કમજોર શુક્ર ગ્રહ નાં કારણે જીવનમાં આવે છે પૈસાની તંગી, જાણો તેને મજબૂત બનાવવાના ઉપાયો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી કુંડળીનો તમારા જીવન પર ખૂબ જ વિશેષ પ્રભાવ પડે છે. શુક્ર ગ્રહ ની જ વાત કરીએ તો, જો કુંડળીમાં શુક્ર ગ્રહ મજબુત હોય તો તમારા જીવનમાં ભૌતિક સુવિધા, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તેમ જ શુક્ર ગ્રહ કમજોર હોવાને કારણે ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમ જ પ્રેમ સંબંધમાં પણ ઉતાર ચડાવ જોવા મળે છે. એવામાં લાલ કિતાબ નાં કેટલાક ઉપાયોનો પ્રયોગ કરવાથી તમારી કુંડળીના શુક્ર ગ્રહ ની સ્થિતિ મજબૂત કરી શકાય છે. આ ઉપાયોથી શુક્ર ગ્રહનું તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેની સીધી અસર તમારા ઘર અને ધન સંપત્તિ પર પડે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
- જો તમારી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત કરવા ઇચ્છતા હોવ તો આજથી જ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવાનું શરૂ કરો. રોજ સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્ર પહેરવા અને તમારા ઘરની સાફ-સફાઈ નું પૂરું ધ્યાન રાખવું.
- વાળ અને નખ ને સમય સમય પર કાપવા. તેની અંદર ગંદકી ના થાય તે માટે તેની સફાઈ ખૂબ જરૂરી છે. તેમાજ સુગંધિત અંતર નો ઉપયોગ કરવાથી શુક્ર ગ્રહને મજબુત કરી શકાય છે.
- શુક્રવાર નાં દિવસે ચાર કન્યાઓ ને મિશ્રી યુક્ત ખીર નો ભોજન નાં રૂપમાં પ્રસાદ આપો. આ કન્યાઓ ની ઉમર ૯ વર્ષ ની અંદર ની હોવી જોઈએ. આ ઉપાય શુક્રવારથી શરૂ કરી અને ૨૧ શુક્રવાર સુધી કરવા. આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબુત થશે. અને શુભ ફળ પ્રદાન કરશે.
- જ્યારે પણ તમે ભોજન બનાવવો. ત્યારે થોડો કેટલોક ભાગ ગાય અને કુતરા માટે રાખો. આ ઉપાય કરવાથી શુક્ર ગ્રહ મજબુત થાય છે.
- બજારમાંથી બે મોતી લાવવા એક મોતી તમારી પાસે રાખો અને બીજું મોતી વહેતા જળમાં પ્રવાહિત કરવું. આ ઉપાય કરવાથી શુક્ર ગ્રહ મજબુત થાય છે. મોતીને તમારા ઘરની તિજોરીમાં અથવા તો વીંટી કે લોકેટ નાં રૂપમાં પહેરી શકો છો.
- શુક્રવાર નાં દિવસે સફેદ વસ્તુ જેમ કે દૂધ, ચોખા વગેરે વસ્તુઓ નું દાન કરવાથી શુક્ર ગ્રહ મજબુત થાય છે. આ ઉપરાંત શુક્રવાર નાં દિવસે અત્તરનું દાન પણ કરી શકો છો.
- તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ કમજોર હોય તો લાલ કિતાબ નાં આ ઉપાયો કરવાથી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. આ ઉપાયો થી શુક્ર ગ્રહ મજબુત બને છે. આ ઉપાયો શુક્ર ગ્રહ મજબુત બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે.