કરિશ્મા કપૂર ની આ હમશકલ ને જોઇને ખુદ કરિશ્મા પણ ઓળખી નહી શકે, લાગે છે બિલકુલ તેની કાર્બન કોપી

આપણે ઘણી વખત પુસ્તકો અને સમાચાર ની વાર્તાઓમાં સાંભળ્યું છે કે, આ દુનિયામાં દરેક વ્યક્તિ નાં બે હમશકલ હોય છે. પરંતુ કદાચ આજ સુધી આપણામાંથી કોઈ હમશકલ જોવા મળ્યું નથી. કારણકે કદાચ સામાન્ય માણસ સેલીબ્રીટીની જેમ ફેમસ નથી હોતું. પરંતુ દુનિયામાં અત્યાર સુધી અનેક સેલિબ્રિટી નાં હમશકલ જોવા મળ્યા છે. અમુક અભિનેતાઓ નાં હમશકલ તો તેમની જેમ જ ફેમસ છે.
અત્યારના સમયમાં હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રી કરિશ્મા કપૂરની હમશકલનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળતી છોકરી પૂરી રીતે કરિશ્મા કપૂર જેવી લાગે છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા ઉપર હિના ખાન નાં નામથી એક એકાઉન્ટ છે. આ એકાઉન્ટ વાળી છોકરી સેમ કરિશ્મા કપૂર જેવી લાગે છે. આ છોકરી માત્ર દેખાવથી કરિશ્મા જેવી લાગે છે. એટલું નહીં તેના એક્સપ્રેશન પણ કરિશ્માની જેમ જ જોવા મળે છે.
પોતાના અનેક વીડિયોમાં હિના ખાન કરિશ્મા કપૂર જેવી લાગી રહી છે. એના કારણે કરિશ્મા કપૂરના અનેક જુના હિટ ગીતો પર પરફોર્મ કરતા વિડીયો બનાવી અને વાયરલ કર્યા છે. કરિશ્માની આ હમશકલ ભારતની નથી પરંતુ ભારત નાં પડોશી દેશ પાકિસ્તાનની છે. જે અત્યારના સમયે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જણાવી દઈએ તો, હિના સૌથી પહેલા ટીક્ટોક ના લીધે ચર્ચામાં આવી હતી. અને હવે અન્ય પ્લેટફોર્મ પર પોતાના વિડિયો બનાવી રહે છે.
કરિશ્માની હમશકલ હિના ઇનસ્ટાગ્રામ ઉપર એક થી એક શયેર કરે છે. અને તેના વિડીયો તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ છોકરી એ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કરિશ્મા ના ગીત અને ડાયલોગ વાળા વિડીયો પોસ્ટ કર્યા છે. હિના ના ઇન્સ્ટાગ્રામ પર ૩૬ હજાર ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ તો પાકિસ્તાનમાં હિના ખાન ને કરિશ્માની કાર્બન કૉપી કહેવામાં આવે છે. હિના પણ પોતાના વિડિયો માં કપડાં પણ કરીશ્મા ની જેમ જ પહેરે છે.
ત્યાં જ અભિનેત્રી કરિશ્મા ની વાત કરીએ તો છેલ્લી વખત ૨૦૧૮ માં શાહરૂખ ખાનની ફિલ્મ સ્પેશિયલ અભ્યાસ કરતા જોવા મળી હતી. તેની સાથે જ કરિશ્મા વેબ સિરીઝ “મેટલ હૂડ” થી ડિજિટલ ડેબ્યૂ પણ કરી ચૂકી છે. અભિનેત્રી હાલમાં પોતાના બંને બાળકો પુત્રી સમાયરા અને પુત્ર કીયાન ની દેખભાળ વ્યસ્ત છે.
અભિનેત્રી કરિશ્મા કપૂર એ ખૂબ જ શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં જીગર (૧૯૯૨ ), અનાડી (૧૯૯૩), રાજા બાબુ અને સુહાગ ( ૧૯૯૪ ) કુલી નંબર વન (૧૯૯૫ ), અને સાજન ચલે સસુરાલ અને એક્શન થ્રિલર જીત (૧૯૯૬ ), માં જોવા મળી હતી રાજા હિન્દુસ્તાની (૧૯૯૬ ) ની સાથે તેમણે પોતાને બોલિવૂડની સારી અભિનેત્રીઓમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે હિરો નંબર વન (૧૯૯૭ ) અને બીવી નંબર વન (૧૯૯૯ ) હમ સાથ સાથ એ ૧૯૯૯ ફિલ્મ દુલ્હન હમ લે જાયેંગે (૨૦૦૦) વગેરે ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો છે.
કરિશ્મા કપૂરે ૨૦૦૩ માં સંજય કપૂર સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ તેમના આ લગ્ન તૂટી ગયા. હનીમૂન થી જ કરિશ્મા અને સંજય વચ્ચે ઝઘડા નાં સમાચાર આવવા લાગ્યા હતા. અને હનીમૂન પર સંજયે કરિશ્માનો સોદો પોતાના મિત્રો સાથે કર્યો હતો. અને કરિશ્મા ને તેના મિત્રો સાથે સૂવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ કરિશ્માએ ૨૦૧૨ માં પોતાના પતિને છુટાછેડા આપી દીધા.