લગ્નમાં અડચણ આવી રહી છે તો ગુરુવારનાં દિવસે કરો આ કામ, જલ્દી ઘરમાં વાગશે શરણાઈ

હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક વિશેષ મહત્વ હોય છે. સોમવારથી લઈને રવિવાર સુધી દરેક દિવસ કોઈક ને કોઈક દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. તેમાંથી અમુક દિવસો એવા હોય છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે જો કોઈ વિશેષ ઉપાય કરો છો તો તમારી સાથે બધું જ સારું થશે અને સકારાત્મક પણ થશે. તેવામાં આજે તમને ગુરુવારના દિવસે જોડાયેલા અમુક ઉપાયો જણાવીશું. જો તમે આ ઉપાયો ખૂબ જ પૂર્ણ વિધિથી કરો છો, તો વિવાહ સંબંધિત દરેક સમસ્યાઓનું સમાધાન થઇ જશે.
તુરંત લગ્ન માટે
જો તમને લગ્નમાં સમસ્યા આવતી હોય તો ગુરુવારના દિવસે અમુક ઉપાય કરવાથી લાભકારી સિદ્ધ થાય છે. વાસ્તવમાં બૃહસ્પતિ દેવતાઓના ગુરુ હોય છે. તેમનાં પૂજા-પાઠ કરવાથી લગ્નમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. એજ કારણ છે કે ગુરુવારના દિવસે પુજા-પાઠ કરવાનું વિશેષ મહત્વ આપ્યું છે.
લગ્નમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે ગુરૂવારના દિવસે કેળાનાં ઝાડ ઉપર જળ ચઢાવવું. ત્યારબાદ ત્યાં શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો અને ગુરુનું નામ ૧૦૮ વખત ઉચ્ચારણ કરવું. આવું કરવાથી તમને ખૂબ જ જલ્દી જીવનસાથી મળી જશે.
તે ઉપરાંત જલ્દી લગ્ન માટે ગુરૂવારના દિવસે વ્રત રાખવું. આ દિવસે માત્ર પીળા રંગનાં વસ્ત્ર ધારણ કરવા અને ભોજનમાં પણ પીળા કલરની ચીજવસ્તુઓ જ ખાવી. વિવાહમાં આવતી દરેક સમસ્યાઓ નષ્ટ થઈ જશે.
નોકરી અને પૈસા માટે
જો તમારા ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય તો અમુક વિશેષ ચીજોનું ધ્યાન રાખવું. જેમકે મહિલાઓએ ગુરુવારના દિવસે માથું ધોવું અને નખ પણ ના કાપવા. ત્યાં જ પુરુષોએ શેવિંગ પણ ના કરવી વગેરે કરવાથી બચવું જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે.
ઘરમાં પૈસા જૉબ કે બિઝનેસનાં માધ્યમથી જ આવતા હોય તો તેવામાં પોતાના બિઝનેસને વધારવા માટે આવતી સમસ્યાઓને દૂર કરવા માટે પોતાના કાર્યસ્થળ પર પીળા રંગની વસ્તુઓ રાખી દેવી. દુકાન કે ઓફિસમાં ભગવાન લક્ષ્મી નારાયણનું મંદિર અવશ્ય હોવું જોઈએ. આ મંદિરમાં પ્રત્યેક ગુરૂવારે લાડુનો ભોગ પણ લગાવો.
નોકરી ન મળતી હોય તો તુરંત જ મળી જશે અને પ્રમોશન મેળવવા માગતા હોય તો ગુરુવારના દિવસે મંદિરમાં જઈને પીળી ચીજવસ્તુઓ ખાદ્ય પદાર્થ, ફળ, કપડાં વગેરે દાન કરવું. જો તમારી ઈચ્છા હોય તો આ દિવસે તમે વ્રત પણ કરી શકો છો. વ્રત રાખો તો ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પાઠ કરવાનું ભૂલવું નહીં.