ખુશખબરી આ દિવસથી શરૂ થવા જઈ રહ્યો છે ધ કપિલ શર્મા શો, હવે નવા અવતાર માં જોવા મળશે કોમેડી કિંગ

‘ધ કપિલ શર્મા શો’ નાં ચાહકો માટે ખુશખબર છે. ચાહકો ઘણા લાંબા સમયથી આતુરતાથી રાહ જોતા હતા કે, ક્યારે આ શો ફરીથી શરુ થશે. હવે આ પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. કારણ કે, કપિલ શર્મા ટૂંક સમયમાં ટીવી પર તેમની ટીમ સાથે પાછા આવી રહ્યા છે.“ટેલી ચક્કર’ નાં એક રિપોર્ટ અનુસાર ધ કપિલ શર્મા શો ફરીથી ચાલુ થવા જઈ રહ્યો છે. સમાચાર એ છે કે, આ શો ૨૧ જુલાઈથી ટીવી પર પ્રસારિત થશે. આ વખતે કપિલ નો શો નવા ફોર્મેટમાં અને બદલાયેલા અવતારમાં આવશે. કપિલ શર્મા સાથે મળીને આખી ટીમ ૧૫ મે થી શૂટિંગ ચાલુ કરી દીધું છે.
ફેબ્રુઆરી ૨૦૨૧ માં બંધ થઈ ગયો હતો “ધ કપિલ શર્મા શો”
જણાવી દઈએ કે, કપિલ શર્મા થોડાક મહિનાઓ પહેલા એક પુત્ર નાં પિતા બન્યા છે. તેમની વાઈફ ગિન્ની ચતરથ તેમણે એક ફેબ્રુઆરી ૨૦૨૧ ના પુત્રને જન્મ આપ્યો છે. ફેમિલી સાથે સમય પસાર કરવા માટે અને સપોર્ટ કરવા માટે કપિલ શર્માએ શૂટિંગ થી થોડાક મહિના બ્રેક લીધો હતો. તેથી ધ કપિલ શર્મા શો થોડાક મહિનાઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ શો બંધ કરવાનું બીજું એક કારણ હતું. અને તે હતું લાઈવ ઓંડીયસ શો ના ઓફ એર હોવાના સમયે એક સોર્સ એ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, લાઈવ ઓડિયન્સ આ શો નું એક મુખ્ય ફેક્ટર હતું. પરંતુ કોરોના મહામારી ને લીધે લાઈવ ઓડિયન્સ દૂર કરવામાં આવી હતી. ફિલ્મો પણ રિલીઝ થતી ન હતી. જેના લીધે કોઈપણ બોલિવૂડ સ્ટાર ફિલ્મ ફિલ્મ નાં પ્રમોશન માટે આવતા ન હતા તેથી મેકર્સ એ નિર્ણય લીધો કે, આ સમયે બ્રેક લેવો ખૂબ જ સારો રહેશે અને ત્યારે વાપસી કરશે જ્યારે બધી ચીજો સારી થઈ જશે.