કરિશ્મા કપુર આ કારણને લીધે અક્ષય કુમારને કરે છે નફરત, ઘણી ફિલ્મોંમાં સાથે કામ કરવાથી કરી મનાઈ

ભારતમાં કોરોના મહામારી માટે તમામ સગવડો કર્યા પછી પણ પગ ફેલાવી રહ્યો છે. સરકાર કોરોનાનાં આ પ્રકોપ પર લગામ મેળવવા માટે લોકોની સુવિધા અને જરૂરિયાત ને ધ્યાનમાં રાખી નક્કર પગલાં લઈ રહી છે. તેવામાં દેશમાં ફરી એક વખત લોકડાઉન લગાવવામાં આવ્યું છે, જેથી આપણે બધા ઘરે સલામત રહી શકીએ. સરકારની ગાઇડ લાઇનનાં પગલે ફક્ત સામાન્ય માણસ જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સ પણ ઘરે છે. કારણકે કોરોનાને લીધે દેશભરમાં તમામ પ્રકારનું શૂટિંગ બંધ થઈ ગયું છે. આવી સ્થિતિમાં આપણા સેલેબ્સનાં ઘણા કિસ્સાઓ અને જુની વાતો આજકાલ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે.
આ કિસ્સામાં થી એક કિસ્સો બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર અને કરિશ્મા કપુરનો છે. અત્યારના દિવસોમાં સોશિયલ મીડિયા પર તે કિસ્સો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે બંને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને બંને એક સમયે હિટ હતા. આ બંનેની જોડીને પણ પ્રેક્ષકોએ ખુબ જ પસંદ કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે એક સમય એવો હતો જ્યારે કરિશ્મા કપુર અક્ષય કુમારને નફરત કરવા લાગી હતી. આજે કરિશ્મા ફિલ્મ તો શું પરંતુ બોલિવૂડથી પણ દૂર છે અને અક્ષયની વાત કરીએ તો અત્યારનાં સમયમાં તે અનેક મોટા પ્રોજેક્ટસ નો ભાગ છે. થોડાક દિવસો પહેલા જ તેમની ફિલ્મ લક્ષ્મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
તમને જણાવી દઈએ તો અક્ષય અને કરિશ્મા કપુરે સાથે ફિલ્મ જાનવર, મેરે જીવન સાથી, હા મેને ભી પ્યાર કિયા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય ફિલ્મ દીદાર માં કરિશ્મા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તે સમયે કરિશ્મા કપુર ઇન્ડસ્ટ્રીઝનાં મોટા પરિવાર સાથે સંકળાયેલી હતી. જ્યારે અક્ષય કુમાર નવા હતા. ઈન્ડસ્ટ્રીઝમાં તેમનો કોઇ ગોડફાધર નહોતો, તેથી આ બંને વચ્ચે ઘણો તફાવત હતો. અક્ષય કુમાર ફિલ્મ દિદારનાં સેટ ઉપર ખુબ જ સરળ હતા. આ ફિલ્મના સેટ ઉપર કરિશ્માને ખુબ જ ઓછું અટેન્શન મળતું હતું. તે દરમિયાન ડાયરેક્ટર પ્રમોદ ચક્રવતી અક્ષય કુમારનાં ખુબ જ સારા મિત્ર બની ગયા. આવી સ્થિતિમાં કરિશ્માએ ગુસ્સે થઈને અક્ષય કુમારને કહ્યું કે તે ડાયરેક્ટરનો ચમચો છે. ત્યારથી જ તેણે અક્ષય કુમારની દુર રહેવા લાગી હતી.
કરિશ્માની નફરત પૂરી થઇ ન હતી, તે જ્યારે પણ અક્ષય ને જોતી ત્યારે તે પરેશાન થઇ જતી હતી. પરંતુ કરિશ્મા માટે અક્ષયના મનમાં કોઈ કડવાશ ન હતી. તે સમયે કોઈ મોટી ફિલ્મો મળી નહીં. તેવામાં તેમણે અક્ષયની સાથે ઈચ્છા વગર પણ ઘણી ફિલ્મો કરવી પડી હતી. તમને જણાવી દઈએ તો અક્ષય કુમારે કરિશ્માની બહેન કરીના કપુર સાથે પણ ઘણી ફિલ્મો કરી છે. કરીનાની સાથે તેમની જોડી ને ખુબ જ પસંદ કરવામાં આવી છે.
આટલું બધુ થયા પછી કરિશ્માએ નક્કી કર્યું કે હવે તે અક્ષય કુમારની સાથે કામ કરશે નહીં. ત્યારે તેમને યશરાજની ફિલ્મ દિલ તો પાગલ હે સાઇન કરી હતી. આ ફિલ્મમાં પણ અક્ષય કુમારની નાની ભૂમિકા હતી. જો કે આ ફિલ્મમાં તેમની અક્ષય કુમારની વિરુદ્ધ કામ કરવાનું નહોતું, તેથી તે ફિલ્મનો ભાગ બની રહી. ત્યારબાદ કરિશ્માએ અક્ષય સ્ટારર ઘણી ફિલ્મોને કરવાની ના પાડી. તેમાં સંઘર્ષ અને હેરાફેરીનું નામ પણ છે. અક્ષય ખુબ જ જલ્દી બેલબોટમ, સૂર્યવંશી, બચ્ચન પાંડે, પૃથ્વીરાજ, રક્ષાબંધન, રામસેતુ, અતરંગી રે માં જોવા મળશે.