કરીનાનાં બાળપણનો રોલ નિભાવનાર આ બાળકી હવે દેખાય છે સુંદર અને ગ્લેમરસ, જુઓ તસ્વીરો

બોલીવુડમાં ઘણા સ્ટાર્સ એવા હોય છે જેમને હિન્દી સિનેમામાં બાળ કલાકારના રૂપમાં પણ કામ કર્યું છે. ઘણા કલાકારોનો બાળપણનો રોલ ફિલ્મમાં કોઈ કરે છે. બોલિવૂડની સુંદર અને જાણીતી અભિનેત્રી કરિના કપૂર ખાનની સાથે પણ એવું થયું છે. જણાવી દઈએ તો કરીના કપૂર ની ફિલ્મ મુજસે દોસ્તી કરોગે માં તેમના બાળપણનું પાત્ર બરખા સિંહે કર્યું છે.
યશરાજની ફિલ્મ મુજસે દોસ્તી કરોગે વર્ષ ૨૦૦૨માં આવી હતી. કરીનાની સાથે ફિલ્મ રાની મુખર્જી, ઋત્વિક રોશન અને ઉદય ચોપડાનો મુખ્ય રોલ હતો. આ ફિલ્મમાં કરિનાનાં બાળપણનો રોલ પણ છે અને તેને નિભાવવાની જવાબદારી મળી હતી બરખા સિંહને. તે નાની બાળકી ટીના હવે ખૂબ જ મોટી થઈ ગઈ છે અને તેને ઓળખવી સરળ નથી. પરંતુ બરખા સિંહ મોટી થઈ ત્યારબાદ ફિલ્મોમાં જોવા મળી નથી.
જણાવી દઈએ તો અત્યારે બરખા સિંહ પોતાની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તે એક યુટ્યુબર નાં રૂપમાં કામ કરી રહી છે. ૧૯ વર્ષ પછી અત્યારે બરખા સિંહ પોતાના ક્ષેત્રમાં સફળ છે અને ખૂબ જ સુંદર પણ છે. હાલમાં તે એક ઇન્ટરવ્યૂનો ભાગ બની હતી, જ્યાં તેમની સાથે અમુક વાતો થઈ હતી.
એક ઇન્ટરવ્યૂમાં બરખા સિંહને સવાલ કરવામાં આવ્યો હતો. શું તમે પણ મોટા થઈને ઈન્ડસ્ટ્રીઝમાં ફિટ થવા માટે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે મને કોઈ સમસ્યા થઈ ન હતી. કારણકે મેં બાળપણથી જ કામ એક કલાકારની રીતે નહીં, પરંતુ મસ્તીમાં કામ કર્યું છે. મેં કોઈ મોટી ફિલ્મ અથવા લાંબા ચાલતા શોમાં કામ કર્યું નથી.
મેં તો ખાલી ગરમીની રજાઓમાં જેમ કંઈ કામ કરી લઈએ, તેવી રીતે અભિનય કર્યો હતો. મારા મનમાં તો એ હતું કે સ્વીઝરલેન્ડ જઈએ અને ઋત્વિક રોશન કરીના અને રાની સાથે મુલાકાત કરીએ. વળી એટલે સુધી કે મેં એટલા માટે ઓડિશન આપ્યું હતું કે મારી માતા મને આઈસ્ક્રીમ લાવી આપે.
બરખા એ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે બાળ કલાકારના રૂપમાં તે વધારે મશહૂર થઈ ન હતી. તેમણે કહ્યું હતું કે હું મશહૂર બાળ કલાકાર નથી અને મારે મોટા થઈને ફરીથી મશહૂર થવું હતું. મેં જ્યારે ફરી અભિનયમાં પગ રાખ્યો ત્યારે મેં યશરાજ અથવા કોઇ મોટા બેનરની પાસે ગઈ ન હતી અને જમીની સ્તર થી ફરીથી શરૂઆત કરી.
આગળ તેમણે કહ્યું કે ઘણા લોકો એવા છે જેમને અત્યાર સુધી પણ તે ફિલ્મ માટે હું યાદ છું. ક્યારેક ઘણા લોકો મને નાની કરીના કહીને બોલાવે છે. ઘણા લોકો કહે છે કે મારો ચહેરો એવો જ છે, જેવો બાળપણમાં હતો. મને ૬૦૦-૭૦૦ બાળકોની વચ્ચે તે રોલ માટે પસંદ કરી હતી. આજે તે ખૂબ જ ખુશ છે કે લોકો તેને ભૂલેલા બાળ કલાકારના રૂપમાં નહીં પરંતુ અત્યારે પણ કામ માટે ઓળખે છે.
ટીવી પર કર્યું ડેબ્યૂ ઘણા શોનો રહી છે ભાગ
વર્ષ 2013માં બરખા સિંહે ટીવી કારકિર્દીની શરૂઆત કરી તે દરમિયાન યે હે આશિકી માં જોવા મળી હતી. યે હે આશિકી પછી ભાગ્યલક્ષ્મી, એમટીવી ફના, કેસી હૈ યારીયા અને બ્રિધ જેવા શોમાં કામ કર્યું છે. તે અત્યારે પોતાના યુટ્યુબ વિડીયોની સાથે જ ટીવી શો, વેબ સિરીઝમાં પણ ચર્ચામાં જળવાઈ રહે છે.