ખૂબ જ કામના છે આ ટોટકા, તેને કરવાથી કોઈ પણ બની શકે છે ધનવાન

દરેક વ્યક્તિ નાં જીવનમાં ધન ખૂબ જ મહત્વ રાખે છે. પૈસા કમાવવા માટે લોકો રાત અને દિવસ મહેનત કરે છે. જોકે ત્યાર બાદ પણ જો ભાગ્ય સાથ ન આપે તો ઈચ્છા હોવા છતાં પણ આપણે ધન એકત્રિત કરી શકતા નથી. જો તમે પણ એ લોકો માંના એક હોવ અને તમારા જીવનમાં ધનની કમી હોય તો મહેનત કરવાની સાથે નીચે જણાવેલ ઉપાયો કરવાથી તમને પૈસાની કમી રહેશે નહી.
શુક્રવાર નાં દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવી. એવું કરવાથી જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. જે લોકો આ દિવસે માં ને યાદ કરે છે અને પૂજા કરે છે તેના પર માં ની કૃપાદૃષ્ટિ બની રહે છે. માટે શુક્રવાર નાં દિવસે માં લક્ષ્મી પૂજન જરૂર કરવું. અને તેને કમળનું ફૂલ જરૂર પણ કરવું.
ગુરુવાર નાં દિવસે આ ઉપાય કરવો. ગુરુવાર નાં દિવસે એક નાળિયેર પીળા રંગના કપડામાં વીંટાળીને પછી તેમાં લાડુ અને જનોઈ નો જોટો રાખીને આ દરેક વસ્તુ ભગવાન વિષ્ણુ પાસે રાખવી અને પૂજા કરવી સાથે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ મંત્રનાં જાપ કરવા. આ પ્રકારે સાત ગુરુવાર સુધી નાળિયેર સાથે જોડાયેલ ઉપાય કરવાથી ધન સાથે જોડાયેલ પરેશાની દૂર થઈ જશે. જે લોકોની પાસે બિલકુલ પણ ધન ટકતું નથી. અને તેનું ધન ખર્ચાઈ જતું હોય તેવા લોકોએ આ ઉપાય મંગળવાર નાં દિવસે કરવો. મંગળવાર નાં દિવસે લાલ સિંદૂર માં ચમેલીનું તેલ મિક્ષ કરવું ત્યારબાદ નાળિયેર પર સિંદૂર થી સ્વસ્તિક બનાવો. અને હનુમાનજીને તે નાળિયેર અર્પણ કરો. અને પ્રાર્થના કરવી કે, તમારી ધન સંબંધી પરેશાનીઓ દૂર કરે. આ ઉપાય ૫ મંગળવાર સુધી કરવો. આ ઉપાય કરવાથી ધન ટકી રહે છે. અને ધન સાથે જોડાયેલી દરેક પરેશાની દૂર થશે.
શનિવાર નાં દિવસે પીપળા નાં વૃક્ષની પૂજા કરવી. પૂજા કરતી વખતે તેની સામે ઘીનો દીવો કરવો. ત્યારબાદ પીપળાનાં વૃક્ષની પરિક્રમા કરવી. પૂજા કર્યા બાદ પીપળા નાં વૃક્ષ નું પાન ઘરે લાવી તેને તીજોરીમાં રાખવું. આ ઉપાય કરવાથી તિજોરી ધનથી ભરેલી રહેશે. તમે ઈચ્છો તો વેપાર નાં સ્થળ પર પણ તેને રાખી શકો છો. એવું કરવાથી વેપાર સારો ચાલે છે. અને ધનમાં બરકત રહેછે.
ઈલાયચી લઇને એક લીલા રંગના કપડામાં વીંટાળી ત્યારબાદ તેને માં લક્ષ્મી નાં ચરણો માં રાખવું. પૂજા કર્યા બાદ તે કપડાં ને તમારા પર્સ માં રાખો. એવું કરવાથી ધનની પરેશાની માંથી છુટકારો મળેછે.