ખુબજ ઉપયોગી વસ્તુ છે સંચળ, તેની મદદથી છૂમંતર થઈ જાય છે આ રોગો

સંચળ ને સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. અને તેને ખાવાથી ઘણા રોગ માં રાહત મળે છે. સંચળ ની અંદર રહેલ તત્વો પેટ સંબંધી બીમારીઓ થી લઈને ત્વચા ની ઘણી તકલીફો દૂર કરે છે. ઘણા પ્રકાર નાં આયુર્વેદિક ચૂર્ણ બનાવવામાં પણ સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલ લૈકસેટીવ ગુણ પેટ માટે ગુણકારી ગણવામાં આવે છે.
સંચળ થી થતા ફાયદાઓ
કબજિયાત માં રાહત
સંચળ ખાવાથી કબજિયાત માં રાહત થાય છે. કબજિયાત ઉપરાંત અપચો, ગેસ, એસિડિટીની સમસ્યામાં પણ થોડું સંચળ ખાવાથી તે સમસ્યા દૂર થાય છે. જે લોકોને આમાંથી કોઈ પણ પરેશાની હોય તેણે એક ગ્લાસ પાણી ની અંદર થોડું સંચળ ઉમેરી તે પાણી પીવું. તેને પીવાથી તરત જ આરામ મળે છે.
પેટ ફુલવાની સમસ્યા
ભોજન કર્યા બાદ ઘણા લોકોનું પેટ ફૂલી જાય છે. આ સમસ્યા થવા પર થોડું સંચળ સેવન કરવામાં આવે તો પેટ ફુલવાની સમસ્યામાં રાહત મળે છે અને ભારી પણા થી પણ આરામ મળે છે.
વજન કરે છે કંટ્રોલમાં
જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તેમને સંચળ ની સેવન કરવું જોઈએ. સંચળ ખાવાથી વજન ઓછું થવા લાગે છે. સંચળ ની અંદર સોડિયમની માત્રા ઓછી હોય છે. સોડિયમ વજન વધાવાનું મુખ્ય કારણ હોય છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન મુજબ ભોજનમાં સોડીયમ વધારે માત્રામાં લેવાથી વજન ઝડપથી વધે છે. તેથી ભોજન બનાવતી વખતે સફેદ ની જગ્યાએ સંચળ નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
માંસપેશીઓના દુઃખાવામાં રાહત
માંસસપેસશી માં જે લોકોને દુખાવાની ફરિયાદ હોય તેઓએ સંચળ સેવન કરવું છે. સાથેજ સંચળનો શેક પણ લઈ શકાય છે. એક વાસણમાં સંચળ ગરમ કરી અને એક મોટા કપડામાં બાંધી લેવું. ત્યારબાદ દુખાવા વાળી માંસપેશીઓ પર રાખીને શેક કરવો. આ ઉપાય કરવાથી દુખાવા માં રાહત મળે છે.
કફ કરે દૂર
કફની સમસ્યા થવા પર સંચળ નો ટુકડો મોઢામાં મોઢામાં રાખી ચૂસવાથી ખૂબ જ આરામ મળે છે અને કફની સમસ્યા દૂર થાય છે. આ ઉપાય દિવસમાં ઓછામાં ઓછો ત્રણવાર કરવો.
બાળકો માટે ઉત્તમ
શોધ મુજબ બાળકોને વધારે નિમક આપવું જોઈએ નહીં. કારણ કે તેમાં સોડિયમની માત્રા વધારે હોય છે એવામાં બાળકો માટે સંચળ ઉત્તમ ગણવામાં આવે છે.
પગ નાં દુખાવામાં આરામ
પગ નાં દુખાવામાં અથવા તો થાક લાગવા પર ગરમ પાણી માં થોડું સંચળ નાખી તેની અંદર પગ રાખી ૧૫ મિનિટ સુધી પાણી માં પગ રાખવા થી આરામ મળે છે. અને દુખાવો પણ દૂર થાય છે. સાથે જ પગની સફાઈ પણ થઈ જાય છે.
ડાઘ ધબ્બા કરે દૂર
ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે નારિયેળ તેલમાં થોડું સંચળ ઉમેરી હલકા હાથે ચહેરા પર લગાવવું ત્યારબાદ પાણીની મદદથી ચહેરો સાફ કરવો આ ઉપાય કરવાથી ચહેરા પર નિખાર આવે છે અને ડાઘ-ધબ્બા દૂર થાય છે.