કરિશ્મા કપૂર સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા આ અભિનેતા, એજ ગમ માં આજ સુધી કોઈને સાથે નથી કર્યા લગ્ન

વિનોદ ખન્ના નાં પૂત્ર અક્ષય ખન્ના બોલિવૂડ નાં સારા એક્ટર માંના એક છે. તેમણે અનેક ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. તેમને દરેક લોકો શાનદાર એક્ટર નાં રૂપમાં ઓળખે છે. અક્ષય નો જન્મ ૨૮ માર્ચ ૧૯૭૫ નાં થયો હતો. અક્ષયની કારકિર્દી ખૂબ જ શાનદાર રહી છે. અક્ષય ૧૯૯૭ માં આવેલી ફિલ્મ “હિમાલય પુત્ર” થી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.અક્ષયની ફિલ્મની ચર્ચા તો થતી જ હતી. પરંતુ તેની સાથે જ તેમની પર્સનલ લાઇફની પણ ઘણી વખત ચર્ચા થતી રહી છે. તે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે તેમના લગ્ન અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે થવાના હતા. પરંતુ તે કેન્સલ થયા. ત્યારબાદ આ અભિનેતાએ આજ સુધી કોઈ જોડે લગ્ન કર્યા નથી. અક્ષય ખન્ના આજે પણ કુંવારા છે. આજે અમે તેમના જીવન સાથે જોડાયેલી અમુક વાતો જણાવીશું.
અક્ષય ખન્ના એ ” હિમાલય પુત્ર ” થીં ડેબ્યું કર્યું હતું. પછી તેમની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ હતી. ફિલ્મ બોર્ડર ખૂબ જ હિટ સાબિત થઈ હતી. અક્ષય ને ફિલ્મ “તાલ” થી ભારત ભર માં ઓળખાણ મેળવી હતી. તાલ ૧૯૯૯ માં આવી હતી અને સુપરહિટ ફિલ્મ બની અને ખુબજ ચર્ચાઓમાં રહી. આ ફિલ્મમાં અક્ષયની સાથે અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ મુખ્ય ભૂમિકા માં હતા. ત્યારબાદ અક્ષયે “દિલ ચાહતા હૈ” ફિલ્મમાં કમાલનો અભિનય કર્યો. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.આ ફિલ્મ પછી અક્ષય હમરાજ, હંગામા, હલચલ, રેસ, અને દહક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે દરમિયાન અક્ષય નાં અફેર ની ખબર અનેક અભિનેત્રીઓ સાથે આવી હતી. પરંતુ તેમના લગ્ન ની વાત અભિનેત્રી કરિશ્મા કપૂર ની સાથે ચાલતી હતી. તે સમયે કરિશ્મા પણ ટોપ ની અભિનેત્રી હતી. કરિશ્મા નાં પિતા રણધીર કપૂરે વિનોદ ખન્ના નાં ઘરે પોતાની પુત્રી નો સંબંધ મોકલ્યો હતો.
તે સમયે તે સંબંધમાં કરિશ્મા કપૂર ની માતા બબીતા કપૂર આવી ગયા. કારણ કે, તે સમયે કરિશ્મા પોતાના કારકિર્દીમાં સૌથી ઊંચા સ્ટેજ પર હતી. તેની માતા બબીતા નહતા ઇચ્છતા કે, કરિશ્મા તે સમયમાં લગ્ન કરી અને પોતાની કારકિર્દી બરબાદ કરે. તેમણે તે કારણથી લગ્ન માટે ના પાડી દીધી. એક વખત જ્યારે લગ્ન સાથે જોડાયેલો પ્રશ્ન અક્ષયને એક ઇન્ટરવ્યૂમાં કરવામાં આવ્યો. ત્યારે તેમણે કહ્યું હતું કે, મને બાળકો પસંદ નથી એટલા માટે મેં આજ સુધી લગ્ન કર્યા નથી અને હું ક્યારેય લગ્ન કરવા માગતો પણ નથી.
અક્ષય ખન્ના આગળ કહ્યું કે, મને એકલું રહેવું સારું લાગે છે. હું થોડા સમય માટે કોઇપણ સંબંધમાં રહી શકુ છુ. પરંતુ લાંબા સમય સુધી તે સંબંધ સાથે ના રહી શકું. અક્ષય ખન્ના નાં પિતા વિનોદ ખન્ના નું નિધન વર્ષ ૨૦૧૭ માં કેન્સર નાં કારણે થયું હતું. ત્યારબાદ અક્ષય એકલો રહી ગયો. અને આજે પણ તે કુંવારા છે.અક્ષય ખન્ના નું નામ બોલિવૂડમાં સારા એક્ટ્રેસ નાં લિસ્ટ માં આવે છે. જેમણે સારા હીરો અને વિલન બંનેની ભૂમિકા માં પોતાની ઓળખ આપી છે. અભિનેતા છેલ્લી ફિલ્મ “સેકશન ૩૭૫” માં જોવા મળ્યા હતા.