કુંડળી મુજબ ગ્રહનો પ્રભાવ કરી શકે છે સંબંધોને ખરાબ, જાણો બચાવ ના ઉપાયો

સંબંધ એક એવો અનમોલ શબ્દ છે જે બે પરિવારો અને બે વ્યક્તિઓને પરસ્પર જોડે છે. દુનિયામાં કોઈ વ્યક્તિ એકલી રહી શકતી નથી તેથી ભગવાને સંબંધોનું નિર્માણ કર્યું છે અને ખૂબ જ સુંદરતાની સાથે વ્યક્તિઓ ને દરેક સંબંધ સાથે જોડી દીધા છે. સબંધ તમારા જીવનમાં ખુશી લાવે છે અને દુઃખ પણ પહોંચાડે છે. જ્યોતિષ અનુસાર દરેક સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલ હોય છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ ગ્રહ કમજોર હોય તો સંબંધ કમજોર થઈ શકે છે. તો આખરે કયા પ્રકાર નાં સંબંધો કયા ગ્રહો થી ખરાબ થઈ શકે છે ચાલો જાણીએ તેના વિશે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય થી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય, નામ, યશ અને રાજ્ય સુખ મળે છે. જો કુંડળીમાં સૂર્ય કમજોર હોય તો હાડકા અને હ્રદય સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. વ્યક્તિને જીવનમાં કોઈપણ કારણ વગર અપયશ ની પ્રાપ્તિ થાય છે. જો કુંડળીમાં સૂર્ય કમજોર હોય તો તમારા સ્વાસ્થ્ય ક્યારેય સારું રહી શકતું નથી. જ્યોતિષ મુજબ પતિને સુર્યનો સ્રોત્ર માનવામાં આવે છે. સૂર્ય ગ્રહ થી લાભ મેળવવા માટે તમારા પતિ નું સન્માન કરવું.
જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક ગણવામાં આવે છે. ચંદ્ર વ્યક્તિને લોકપ્રિયતા, સારું મન, પારિવારિક સુખ પ્રાપ્ત કરાવે છે. જો ચંદ્ર કમજોર હોય તો માનસિક સમસ્યા થાય છે. તણાવ તણાવ બની રહે છે. સાથેજ સ્ત્રી પક્ષ તરફથી કષ્ટ પ્રાપ્ત થાય છે. ચંદ્રમા તરફથી લાભ મેળવવા માટે માતાનું સન્માન કરવું.
જ્યોતિષશાસ્ત્રમાં મંગળ વ્યક્તિને પરાક્રમ અને સંપત્તિનું સુખ પ્રાપ્ત કરાવે છે. મંગળ ગ્રહ નાના ભાઈ-બહેનો સાથે સારો સંબંધ બતાવે છે. કુંડળીમાં મંગળ કમજોર હોવા પર કોર્ટ કચેરી અને કર્જ ની સમસ્યા બની રહે છે. મંગળ કમજોર હોય તો ગંભીર બીમારી પણ લાગી શકે છે. મંગળ થી લાભ મેળવવા માટે ભાઈ-બહેનો સાથે સંબંધ સારો રાખવો અને વારસાગત સંપત્તિની કદર કરવી.
જ્યોતિષ મુજબ બુધ ગ્રહ થી વ્યક્તિને તીવ્ર બુદ્ધિ, સારી વાણી, સારી ત્વચા નું વરદાન પ્રાપ્ત થાય છે. બુધ ગ્રહ કમજોર હોવાથી વ્યક્તિની બુદ્ધિ કમજોર થાય છે. વાણીનો દોષ લાગે છે અને આર્થિક સ્થિતિનો સામનો કરવો પડે છે. બુધ નો લાભ મેળવવા માટે વૃક્ષો લગાવવા અને તેની સંભાળ રાખવી. તમારા મોસાળ પક્ષ સાથે સંબંધ સારા રાખવા.
જ્યોતિષમાં બ્રહસ્પતિ ને દેવ ગુરુ બ્રહસ્પતિ કહેવામાં આવે છે. બ્રહસ્પતિ વ્યક્તિને વિદ્યા, જ્ઞાન, અધ્યાત્મ અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરાવે છે. બ્રહસ્પતિ કમજોર હોય તો વ્યક્તિને લિવર, આંતરડાં અને પેટ સંબંધી સમસ્યા અને અન્ય પ્રકારની બીમારીઓ થઈ શકે છે. વ્યક્તિ પોતાના જીવનમાં એકલો રહી જાય છે. બ્રહસ્પતિ નો લાભ મેળવવા માટે વિદ્વાન અને વડીલોનું સન્માન કરવું.
જ્યોતિષ અનુસાર જીવનમાં દરેક પ્રકાર નાં સુખ નાં કારક શુક્ર ગ્રહ હોય છે. શુક્ર ગ્રહ એશ્વર્યા, ધન સંપદા અને દાંપત્ય સુખ પ્રાપ્ત કરાવે છે. કુંડળીમાં શુક્ર કમજોર હોવા પર જીવનમાંથી સુખ ચાલ્યું જાય છે. વ્યક્તિ પાસે બધું હોવા છતાં તેનો આનંદ ઉઠાવી શકતો નથી. શુક્ર નો લાભ લેવા માટે સ્ત્રીઓનું સન્માન કરવું અને તમારા આચરણ ને શુદ્ધ રાખવું.
જ્યોતિષ માં દરેક પ્રકાર નાં રોજગાર નાં કારક શનિ દેવ ને ગણવામાં આવે છે. શનિદેવ નોકરી, રોજગાર માં સફળતા અપાવે છે. અને વાહન સુખની પ્રાપ્તિ કરાવે છે. કુંડળીમાં શનિ ગ્રહ કમજોર હોય તો જીવનમાં ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડે છે. શનિ ગ્રહ નો લાભ લેવા માટે તમારાથી નાની વ્યક્તિનું સન્માન કરવું.
જ્યોતિષમાં રાહુ ગ્રહ થી વ્યક્તિ ને જીવન માં રાજનૈતિક અને ફિલ્મી દુનિયામાં સફળતા મળે છે. વ્યક્તિ નાં જીવનમાં રાતોરાત યશની પ્રાપ્તિ થાય છે. રાહુ નાં દુષ્ટ ભાવથી વ્યક્તિને પરેશાનીનો સામનો કરવો પડે છે. રાહુ નો લાભ મેળવવા માટે વ્યક્તિએ માંસ, મદિરા અને તામસિક ભોજન થી બચવું. સદ્ ગુરુની શરણમાં રહેવું.
જ્યોતિષમાં કેતુ નું પોતાનું અલગ મહત્વ છે. કેતુ જીવનમાં વૈરાગ્ય અને ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. માનવામાં આવે છે કે, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ નું સુખ કેતુ દ્વારા પ્રાપ્ત થાય છે. કેતુથી જીવન માં રહસ્યમયી શક્તિઓ પ્રાપ્ત થાય છે. કેતુનાં ખરાબ પ્રભાવ થી વ્યક્તિને વિચિત્ર બીમારી થાય છે. કેતુ થી લાભ મેળવવા માટે વ્યક્તિએ ભગવાન શિવજીની પૂજા કરવી આ ઉપરાંત ભગવાન ગણેશજી ની પૂજા પણ કરી શકો છો. રોજ સવારે ખાલી પેટ તુલસી નાં પાનનું સેવન કરવું.