કપુર સાથે જોડાયેલ આ ઉપાય ચમકાવી દેશે તમારું ભાગ્ય, આ ઉપાય કરીને કોઈપણ બની શકે છે ધનવાન

કપુર સાથે જોડાયેલ આ ઉપાય ચમકાવી દેશે તમારું ભાગ્ય, આ ઉપાય કરીને કોઈપણ બની શકે છે ધનવાન

પૂજા દરમિયાન કપૂરનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે અને કપૂર પ્રગટાવ્યા વગર પૂજા સફળ માનવામાં આવતી નથી. એટલે માટે જ્યારે પણ કોઈ પૂજા અથવા હવન કરો તો કપૂરનો પ્રયોગ જરૂર કરો. પૂજા સિવાય કપૂરની મદદથી ઘણા પ્રકારનાં દોષ પણ દૂર કરી શકાય છે. આજે અમે તમને કપૂરના અમુક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમારી ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

નકારાત્મક ઉર્જા દૂર થાય

ઘરમાં નકારાત્મક ઊર્જા મહેસૂસ થવા પર એક કટોરીની અંદર કપૂર રાખી દો અને આ કપૂરને ઘરના કોઈ પણ ખૂણામાં રાખી દો. સમય-સમય પર આ કપૂરને બદલતા રહો. આવી રીતે દરરોજ પૂજા કરતા સમયે કપૂર જરૂરથી પ્રગટાવો અને કપૂરને સમગ્ર ઘરમાં ફેરવો. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઇ જશે અને ઘરમાં શાંતિ રહેશે.

વાસ્તુદોષ દૂર થાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કપૂરની મદદથી ઘરનાં વાસ્તુદોષ પણ દૂર કરી શકાય છે. ઘરમાં વાસ્તુદોષ થવા પર પૂજા-પાઠ કરતા સમયે કપૂર પ્રગટાવો. આવું કરવાથી ઘરનો વાસ્તુ યોગ્ય થઈ જશે. આ પ્રકારથી દુકાન ઉપર પણ કપૂર પ્રગટાવવું શુભ માનવામાં આવે છે. દુકાનમાં કપૂર પ્રગટાવી તેને યોગ્ય રીતે દરેક ખૂણામાં ફેરવો. બની શકે તો કપૂર પ્રગટાવતા સમયે તેમાં લવિંગ પણ ઉમેરી દો.

ધનલાભ માટે

ધનલાભ માટે તમે લાલ ગુલાબના ફૂલમાં કપૂરનો એક ટુકડો રાખી દો અને આ કપૂરને પ્રગટાવીને તેને માં લક્ષ્મીની સામે અર્પિત કરો. આ ઉપાય કરવાથી ધનલાભ થવા લાગશે. આવી જ રીતે તમે કપૂર પ્રગટાવીને ફુલ સહિત દુર્ગા માંને પણ અર્પિત કરી શકો છો. નકામો ખર્ચ થવા પર સાંજના સમયે કપૂરનો દીવો પ્રગટાવો અને તેને સમગ્ર ઘરમાં ફેરવો અને માં લક્ષ્મીની આરતી કરો.

નજરદોષ દૂર કરે

નજરદોષ લાગવા પર તમારે કપૂરને માથા ઉપર સાત વખત ફેરવવું અને પછી તેને પ્રગટાવવું. આવું કરવાથી નજરદોષ ખતમ થઇ જશે. આ પ્રકારથી પિતૃઓની પૂજા કરતા સમયે કપૂરનો પ્રયોગ જરૂર કરો અને તેને જરૂરથી પ્રગટાવો. આવું કરવાથી પિતૃદોષ ખતમ થઇ જાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *