કેરીનું સેવન કર્યા બાદ તુરંતજ ન કરો આ વસ્તુઓનું સેવન, થઈ શકે છે શરીરને ભારે નુકસાન

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. અને તેનું સેવન કરવાથી ઘણા રોગોથી રક્ષણ થાય છે. કેરી સ્વાદ માં ખૂબ જ મીઠી હોય છે. અને તેને ખાવાથી અનેક લાભ થાય છે. જે લોકો કેરીનું સેવન કરે છે. તેના શરીરમાં લોહીની કમી રહેતી નથી. નિયમિત રૂપથી આ ફળનું સેવન કરવાથી પાચનક્રિયા પર સારી અસર જોવા મળે છે. અને પેટ સાથે જોડાયેલ રોગ થતા નથી. આ ઉપરાંત કેરી વિટામિન ઈ ભરપૂર હોય છે. જે તમારી આંખોની રોશનીને વધારે છે. આ ઉપરાંત કેરી ત્વચા માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે. તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે.કેરી ને તમારી ડાયટમાં જરૂર થી શામેલ કરવી. જો કે કેરી ખાતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે, તેનું વધારે સેવન કરવું જોઇએ નહીં. વધારે માત્રામાં કેરીનું સેવન કરવાથી ડાયાબિટીસ થઈ શકે છે. તેમજ આ વસ્તુઓ નું સેવન કેરી ખાધા બાદ તરત જ કરવું જોઇએ નહીં.
પાણી
કેરીનું સેવન કર્યા બાદ તુરંત જ પાણી પીવાની ભૂલ કરવી જોઈએ નહીં. કેરી પર પાણી પીવાથી પેટમાં ગેસ અને એસીડીટી સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત આંતરડા માં ઈન્ફેક્શન થઈ શકે છે. કેરી પર તુરંત જ પાણી પીવું જોઈએ નહીં. વધારે તરસ લાગી હોય તો એક અડધા કલાક બાદ પાણી પીવું.
કોલ્ડ્રિંક્સ
કેરીનું સેવન કર્યા બાદ કોઈ જ્યૂસ કે કોલ્ડ્રિંક્સ પીવું જોઈએ નહીં. કોલ્ડ ડ્રિંક પીવાથી નુકસાન થાય છે. એ જ રીતે કેરી પર જ્યુસ પીવાથી પણ શરીરમાં સુગરનું લેવલ વધી જાય છે. જેથી ડાયાબિટીસ થઈ શકે છે.
દહી
દહીંનું સેવન કેરી ખાધા બાદ એક કલાક બાદ કરવું જોઈએ. કેરીનું સેવન કર્યા બાદ તરત જ દહીં નું સેવન કરવાથી શરીરમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ બનવા લાગે છે જેનાથી ઘણા રોગ શરીરમાં થઈ શકે છે.
કારેલા
કેરીનું સેવન કર્યા બાદ કારેલાનું સેવન કરવું જોઇએ નહીં. કેરી બાદ તરત જ કારેલા ખાવાથી પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે. ઊલટી અને શ્વાસ લેવામાં પરેશાની ની સમસ્યા થઈ શકે છે.
ખાંડ
કેરીનું સેવન કર્યા બાદ ખાંડ ખાવાથી બચવું. કેરી પર ખાંડ કે ખાંડ યુક્ત વસ્તુઓનું સેવન કરવાથી સુગર લેવલ વધી શકે છે. ઘણીવાર તેનાથી મન ખરાબ થઈ શકે છે.કેરી ખાધા બાદ તેના પર ગરમ દૂધ પીવું ઉત્તમ ગણવામાં આવે છે. ખાંડ વગરનું ગરમ દૂધ કેરી ખાધા બાદ પીવામાં આવે તો તેનાથી શરીરમાં લોહીની કમી થતી નથી. સાથે જ ત્વચા માં પણ નિખાર આવે છે.