કર્ક રાશિમાં થયું મંગળનું ગોચર, ૪૮ દિવસ સુધી આ ૭ રાશિઓ નાં લોકોને રહેશે મુશ્કેલી

કર્ક રાશિમાં થયું મંગળનું ગોચર, ૪૮ દિવસ સુધી આ ૭ રાશિઓ નાં લોકોને રહેશે મુશ્કેલી

મંગળને ઉર્જા, ભૂમિ, સાહસ, શક્તિ અને પરાક્રમ નાં કારક ગણવામાં આવે છે. જ્યોતિષ અનુસાર કુંડળીમાં જો મંગળ ની સ્થિતિ અનુકૂળ હોય તો વ્યક્તિ સાહસી અને નીડર બને છે. તેમજ મંગળ પ્રતિકૂળ હોય તો પ્રેમ અને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મંગળ નું મિથુન રાશિ માંથી કર્ક રાશિમાં પરિવર્તન થયું છે. મંગળ આ રાશિમાં ૨૦ જુલાઈ સુધી રહેશે. ચાલો જાણીએ મંગળ નો દરેક રાશિઓ પર કેવો પ્રભાવ જોવા મળશે.

મેષ રાશિ

આ સમય દરમિયાન મેષ રાશિવાળા લોકોએ મન શાંત રાખવાની જરૂર રહેશ. એવા એક વ્યવસાયિક રૂપથી આ જ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરી શકશો. નોકરીયાત લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ અને માન-સન્માન પણ પ્રાપ્ત થશે. માતા-પિતા નાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. ખાસ કરીને માતા નાં સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખવું. કારણ કે, તેમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. માનસિક રૂપથી તમે પરેશાન રહી શકો છો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ ધ્યાન આપવાની જરૂર છે.

વૃષભ રાશિ

આ ગોચર તમારા માટે તણાવ અને પરેશાનીઓ ઉત્પન્ન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં સંભાળીને કામ કરવાની જરૂર રહેશે. કેટલાક સકારાત્મક પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. તમને પ્રમોશન મળી શકે છે. આ ગોચર વેપાર માટે આર્થિક રૂપથી લાભદાયી સાબિત થશે. તમારા પ્રયત્નો નું તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. ખર્ચાઓ માં વૃદ્ધિ થઈ શકેછે. ભાઈ-બહેનો સાથે મતભેદ થવાની સંભાવના છે. તમારા સ્વાસ્થ્યને લઇને કેટલીક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિ

આ ગોચર દરમિયાન તમારા કાર્યો અને શબ્દોથી તમે કોઈને ઠેસ પહોંચાડી શકો છો. તમારી વાણી પર નિયંત્રણ રાખવું. અનાવશ્યક ખર્ચાઓ ને કારણે ધનની કમી આવી શકે છે. ધન લાભ મળવાની સંભાવના છે. આ દરમ્યાન કોઈને ઉધાર ધન આપવાથી બચવું. નોકરીયાત લોકોને પ્રમોશન મળવાની સંભાવના ઓછી રહેશે જેના કારણે તેઓ પરેશાન રહી શકે છે. તમારા વિરોધીઓ તમારી ઈમેજ ખરાબ કરવાના પ્રયત્નો કરી શકે છે.

કર્ક રાશિ

આ ગોચર દરમિયાન તમને કેટલાક કારણોસર માનસિક તણાવ રહી શકે છે. તમે સ્વભાવ થી વધારે આક્રમક રહી શકો છો. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરુર રહેશે. ગોચર થી તમને ધન લાભની સાથે સાથે વ્યવસાયમાં વૃદ્ધિ પણ પ્રાપ્ત થશે. આર્થિક રૂપથી આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે. દાંપત્ય જીવનમાં ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. વાહન ચલાવતી વખતે દુર્ઘટનાની સંભાવના છે સાવધાન રહેવું.

સિંહ રાશિ

આ સમય દરમિયાન તમારે કેટલીક અનિશ્ચિતતાઓ અને કામને લઈને તણાવનો સામનો કરવો પડી શકે છે. આ ગોચર દરમ્યાન રોકાણ કરવાથી બચવું. શિક્ષા માટે વિદેશ યાત્રા સંભવ છે. સ્વાસ્થ્ય ખરાબ થવા પર દવાઓનો ખર્ચ વધી શકે છે. જીવનસાથી નાં સ્વાસ્થ્ય ને લઈને સાવધાન રહેવાની જરૂર છે. વ્યવસાય માં તમારે તમારી યોગ્યતા સાબિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવાની જરૂર રહેશે. ઓફિસમાં વિવાદ અને તર્કો થી દૂર રહેવું.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા માટે આ ગોચર અનુકૂળ રહેશે નહીં. આ દરમિયાન કેટલીક નકારાત્મકતા સામનો કરવો પડી શકેછે. આર્થિક રૂપથી ખર્ચમાં વૃદ્ધિ થશે. તમે માનસિક રૂપથી પરેશાન થઈ શકો છો. તમારા કાર્યમાં સંતુલન બનાવીને રાખવું. આ દરમિયાન નોકરીમાં પરિવર્તન કરવાથી બચવું. વેપાર સાથે જોડાયેલા લોકોને સમય અનુકૂળ રહેશે નહિ. આ સમય દરમ્યાન કોઈપણ પ્રકારનું રોકાણ કરવાથી બચવું. કારણકે નફો મળવાની સંભાવના ઓછી છે.

તુલા રાશિ

આ સમય દરમિયાન તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને નોકરીમાં તમે તમારું સર્વશ્રેષ્ઠ આપવાના પ્રયત્ન કરશો. ભાગ્ય ના વિશ્વાસે ન બેસી રહેવું. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. ઘેર કે બિઝનેસમાં કોઈ પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પ્રેમ સંબંધમાં આ રાશિના જાતકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ પ્રકારની ગેરસમજ થી દૂર રહેવું. સ્વાસ્થ્ય સારું રાખવા માટે બહાર નાં ખાનપાન થી બચવું.

વૃશ્ચિક રાશિ

આ ગોચર દરમિયાન તમે શારીરિક અને માનસિક તણાવ મહેસુસ કરી શકો છો. આ સમય દરમ્યાન તમારું ભાગ્ય તમને સાથ આપશે નહીં. તેથી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમારે તમારા કૌશલ્ય અને ક્ષમતાઓ પર ધ્યાન આપવાનું રહેશે. નાણાકીય સમસ્યાઓ નો હલ થઈ શકે છે. પરંતુ આવક વધારવા માટે સખત મહેનત કરવાની રહેશે. પિતા સાથેના સંબંધો માં મતભેદ થઈ શકે છે. વિરોધીઓ ચિંતાનું કારણ બની શકે છે. તે તમારી ઇમેજ ખરાબ કરવાના પ્રયત્નો કરી શકે છે. સાવધાન રહેવું.

ધન રાશિ

આ સમય દરમિયાન તમારે દરેક પગલું સાવધાનીથી ઉઠાવવું. આ સમય દરમ્યાન સાચા અને ખોટા ની ઓળખ કરવામાં તમે સક્ષમ રહેશો. કાર્યક્ષેત્રમાં તમારે સખત મહેનત કરવી પડશે. આ સમયે તમારે બિનજરૂરી ખર્ચાઓ થી બચવું. કોઈપણ પ્રકારનું ઉધાર કે લોન લેવા માટે આ સમય દરમિયાન તમારે ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે. કોઈ સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

મકર રાશિ

આ ગોચર નાં પ્રભાવ થી તમારા વૈવાહિક જીવનમાં મતભેદ વધી શકે છે. જીવનસાથી સાથે ઝઘડા થી દૂર રહેવું. વ્યવસાય ક્ષેત્રે પણ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભાગીદારો સાથે કરેલો બિઝનેસ ખરાબ થઇ શકે છે. આર્થિક રૂપથી આ સમય દરમ્યાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જીવનશૈલીને બનાવી રાખવા માટે કેટલીક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન જીવનસાથીની સાથે સાથે તમારું પણ ધ્યાન રાખવું. વિશેષ કરીને ખાનપાન નું ધ્યાન રાખવું.

કુંભ રાશિ

આ ગોચર દરમ્યાન તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ ધ્યાન આપવાની જરૂર રહેશે. કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકાર નાં વિવાદથી બચવું. તમારા ઉપરી અધિકારી થી સાવધાન રહેવું. તે તમારાથી નારાજ થઈ શકે છે. આર્થિક રૂપથી અનાવશ્યક ખર્ચાઓ થી બચવાના પ્રયત્નો કરવા. ખર્ચાઓમાં વધારો થઇ શકે છે તેથી વધારે માં વધારે ધન ની બચત કરવી. દાંપત્યજીવનમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિ

આ સમય દરમિયાન સંતાન પક્ષ પર તમારે વિશેષ ધ્યાન આપવાનું રહેશે. બાળકોની સાર-સંભાળ પર વિશેષ ધ્યાન આપવું. સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા થઈ શકે છે. બાળકો નું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેટલીક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્ર માં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. આર્થિક રૂપથી આ સમય દરમ્યાન ખર્ચા વધી શકે છે. ધનની બાબતમાં સાવધાન રહેવું. સમજી-વિચારીને ખર્ચાઓ કરવા. સંબંધોમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમ્યાન સંબંધોને લઇને કોઇ મોટો નિર્ણય લેવાથી બચવું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *