કોઈને પણ ભુલથી પણ જણાવવી જોઈએ નહીં આ ૭ વાતો, નહિતર થઈ જાય છે ભારે નુકસાન

કોઈને પણ ભુલથી પણ જણાવવી જોઈએ નહીં આ ૭ વાતો, નહિતર થઈ જાય છે ભારે નુકસાન

ઘણા લોકો એવા હોય છે જેના પેટમાં કોઈ વાત ટકતી નથી. તેઓ પોતાના ઘરની દરેક વાત અન્ય લોકોને જણાવતા હોય છે. જો કે આવું કરવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપણા ધર્મગ્રંથોમાં એવી ૭ વાતો બતાવવામાં આવેલી છે, જેને અન્ય કોઈ વ્યક્તિ સાથે ભૂલથી પણ શેર કરવી જોઈએ નહીં. સ્ત્રી હોય કે પુરુષ આ બંનેએ પોતાની સાથે જોડાયેલી આ વાતો કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ નહીં.

Advertisement

ગુરુ મંત્ર

તમારા ગુરુ તમને જે મંત્ર આપે છે, તેને હંમેશા ગુપ્ત રાખવા જોઈએ. જો તમે તેને ગુપ્ત રાખો છો તો તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે. હકીકતમાં ગુરુ મંત્રને ગુપ્ત રાખવામાં આવે ત્યારે જ તેનો લાભ મળે છે.

અપમાન

જો તમારી સાથે કોઈ અપમાન જનક ઘટના બનેલી છે, તો તેને ગુપ્ત રાખવામાં જ ભલાઈ છે. અન્ય વ્યક્તિને જ્યારે તેના વિશે જાણ થાય છે, તો તમારી મજાક ઉડાવવામાં આવે છે. તેઓ તેને તમારી કમજોરીનાં રૂપમાં ઉપયોગ કરી શકે છે.

રતિક્રિયા

જ્યારે સ્ત્રી-પુરૂષ પરસ્પરમાં રતિક્રિયા અથવા સંબંધ બનાવે છે, તો તેની સાથે જોડાયેલી વાતો ગુપ્ત રાખવી જોઈએ. જો તમે આ વાતો અન્ય લોકોને જણાવો છો તો તે તમારા ચરિત્ર અને સામાજિક જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે.

પદ પ્રતિષ્ઠા

જો તમને કોઈ મોટું પદ અથવા પ્રતિષ્ઠા મળી છે તો તેને ગુપ્ત રાખવું જોઈએ. જો તમે અન્ય લોકોને તેના વિશે જણાવો છો તો તમારા મનમાં અહંકાર નો ભાવ ઉત્પન્ન થાય છે. એ અહંકાર તમારા પતનનું કારણ બને છે. તેનાથી તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે.

ધન હાનિ

પૈસાનું નુકસાન થવા પર આ વાત કોઈને પણ જણાવવી જોઈએ નહીં. તેનાથી લોકો તમારાથી દૂર થવા લાગે છે. તમને ધનહાની થઈ છે અને તમે તેમની પાસેથી ધન માંગી શકો છો એવું વિચારીને લોકો તમારી સાથે સંબંધો બગાડી શકે છે. એવી જ રીતે ધનની આવક થવા પર પણ વાતને ગુપ્ત રાખવામાં ભલાઈ છે.

પરિવારનાં ઝગડા

પરિવારમાં થતા લડાઈ-ઝઘડા હમેશા ગુપ્ત રાખવા જોઈએ. તેને સમાજમાં ફેલાવો છો, તો તમારા પરિવારની માન-પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે. તમારા પરિવારનું ખરાબ ઈચ્છનારા લોકો આ ઝઘડાનો ફાયદો પણ ઊઠાવી શકે છે.

દાન

જ્યારે પણ તમે કોઈ દાન કરો તો તેને ગુપ્ત રાખવું. એવું કહેવામાં આવે છે કે ગુપ્ત દાન કરવા વાળાને અક્ષય પુણ્યની સાથે સાથે દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. અન્ય લોકોને જણાવીને કરવામાં આવેલ દાનનું પુણ્ય મળતું નથી.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.