ખૂબ જ પવિત્ર હોય છે પારિજાત નું વૃક્ષ, તેને લગાવવાથી મળે છે આ ચમત્કારીક ફાયદાઓ

પારિજાત નાં વૃક્ષ પર ખૂબ જ સુંદર ફૂલ આવે છે. જે સફેદ રંગનાં હોય છે અને સુગંધિત હોય છે. આ વૃક્ષ ને હરસિંગાર, શેફાલીકા, અને પરજા નાં નામથી પણ ઓળખવામાં આવે છે. તેમ જ ઇંગલિશ ભાષામાં તેને નાઈટ જેસ્મીન કહેવામાં આવે છે. પારિજાતનું ફૂલ ફક્ત રાતમાં જ ખીલે છે અને સવાર તથા મુરઝાઈ જાય છે. શાસ્ત્રોમાં પારિજાત નાં ફૂલ ને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. અને આ ફૂલ ની મદદ થી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ પારિજાત નાં ફૂલ થી થતા ચમત્કારીક ફાયદાઓ.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર પારિજાત નું વૃક્ષ ઘરનાં દરેક વાસ્તુદોષને દૂર કરે છે. તેથી જે લોકોના ઘરમાં વાસ્તુદોષ હોય તેઓએ પોતાના ઘરમાં આ વૃક્ષને લગાવવું. જો ઘરમાં વૃક્ષ લગાવવા ની જગ્યા ન હોય તો આ વૃક્ષને ઘરની આસપાસ પણ લગાવી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે, તે વૃક્ષ તમારા ઘર પરથી દેખાવું જોઈએ. આ ઉપાય કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે.
- માં લક્ષ્મી ની પૂજા કરવામાં આ ફૂલ નો ઉપયોગ જરૂર કરવો. આ ફૂલ માં લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. માં લક્ષ્મીને આ ફૂલ અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે. જોકે પૂજા માટે ફક્ત એ જ ફૂલો નો પ્રયોગ કરવો જે એકદમ સાફ હોય. જમીન પર પડેલા ફૂલોનો ઉપયોગ પૂજા દરમ્યાન કરવો નહીં.
- શાસ્ત્રો મુજબ જ્યાં પારિજાત નું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત માં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી આર્થિક પરેશાની થવા પર ઘરમાં પારિજાત નું વૃક્ષ લગાવવું. ઘર નાં આંગણામાં આ વૃક્ષ લગાવવાથી માં લક્ષ્મીનો વાસ થાય છે. અને પૈસાની કમી દૂર થાય છે. આ વૃક્ષને શુક્રવારે નાં દિવસે લગાવવું.
- તણાવને દૂર કરવા માટે આ વૃક્ષ મદદગાર સાબિત થાય છે. જે લોકોને વધારે તણાવ રહેતો હોય તેને આ ફૂલ સુંધવાથી તણાવ એકદમ દૂર થાય છે.
- જે લોકોને રાતનાં ખરાબ સપના આવતા હોય તેને સૂતી વખતે પોતાની આસપાસ થોડા પારિજાત નાં ફૂલ રાખવા. એવું કરવાથી ખરાબ સ્વપ્ના આવતાં બંધ થઈ જશે.
- જે ઘરમાં પારિજાત નું વૃક્ષ હોય છે તે ઘરનાં સભ્યોનાં જીવનમાં ખુશી હંમેશા બની રહે છે. અને દરેક સભ્યોની આયુષ્ય લાંબી થાય છે. આ ઉપરાંત જે ઘરનાં આંગણામાં આ વૃક્ષ હોય છે ત્યાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
- સ્વાસ્થ્ય માટે આ ફૂલોને ઉત્તમ માનવામાં આવે છે. આ ફૂલનો રસ પીવાથી હૃદય રોગથી રક્ષણ મળેછે. હ્રદય રોગ માટે પારિજાત નાં ફૂલ નો પ્રયોગ ઉત્તમ રહે છે. હૃદય રોગ થવા પર બસ પંદરથી વીસ ફૂલોનો રસ લઈને તેનું સેવન કરવું. કોઈ પણ આયુર્વેદિક ડોક્ટર પાસેથી રસ કાઢવાની પ્રક્રિયા વિશે જાણકારી લેવી. આ ફુલ ઉપરાંત આ વૃક્ષનાં પાન અને છાલ નો પ્રયોગ પણ ઓષધી નાં રૂપમાં કરવામાં આવે છે.
પારિજાત સાથે જોડાયેલ પૌરાણિક મહત્વ
પૌરાણિક માન્યતા અનુસાર પારિજાત નાં વૃક્ષ ને સ્વર્ગ થી લઇને ઘરતી પર લાવવામાં આવ્યુ હતું. નરકાસુરનો વધ બાદ એક વાર શ્રી કૃષ્ણ ભગવાન સ્વર્ગમાં ગયા અને ત્યાં ઈન્દ્રદેવ તેને પારિજાત નું પુષ્પ ભેટ આપ્યું. જ્યારે અન્ય કથા અનુસાર પારિજાત નાં વૃક્ષની ઉત્પતિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. જેને ઇન્દ્રએ પોતાની વાટિકા માં લગાવ્યું હતું. પુરાણમાં આ વૃક્ષ અને ફૂલોનું વિસ્તારથી વર્ણન જોવા મળે છે.ઉત્તર પ્રદેશ માં દુર્લભ પ્રજાતિ પારિજાત નાં ૪ વૃક્ષ છે. જે હજારો વર્ષ જુના છે. આ ચાર વૃક્ષોમાં બે વૃક્ષ વન વિભાગ ઈટવા નાં પરિસરમાં છે. જે પર્યટકોને દેવતાઓ અને રાક્ષસો વચ્ચે થયેલા સમુદ્રમંથન વિશે જાણકારી આપે છે.