ખૂબ જ કામ ના હોય છે જાંબુ ના બીજ, ઝેરીલા પદાર્થોને નીકાળે છે શરીરની બહાર

જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે, તે ભારતીય બ્લેકબેરીનાં નામથી પણ ઓળખાય છે. જાંબુ ની ખાસિયત એ છે કે, તેમાં જડીબુટ્ટી સમાન ગુણો રહેલા છે. ઔષધ ગુણોથી ભરપૂર જાંબુ નું જો સેવન કરવામાં આવે તો ગરમીમાં તે લું થી રક્ષણ આપે છે. જાંબુના આ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ છે. જાંબુ ની ખાસિયત એ છે કે તેનામાં વિટામિન-સી અને વિટામિન-ઈ ની સાથે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મોજુદ હોય છે. જાંબુ ફક્ત એનિમિયા માં જ નહિ પરંતુ ગઠિયા અને લીવરની સમસ્યાઓમાં પણ આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મોઢાનાં ચાંદા માં પણ આ ખૂબ જ મદદગાર છે. મોટાભાગના લોકો જાંબુ ખાય અને તેના બી ફેંકી દેતા હોય છે કે તે નકામા છે, પરંતુ જાંબુના બીજમાં ખૂબ જ ફાયદાઓ હોય છે. અહીંયા અમે તમને એના વિશે જ જણાવી રહયા છે.
હાઈ બ્લડ પ્રેશરવાળા માટે ના ફાયદા
જો દર્દીને હાઇ બ્લડપ્રેશર એટલે કે, ઉચ્ચ રક્તચાપ કે હાઇપર ટેન્શન ની બીમારીથી પીડિત હોય એના માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. ઈલાજિક એસિડ નામનો એક એન્ટીઓક્સીડન્ટ જાંબુમાં હાજર હોય છે. જે બ્લડ પ્રેશરનાં સ્તરમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે, તેને રોકવા માટે કામ કરે છે. એટલું જ નહિ પરંતુ હાઈ બ્લડપ્રેશરને પણ તે સારી રીતે નિયંત્રણ કરી શકે છે.
ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારી
જાંબુના બીજ ડાયાબિટીસના રોગીઓને ખવડાવવામાં આવે તો એને ખૂબ જ ફાયદો થાય છે. આયુર્વેદનાં જણાવ્યા મુજબ જાંબુનો જે તૂરો સ્વાદ હોય છે. તેનાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા થાય છે, તે ધીરે ધીરે ઓછી થતી જાય છે. વર્ષ ૨૦૧૭નાં એક રિપોર્ટમાં એશિયા પેસિફિક જનરલ ઓફ ટ્રોપિકલ બાયોમેડિસિન પ્રકાશિત થઈ હતી. જેમાં એક ખુલાસો કરવામાં આવ્યો હતો કે લોહીમાં રહેલ ગ્લુકોઝનું સ્તર ઘટાડવા અને ઇન્સુલિનનાં સ્તરને નિયંત્રણ કરવાના ગુણ જાંબુના બીજમાં મોજુદ હોય છે.
ઝેરીલા પદાર્થોને શરીરની બહાર નીકાળે છે
જાંબુ ની બીજી એક ખાસિયત છે કે તે લોહીને ખૂબ સારી રીતે શુદ્ધ કરી દે છે. શરીરમાં જેટલા પણ ઝેરીલા પદાર્થ મોજુદ હોય છે, જાંબુના બીજનું સેવન કરવાથી તે શરીરની બહાર નીકળી જાય છે અને શરીર પૂરી રીતે સાફ થઈ જાય છે.
એનિમિયાથી કરે છે બચાવ
લોહીની કમીના કારણે જે એનિમિયાની બીમારી થાય છે, જાંબુના બીજનું સેવન જો નિયમિત રૂપથી કરવામાં આવે, તો શરીર તેની ઝપેટમાં આવવાથી બચી શકે છે. દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં એક ચમચી જાંબુના બીજનો પાવડર મેળવી અને તેને પીવાથી ખૂબ જ જલ્દી લાભ મળે છે.
પાચન સંબંધી સમસ્યાઓમાં ઉપયોગી
પાચનને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જાંબુ ના બીજ એને સારું કરવામાં મદદ કરે છે. જાંબુના પાવડરનો સેવન જો નિયમિત રૂપથી કરવામાં આવે તો તેનાથી પેટ એકદમ સાફ રહે છે. ઊલટાનું કબજીયાતની ફરિયાદ પણ થતી નથી. આંતરડામાં અલ્સરની પરેશાનીને પણ દૂર કરે છે. સાથે જ પેસિચ અને ડાયેરિયા જેવી સમસ્યામાં પણ તરત જ રાહત પહોંચાડે છે.