કોઈના મોબાઇલમાં તમારો નંબર સેવ છે કે નહી, જાણો આ સરળ રીતે

જ્યારથી મોબાઈલ ફોનની શોધ થઈ છે ત્યારથી આપણું જીવન વધારે સરળ થઈ ગયું છે. આપણા મોબાઇલમાં આજની તારીખમાં હજારથી પણ વધારે નંબર સેવ થઇ શકે છે. આપણે એક ક્લિક પર જ્યારે ઈચ્છીએ ત્યારે કોઇપણની સાથે વાત કરી શકીએ છીએ. જોકે ઘણીવાર એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય છે જ્યારે આપણે એ મૂંઝવણમાં મૂકાઇ જઇએ છીએ કે સામેવાળાના મોબાઇલમાં આપણો નંબર સેવ છે કે નહી.
ઉદાહરણ તરીકે તમારો કોઈ જૂનો મિત્ર છે જેને મળ્યાના કે વાતચીત કર્યાને તમારે ઘણા મહિનાઓ કે વર્ષો થઇ ચુક્યા છે. આ પરિસ્થિતિમાં તમે એ જરૂર જાણવા માંગશો કે તેમણે તમારો નંબર હજુ પણ પોતાના મોબાઈલમાં સેવ રાખ્યો છે કે નહી. આ જ સવાલ પણ તમારા પૂર્વ પ્રેમી કે પ્રેમિકાના કેસમાં પણ ઊઠે છે. એક ઉત્સુકતા તો એવી રહેતી જ હોય છે કે બ્રેક-અપ પછી તેમણે તમારો નંબર સેવ રાખ્યો છે કે નહી. તો ચાલો તેની રીત જાણીએ.
સૌથી પહેલી અને આસન રીત એ હોય છે કે તમે પોતે જ સામે વાળા વ્યક્તિને પૂછી લો. પરંતુ એવું બની શકે છે કે તે વ્યક્તિ તમારાથી ખોટું બોલી શકે છે. ત્યારબાદ બીજી રીતમાં તમે કોઈ ત્રીજા વ્યક્તિની મદદ લઈને પણ આ જાણકારી મેળવી શકો છો. જો તમે તમારી રીતે આ જાણકારી સાચી પ્રાપ્ત કરવા માંગો છો તો વ્હોટ્સએપ મેસેન્જર તમારી મદદ કરી શકે છે.
આ છે તેની સરળ રીત
સૌથી પહેલા તમારું વ્હોટ્સએપ ઓપન કરી લો. ત્યાં ઉપર જમણી સાઈડ પર ત્રણ ટપકા પર ક્લિક કરો. હવે ન્યુ બ્રોડકાસ્ટ પર ક્લિક કરો અને એક નવું બ્રોડકાસ્ટ બનાવો. આ દરમિયાન પહેલા બે-ચાર મિત્રોના નંબર સિલેક્ટ કરી લો જેના પર તમને પૂરો વિશ્વાસ હોય કે તેમના મોબાઇલમાં તમારો નંબર ૧૦૦ ટકા સેવ હશે. ત્યારબાદ હવે તમે એ નંબર સિલેક્ટ કરો જેના પર તમને ડાઉટ હોય.
હવે તમે તમારો એક મેસેજ બ્રોડકાસ્ટ કરી દો. હવે જે જે નંબરમાં તમારો મેસેજ પહોંચી ચૂક્યો છે. તે બધા લોકોએ તમારો નંબર પોતાના મોબાઈલમાં સેવ રાખ્યો છે. જો કોઈ નંબરમાં તમારો બ્રોડકાસ્ટ મેસેજ પહોંચ્યો નથી તો સમજી જાઓ કે તે વ્યક્તિએ તેમના મોબાઈલમાં તમારો નંબર સેવ રાખ્યો નથી અને આ એક સરળ રીતે તમે જાણી શકો છો કે સામેવાળી વ્યક્તિના મોબાઇલમાં તમારો નંબર સેવ છે કે નહી.
વ્હોટ્સએપમાં તમને કોઇએ બ્લોક કર્યા છે કે નહી તે આ રીતે જાણો
ઘણીવાર એવું બને છે કે આપણું જ કોઈ મિત્ર આપણને વ્હોટ્સએપ પર સીધો જ બ્લોક કરી દે છે. જો તમને તે વ્યક્તિ પર શંકા છે તો તેમને તમારા નંબર પરથી વ્હોટ્સએપ પર કોઈ મેસેજ મોકલો. જો મેસેજમાં ફક્ત એક રાઇટ ની નિશાની ઘણા દિવસો સુધી રહે છે તો તે વાતના ચાન્સ વધારે છે કે સામેવાળી વ્યક્તિએ તમને બ્લોક કરેલ છે. જોકે આ શંકાને દૂર કરવા માટે તમે કોઈ નવા વ્હોટ્સએપ એકાઉન્ટથી તેને મેસેજ મોકલી શકો છો. હવે જો તે નવા વ્હોટ્સએપ એકાઉન્ટથી પણ એક જ રાઈટ ની નિશાની આવી રહી હોય તો તે જરૂરી નથી કે તેમણે તમને બ્લોક કરેલ હોય. પરંતુ જો નવા એકાઉન્ટ પરથી બે ટીકની નિશાની આવી જાય છે તો તેનો સીધો જ મતલબ થાય છે કે તેમણે તમારા નંબરને બ્લોક કરી દીધો છે.