“લગ્ન” જીવનની બરબાદી આ વાતમાં કેટલી સત્યતા છે ? જાણો સાચો જવાબ

ઓય… શાદી મત કરના… જિંદગી બરબાદ હો જાયેગી” આ પ્રકારની વાતો તમે ઘણાં લોકો પાસેથી સાંભળી હશે. ઘણા લોકો તેને મજાકમાં કહે છે તો ઘણા લોકો તેને ગંભીર થઈને પણ બોલે છે. તે પોતાના જીવનના અનુભવ પર પણ નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે જો કોઈનો લગ્ન કરવાનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો હોય તો તે તમને એવું જ કહેશે કે ભાઈ લગ્નથી તો ૧૦૦ ફૂટ દૂર જ રહેજે.
વળી જો કોઈ લગ્નથી ખુશ છે તો તે તેની તરફેણ કરશે અને કહેશે કે લગ્ન કરવા જીવનમાં ખૂબ જ જરૂરી છે. તેવામાં હવે લાખ રૂપિયાનો સવાલ એ ઉભો થાય છે કે લગ્ન કરવા શું ખરેખર જરૂરી છે ? શું તેનાથી જીવનમાં મુશ્કેલીઓ વધે છે ? શું એકલા ખુશ રહી શકીએ છીએ ? ટૂંકમાં કહીએ તો લગ્ન એ જીવનની બરબાદી છે ? તો ચાલો આ બધા જ સવાલોના જવાબ વિસ્તારથી જાણીએ.
હકીકતમાં લગ્ન બરબાદી છે કે ખુશહાલી આ વાતનો જવાબ બે વાતો પર નિર્ભર કરે છે. પહેલા કે તમે લગ્ન ક્યાં વ્યક્તિ સાથે કરી રહ્યા છો અને બીજું તમે પોતે કેવા પ્રકારના માણસ છો. તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરી રહ્યા છો તે તમારો જીવનસાથી નથી પરંતુ એક કાયમી માટે રૂમમેટ વ્યક્તિ હોય છે. તમારે બંને લોકોએ એક જ છતની નીચે જીવન જીવવાનું હોય છે. તેવામાં એ વાત ખૂબ જ જરૂરી છે કે તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરી રહ્યા છો તેમની સાથે તમારો તાલ-મેલ સારો હોય. તમારા બંનેના વિચાર મળતા હોય. જો વિચાર ના મળતા હોય તો પછી તમે એક એવા વ્યક્તિ છો જે જીવનમાં એડજેસ્ટ કરી શકો છો. જો આ બધી ચીજો નથી થતી તો લગ્ન પછીનું તમારું જીવન નરક બની જાય છે.
ખરેખર દરેક વ્યક્તિના મનમાં એક આઇડલ જીવનસાથીની છબી હોય છે. જોકે એવું જરૂરી નથી કે તમે જેવું વિચારી રહ્યા છો સામે વાળી વ્યક્તિ ૧૦૦ ટકા એવી જ હોય. તેવામાં લગ્ન કરતા સમયે તમારે એ જોવું જરૂરી હોય છે કે સામેવાળી વ્યક્તિમા કઈ કઈ ખામીઓ છે. જેનાથી તમને જરા પણ ફરક પડતો નથી.
મતલબ છે કે તમે તેમની ખૂબીઓને મહત્વ વધારે આપો અને ખામીઓને સહન કરવાની શક્તિ રાખો. જો તમે આ ચીજોનો ખ્યાલ રાખશો તો લગ્ન તમારા માટે ખુશહાલી હશે. પરંતુ તેનાથી વિપરીત જો તમે યોગ્ય પાર્ટનર પસંદ કરવામાં ભૂલ કરી દીધી કે પછી તમે પોતે એક ખોટી વિચારસરણી વાળા વ્યક્તિ છો તો તમારા લગ્ન તમારા માટે બરબાદી બની જશે.
સરળ શબ્દોમાં કહીએ તો લગ્નને ખુશહાલીમાં બદલવું છે કે બરબાદીમાં તે સંપૂર્ણ રીતે તમારા પર નિર્ભર કરે છે. તમે ફક્ત સમાજને બતાવવા માટે કે કોઈ બીજી મજબૂરીના લીધે લગ્ન ના કરો. પરંતુ એ માટે કરો કે તમે તે વ્યક્તિ સાથે લગ્ન કરીને દિલથી ખુશી થઈ રહી છે. ત્યારે જ તમારા લગ્ન તમને ખુશહાલી લાગશે. જો કે લગ્ન બાદ પણ તમે એકબીજા સાથે કેવો વ્યવહાર કરો છો તે પણ ખૂબ જ મહત્વ રાખે છે. લગ્ન કરવાં જીવનમાં જરૂરી છે. પરંતુ એટલા પણ જરૂરી નથી કે તમે એક ખોટા વ્યક્તિ સાથે લગ્ન કરીને પોતાનું જીવન બરબાદ કરી નાખો. તેથી આ વાતનો સાચો જવાબ તમારી પોતાની અંદર જ છુપાયેલ છે.