કિન્નરોને ભૂલમાં પણ ના કરવું જોઈએ આ ચીજોનું દાન નહીંતર થઈ જશો કંગાળ

કિન્નરોને ભૂલમાં પણ ના કરવું જોઈએ આ ચીજોનું દાન નહીંતર થઈ જશો કંગાળ

આ વાતમાં કોઈ બે મત નથી કે આ પૂરી દુનિયા અને કુદરતની રચના ભગવાને કરી છે. ભગવાને ફક્ત માણસ જ નહીં પરંતુ પશુ-પક્ષી થી લઈને દરેક વૃક્ષની પણ રચના કરી છે. ભગવાને જ્યારે માણસ બનાવ્યા તો તેમની ત્રણ જાત પણ બનાવી. જેમાંથી એકને પુરુષનું નામ આપવામાં આવ્યું, બીજાને સ્ત્રીનું અને ત્રીજાને કિન્નરનું. જોકે કિન્નર પણ આપણા જ સમાજનો એક ભાગ છે. પરંતુ તેમ છતાં પણ લોકો તેમને નફરતની નજરોથી જોતા આવ્યા છે.

કિન્નર સંપૂર્ણ રીતે પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી. તે આ બંનેનું સંયોજન છે. ઘણા કિન્નરો દેખાવમાં સામાન્ય માણસના (સ્ત્રી કે પુરુષ) રૂપમાં હોય છે. કિન્નરને આ દુનિયામાં કોઈપણ સન્માનની નજરથી જોતા નથી. આપણે માણસ એ વાત ભૂલી જઈએ છીએ કે ભગવાન બધા જ માણસોમાં વસતા હોય છે. પરંતુ તેમ છતાં પણ આપણે કિન્નરોને માણસાઈના રૂપમાં જોતા નથી.

જ્યારે પણ કોઇ વ્યક્તિના ઘરે છોકરો કે છોકરીનો જન્મ થાય છે તો તે પોતાની ખુશીની ઉજવણી કરવા માટે ઝૂમી ઉઠે છે. પરંતુ જો ભૂલથી પણ કોઈના ઘરમાં કિન્નરનો જન્મ થાય છે તો તે ઘરમાં ખુશીઓની જગ્યાએ માતમ મનાવવામાં આવે છે અને સમાજની નજરોથી બચવા માટે કિન્નરને અનાથની જેમ ફેંકી દેવામાં આવે છે. તે આપણા સમાજમાં રહીને પણ આપણા સમાજનો ભાગ બની શકતા નથી. બધી તરફથી નકારવામાં આવ્યા બાદ તેઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે નાચી ગાઈને જીવન પસાર કરવું પડે છે.

હિન્દુ ધર્મના શાસ્ત્રની વાત માનીએ તો એક કિન્નરની પ્રાર્થનામાં ખૂબ જ શક્તિ હોય છે. કિન્નરનો અવાજ ભગવાન સુધી જલ્દી પહોંચી જાય છે. બસ એ જ રીતે કિન્નરની બદદુઆ પણ કોઈનું જીવન બરબાદ કરી શકે છે. તેવામાં આજે અમે તમને અમુક એવી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમારે ભૂલથી પણ કિન્નરને દાનમાં આપવી ના જોઈએ. કારણ કે આવું કરવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો. જેમનું પરિણામ તમારે પૂરી જિંદગી ભોગવવું પડે છે.

ઘણા લોકો ગરીબોને દાન કરવું પોતાનું કર્તવ્ય સમજે છે. તેવામાં તેમની પાસે ઘરમાં જે પણ જૂની ચીજો કે વસ્ત્રો હોય છે. તે દાન રૂપે આપી દે છે. પરંતુ શાસ્ત્રોનું માનીએ તો આપણે કોઈપણ કિન્નરને જુના કપડાનું દાન કરવું જોઈએ નહી. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી કિન્નરના આત્મસન્માનને ઠેસ પહોંચે છે અને તેની બદદુઆ ક્યારેય પણ આપણો પીછો છોડતી નથી. તેવામાં તમે જ્યારે પણ કિન્નરને કપડા દાન કરવાનું ઈચ્છો તો હંમેશા નવા કપડા ખરીદીને જ દાન કરો. તેનાથી તમારી કુંડળીમાં રાહુ-કેતુ દોષ દૂર થઈ શકે છે.

સાવરણીને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ એક કિન્નરને સાવરણી દાન કરવી અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી આપણા ઘરની આર્થિક સ્થિતિમાં સમસ્યા આવી શકે છે. જેનાથી ઘરમાં હંમેશા પૈસાની તંગી બની રહે છે. તેથી કિન્નરોને ભૂલમાં પણ સાવરણી દાન ના કરવી જોઈએ અને જો તમે સાવરણી દાન કરવા માંગતા હોય તો તેને માં લક્ષ્મીના મંદિરમાં દાન કરી શકો છો.

તેલનું દાન કરવાથી શનિના દોષ દૂર થાય છે. તેથી કિન્નરને ક્યારેય પણ તેલનું દાન કરવું ના જોઈએ. આવું કરવાથી ઘરમાં ગરીબીનો વાસ થાય છે. જો તમે શનિદોષથી બચવા માંગતા હોય તો કોઈ ગરીબને તેલનું દાન કરી શકો છો અથવા તો શનિદેવના કોઈ મંદિરમાં તેલ ચઢાવી શકો છો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *