લગ્ન પહેલા આ બોલિવૂડ એક્ટરનું ૮ અભિનેત્રીઓ સાથે હતું અફેર, લિસ્ટમાં છે ફેમસ ટેનિસ સ્ટાર

લગ્ન પહેલા આ બોલિવૂડ એક્ટરનું ૮ અભિનેત્રીઓ સાથે હતું અફેર, લિસ્ટમાં છે ફેમસ ટેનિસ સ્ટાર

શાહિદ કપૂર ઇન્ડસ્ટ્રીઝના એક એવા કલાકાર છે જે પોતાના ખૂબ જ સારા અભિનય અને ડાન્સ માટે જાણીતા છે. શાહિદ કપૂર બોલીવૂડના એક એવા વર્સટાઇલ એક્ટર છે કે જેને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે રોમેન્ટિક પાત્ર થી લઈને સિરિયસનું પાત્ર પણ ખૂબ જ સારી રીતે નિભાવે છે. ગયા વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ કબીર સિંહ એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. જણાવી દઈએ કે શાહિદ કપૂરે વર્ષ ૨૦૧૫ માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. મીરા અને શાહિદના બે બાળકો પણ છે. જેનું નામ મિશા અને જૈન કપૂર છે. મીરાની સાથે લગ્ન કરતા પહેલા શાહિદનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. તેવામાં આજે અમે તમને આ પોસ્ટમાં શાહિદ કપૂરના અમુક ભૂતકાળના અફેર વિશે જણાવીશું.

ઋષિતા ભટ્ટ

ઋષિતા ભટ્ટ એક જાણીતી બોલિવૂડ અભિનેત્રી છે. જેમાં હાસિલ, દિલ વિલ પ્યાર વ્યાર, શરારત જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. શાહિદ કપૂર ફિલ્મમાં આવ્યા પહેલા ઋષિતા ભટ્ટને ડેટ કરી ચૂક્યા છે. પરંતુ ડેબ્યુ પહેલા જ તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.

કરીના કપૂર

કરીના અને શાહિદનું અફેર ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અફેર્સમાંથી એક હતું. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ફેન્સ તો તેમના લગ્નની રાહ પણ જોઈ રહ્યા હતા પરંતુ તેમનું પણ બ્રેકઅપ થઈ ગયું.

અમૃતા રાવ

અમૃતા રાવ શાહિદ કપૂરની પહેલી ફિલ્મ ઈશ્ક વિશ્ક ની હિરોઈન હતી. તે તેમની સાથે ફિલ્મ વિવાહમાં પણ જોવા મળી હતી. વિવાહ ફિલ્મની શૂટિંગ દરમિયાન બંનેની વચ્ચે અફેરની અફવાઓ ઉડી હતી.

સાનિયા મિર્ઝા

શાહિદ કપૂરનું નામ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે પણ જોડાઇ ચુક્યુ છે. પરંતુ તેમનું પણ બ્રેકઅપ થઈ ગયું અને સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરી લીધા.

અનુષ્કા શર્મા

શાહિદ અને અનુષ્કાએ ફિલ્મ બદમાશ કંપનીમાં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા અને તેમના અફેરની પણ ખૂબ જ ચર્ચા થઈ હતી. જો કે આ સંબંધ પણ વધારે દિવસો સુધી ચાલી શક્યો નહીં.

પ્રિયંકા ચોપડા

ફિલ્મ “કમીને” ની શૂટિંગ દરમિયાન ખબર મળી હતી કે શાહિદ અને પ્રિયંકા એકબીજાને ડેટ કરી રહ્યા છે. તે દરમિયાન બંને ઘણીવાર સાથે પણ જોવા મળ્યા હતા. પરંતુ બાદમાં કોઈ કારણના લીધે તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.

વિદ્યા બાલન

શાહિદ કપૂરનું નામ વિદ્યા બાલન સાથે પણ જોડાઇ ચુક્યુ છે. ફિલ્મ “કિસ્મત કનેક્શન” ના શૂટિંગ દરમિયાન બંનેના અફેરના સમાચાર સાંભળવા મળ્યા હતા.

સોનાક્ષી સિંહા

વર્ષ ૨૦૧૩ ની ફિલ્મ આર રાજકુમારમાં સોનાક્ષી સિંહા અને શાહિદ કપૂરે સાથે કામ કર્યું હતું. આ દરમિયાન એવું સાંભળવા મળ્યું હતું કે સોનાક્ષી અને શાહિદ એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ વર્ષ ૨૦૧૫ માં મીરા રાજપૂત સાથે લગ્ન કરીને શાહિદ કપૂરે બધી જ અફવાઓને ખોટી સાબિત કરી દીધી હતી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *