કિયારા અડવાણીની માતા સુંદરતાની બાબતે કિયારા કરતાં છે એક કદમ આગે, જોઈને ને પણ કહેશો કે આ તો બંને બહેનો છે

કિયારા અડવાણીની માતા સુંદરતાની બાબતે કિયારા કરતાં છે એક કદમ આગે, જોઈને ને પણ કહેશો કે આ તો બંને બહેનો છે

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન બોલિવૂડના સુંદર લગ્નોમાંથી એક હતા. બંને સેલેબ્સે આ લગ્નને શાહી બનાવવા માટે કોઈ કસર છોડી ન હતી અને તમામ રીતરિવાજો સાથે તમામ વિધિઓ કરીને બંનેએ સાત ફેરા લીધા હતા. આ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા સામે આવ્યા હતા.આ ફોટોઝમાં કિયારા અડવાણીની માતા જીનીવીવ અડવાણીના ફોટોઝ હવે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આ ફોટોઝમાં જીનીવીવ લગ્ન અને મહેંદી સેરેમનીમાં લહેંગા પહેરેલી જોવા મળી હતી. ફોટો જોઈને તમે પણ કહેશો કે સુંદરતામાં જીનીવીવ કોઈ પણ મામલામાં કિયારાથી ઓછી નથી.

કિયારા અડવાણીનો તેના મમ્મી-પપ્પા સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. લગ્નના આ ફોટામાં કિયારા માતા-પિતા જગદીપ અડવાણી અને જીનીવીવનો હાથ પકડીને જોવા મળે છે.

ખાસ વાત એ છે કે દીકરીના લગ્નમાં જીનીવીવે કિયારા સાથે મેચિંગ લાઇટ પિંક કલરના લહેંગા પહેર્યા છે. આ સાથે, તેણીએ તેણીના લુકને ડાયમંડ ચોકર નેકલેસ અને કાનમાં મોટી બુટ્ટીઓ અને માંગ ટીકા સાથે પૂર્ણ કર્યો.

આ સુંદર તસવીરમાં કિયારાની મમ્મી જીનીવીવ કોઈ પણ બાબતમાં તેની પુત્રી કિયારાથી ઓછી દેખાઈ રહી નથી. ફોટામાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને પણ તેની ઉંમર નક્કી કરવી મુશ્કેલ હશે.

આ સિવાય કિયારાની માતાનો વધુ એક ફોટો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ફોટો કિયારાની મહેંદી સેરેમનીનો છે, જેને તેના ભાઈ મિશાલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આ ફોટોમાં જીનીવીવે ઓરેન્જ અને ડાર્ક પિંક કલર કોમ્બિનેશનનો લહેંગા પહેર્યો છે. આ લહેંગાની બોડીસ પર એટલું કામ કરવામાં આવ્યું છે કે તે તેના સિમ્પલ લુકને ગ્લેમરસ બનાવી રહ્યું છે. આ ફોટામાં પણ લોકો કિયારાના મમ્મીના લુકને પસંદ કરી રહ્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *