્ત ને માની લીધી હતી. ત્યારે શિલ્પા ને દગો આપી અક્ષય કુમાર ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા.

અજય દેવગન સાથેનાં બ્રેકઅપ પછી રવીના ટંડન અક્ષય કુમારને પોતાનું દિલ આપ્યું અને તેમની સાથે લગ્ન કરવાના સપના પણ જોવા લાગી. અક્ષય કુમાર રવીના ટંડનને શિલ્પા શેટ્ટી માટે દગો આપ્યો હતો.

ફિલ્મ મેં ખિલાડી તુ અનાડી દરમિયાન અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી ની મુલાકાત થઇ હતી. તે દરમિયાન બંને એકબીજાના સાથ ને પસંદ કરવા લાગ્યા હતા. ફિલ્મ “જાનવર” નાં શૂટિંગ દરમિયાન બંનેના સંબંધો વધવા લાગ્યા હતા.

અક્ષય શિલ્પા શેટ્ટીના જીવનમાં આવતા તે પહેલા માણસ હતા. બંનેનો પ્રેમ એટલો વધી ગયો હતો કે લોકોની નજરમાં તે છુપો રહી શક્યો નહીં. બંનેની લવ સ્ટોરીનાં કિસ્સા તે સમયે ચર્ચામાં રહેતા હતા.

બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. શિલ્પા શેટ્ટી પણ અક્ષય કુમાર સાથે લગ્ન કરવાના સપના જોવા લાગી હતી. બંનેની સગાઇની વાતો પણ થઇ રહી હતી, પરંતુ તે દરમિયાન અક્ષય અને શિલ્પા સિવાય લવ ઇંગલ માં ટ્વિંકલ ખન્નાનું નામ જોડાઈ ગયું હતું.

કહેવામાં આવે છે કે અક્ષય કુમાર શિલ્પા શેટ્ટી અને ટ્વિંકલ ખન્ના બંને એક જ સમય ડેટ કરી રહ્યા હતા. શિલ્પા શેટ્ટીની પીઠ પાછળ અક્ષય કુમાર ટ્વિંકલ ખન્નાને પણ મળતા હતા. જ્યારે આ વાત ની ખબર શિલ્પા શેટ્ટીને પડી ત્યારે તેણે ખુબ જ ધમાલ કરી હતી, પરંતુ ત્યારબાદ અક્ષય કુમાર શિલ્પા શેટ્ટી સાથે બ્રેકઅપ કરી લીધું અને ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા.

શિલ્પા શેટ્ટીને પ્રેમમાં દગો મળ્યો હતો અને તે લાંબા સમય સુધી તેમાંથી બહાર આવી શકી ન હતી. આ દગા પછી અક્ષય કુમાર વિરુદ્ધ શિલ્પાએ અનેક વખત વાત પણ કરી છે અને લાંબા સમય સુધી શિલ્પાએ અક્ષયનું મોઢું પણ જોયું ન હતું.

કહેવામાં આવે છે કે અક્ષય કુમારે લગ્ન માટે શિલ્પા શેટ્ટી સામે શરત રાખી હતી કે લગ્ન પછી શિલ્પા પોતાનુ બોલીવુડ કારકિર્દી પૂર્ણ કરી દેશે અને ઘર-પરિવારની જવાબદારી સંભાળશે. શિલ્પા શેટ્ટીને અક્ષય કુમારની આ શરત મંજૂર ન હતી. જ્યારે ટ્વિંકલ ખન્નાએ અક્ષયની આ શર્ત પર હાં કહ્યું હતું.

ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારનાં પ્રેમ અને પોતાના લગ્ન માટે બોલિવૂડ કારકિર્દી છોડવાનો નિર્ણય લીધો. અક્ષય કુમારે પણ તેની સાથે લગ્ન કરવાનું પોતાનું વચન નિભાવ્યું અને હવે અક્ષયને બોલિવુડમાં જોરુ કા ગુલામ કહેવામાં આવે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *