ખુલી ગયું રહસ્ય, ખુદ યુવતીઓએ જણાવ્યું કે તે યુવકોમાં સૌથી પહેલા શું જોવે છે

ખુલી ગયું રહસ્ય, ખુદ યુવતીઓએ જણાવ્યું કે તે યુવકોમાં સૌથી પહેલા શું જોવે છે

યુવતીઓને સમજવું ખૂબ જ જટિલ કામ છે. તેમને ક્યારે શું જોઈએ છે તે કંઈપણ કહી શકાય નહી. તેવામાં યુવકોના મનમાં ઘણીવાર એવા સવાલો ઊઠે છે કે એવું શું કરવું જોઈએ કે યુવતી તેનાથી ઈમ્પ્રેસ થઈ જાય. તો આજે અમને તમને જણાવીશું કે યુવતીઓ યુવકોમાં સૌથી પહેલા શું જોવે છે

ખરેખર સોશિયલ મીડિયા પર @sanjanaroy001 નામની એક ટ્વિટર યુઝર્સ એ ટ્વિટ કરીને સવાલ પૂછયો હતો કે યુવતીઓ સૌથી પહેલા યુવકોમાં શું જોવે છે ? ત્યારબાદ લોકો ધડાધડ આ વાતનો જવાબ આપવા લાગ્યા હતા. તો ચાલો જાણીએ કોણે શું જવાબ આપ્યો.

શુઝ

જે યુવતીએ આ સવાલ પૂછ્યો હતો. તેણે જ સૌથી પહેલા જવાબ આપતા કહ્યું કે “હું તો શુઝ જોવ છું”. નોંધપાત્ર વાત છે કે ઘણા યુવકો ચપ્પલ પહેરીને પણ ફરતા હોય છે. જે યુવતીઓને પસંદ આવતું નથી.

યુવકની નજર


યુવકોની નજર ઘણીવાર ખરાબ હોય છે. તે યુવતીઓને ખોટી જગ્યાએ ઘુરતાં રહે છે. બસ આજ પોઇન્ટ પકડતા એક યુવતીએ કહ્યું કે, “હું એ જોવ છું કે તેની નજર ક્યાં છે”.

યુવકનો વ્યવહાર


યુવક એક યુવતી સાથે કઈ રીતે વ્યવહાર કરે છે તે પણ ખૂબ જ મહત્વ રાખે છે. તેથી એક યુવતીએ કહ્યું કે, “હું તો વ્યવહાર સૌથી પહેલા જોવ છું”.

હાઈટ, આંખો અને સ્માઇલ


યુવતીઓ યુવકોની હાઇટને લઇને ખૂબ જ ધ્યાન રાખતી હોય છે. તેમને મોટાભાગે પોતાનાથી મોટી હાઈટના યુવકો પસંદ આવતા હોય છે. તેના સિવાય સુંદર આંખો અને પ્રેમભરી સ્માઈલ પર પણ તેમની નજર હોય છે. તેથી યુવતીએ જવાબમાં લખ્યું કે, “હાઈટ, આખો, સ્મિત અને મેનર્સ.

હેર સ્ટાઈલ


એ વાત પણ કોઇનાથી છૂપાયેલી નથી કે યુવકોની હેર સ્ટાઈલ યુવતીઓને વધારે આકર્ષિત કરતી હોય છે. તેમને વ્યવસ્થિત અને સારી રીતે રહેવાવાળા યુવકો વધારે પસંદ આવતા હોય છે. તેથી એક યુવતીએ પોતાના જવાબમાં લખ્યું કે, “શૂઝ અને હેર સ્ટાઈલ”

પૈસા


ઘણી યુવતીઓ એવી પણ હોય છે જે ફક્ત અને ફક્ત પૈસાની પાછળ જ ભાગતી હોય છે. તેથી ઘણા લોકોએ તેમના જવાબમાં પૈસા પણ લખ્યા હતા. જો કે આ પૈસા વાળો જવાબ આપનાર યુઝર એક યુવક જ હતો. જે યુવતીઓની મજાક કરી રહ્યો હતો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *