કરીના અને પ્રિયંકાની વર્ષો જુની દુશ્મની આજે પણ જળવાઈ રહેલી છે, નિક જોનાસને લઈને કરીનાએ ઉડાડી પ્રિયંકાની મજાક

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોકો જેટલું એકબીજાની નજીક દેખાય છે, હકીકતમાં એટલું હોતું નથી અને આમ પણ બોલીવુડની કેટ ફાઇટ વિશે તો તમે સારી રીતે જાણતા હશો. તેવામાં આજે અમે તમને બોલીવુડની બેબો અને દેશી ગર્લની કેટ ફાઇટ વિશે જણાવીશું, જે ખુબ જ મશહુર રહી છે. બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ વચ્ચે કેટ ફાઇટ જોવા મળે છે, પરંતુ તેની વચ્ચે કરીના અને પ્રિયંકાના વચ્ચે લાંબા સમયથી સારું નથી. હવે એક વખત ફરી કરિનાએ તે વાત વ્યક્ત કરી છે કે જ્યારે તેમની પ્રિયંકાની ઉપર કટાક્ષ કર્યો. હમણાં તમને જણાવી દઈએ તો અત્યારે કરીનાએ અમુક એવી વાતો કહી છે, જેનાથી ખબર પડી કે પ્રિયંકાની ઉપર કરવામાં આવ્યો હતો કટાક્ષ.
ઇન્ટરવ્યૂ દરમિયાન કરિનાએ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ૫૦ વર્ષનો અભિનેતા ૨૦ વર્ષની અભિનેત્રી સાથે રોમાન્સ કરી શકે છે, પરંતુ તેનાથી વિપરીત ૫૦ વર્ષની કોઈ અભિનેત્રી કોઈ યુવાન અભિનેતા સાથે રોમાન્સ નથી કરી શક્તિ. કારણ કે તે કરવું ખુબ જ અજીબ લાગે છે. તો તેના જવાબમાં કરીનાએ પ્રિયંકાનું ઉદાહરણ આપ્યું હતું અને સાથે એ પણ કહ્યું હતું કે એવું જરૂરી નથી કે માત્ર લોકોને પોતાના મગજમાં ફીટ કર્યું છે. તેમના પ્રમાણે ૫૦ વર્ષની મહિલા હોય તો તે છૂટાછેડા લીધેલી જ હશે. કરીનાનું કહેવું છે કે હવે તો પોતે પણ ઉંમરનાં એજ સ્થાન પર છે, અને ફિલ્મોમાં આ પ્રકારનાં રોલ કરી લોકોનાં આ વિચારને બદલશે.
કરીનાએ આગળ કહ્યું કે હવે તમે જોઇ લો બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન સ્ટાર નિક જોનાસ બંને અલગ-અલગ જનરેશનનાં છે, પરંતુ બંને આજે એક સાથે છે. એ શું હું અને સૈફ પણ અલગ અલગ જનરેશનનાં છીએ, પરંતુ સાથે છીએ. લોકોને બસ પોતાના વિચારો બદલવાની જરૂર છે. કરીનાએ કહ્યું કે “બધાઈ હો” જેવી ફિલ્મ આ પ્રકારની વિચારસરણીને બદલવામાં મદદ કરશે. જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક જોનાસ વચ્ચે ૧૦ વર્ષનું અંતર છે. પ્રિયંકા નિક થી ૧૦ વર્ષ મોટી છે. શરૂઆતમાં બંનેના સંબંધોને ખુબ જ ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ બંને તેને ખુબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. કરીના સૈફ અલી ખાન થી ૧૦ વર્ષ નાની છે.
તમને જણાવી દઈએ તો કરીના અને પ્રિયંકા સમય-સમય પર બંને વચ્ચે મતભેદનાં સમાચાર આવતા રહે છે. હમણાં જ વર્ષ ૨૦૧૭માં બંને જ્યારે કરણ જોહરનાં મશહુર શો “કોફી વિથ કરણ” માં આવ્યા હતા, તે દરમિયાન તેમની વચ્ચે ખુબ જ તકરાર થઈ હતી. બંને એકબીજાનાં રિલેશન ઉપર ચર્ચા થઈ હતી. મજેદાર વાત તો એ છે કે કરીનાનાં સવાલ ઉપર પ્રિયંકાએ ખુબ જ જોરદાર જવાબ આપ્યો હતો.
આ બોલીવુડની રીત છે જે દશકો થી ચાલતી આવી રહી છે. આ કેટ ફાઇટ ક્યાં સુધી ચાલશે તેનો અંદાજો કોઈ પણ નથી લગાવી શકતું. ભલે પછી તે બે હિરોઈન વચ્ચે હોય અથવા અન્ય સ્ટારની વચ્ચે. તે જરૂરી નથી કે તે અભિનેત્રીઓ વચ્ચે હોય કે પછી અભિનેતાઓ વચ્ચે.