કાન માટે ઘાતક બની રહ્યા છે હેડફોન, દરરોજ કાનની સમસ્યા લઈને હોસ્પિટલ પહોંચી રહ્યા છે ૧૦ લોકો

કાન માટે ઘાતક બની રહ્યા છે હેડફોન, દરરોજ કાનની સમસ્યા લઈને હોસ્પિટલ પહોંચી રહ્યા છે ૧૦ લોકો

આજકાલ લોકો હેડફોનનો ખૂબ જ ઉપયોગ કરે છે અને ઘણા લોકો તો દરેક સમયે કાનમાં હેડફોન લગાવીને રાખતા હોય છે. હેડફોન વધારે પડતો ઉપયોગ કરવા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જોકે આ વાત જાણવા છતાં પણ લોકો હેડફોન વધારે પડતો ઉપયોગ કરવામાં જરા પણ અચકાતા નથી. હેડફોનનાં વધારે પડતા પ્રયોગને કારણે ઘણા બધા લોકોની તબિયત ખરાબ થઈ રહી છે અને મુંબઈની જેજે હોસ્પિટલમાં દરરોજ કાનનાં સંક્રમણનાં મામલા સામે આવી રહ્યા છે.

ડોક્ટરોનાં જણાવ્યા અનુસાર તેમની પાસે કાનમાં દુખાવો અને સંક્રમણ થવાના મામલાઓ વધારે આવવા લાગ્યા છે. આ મામલામાં આ વૃદ્ધિ લોકડાઉન બાદ જોવા મળે છે. લોકડાઉનને કારણે લોકોની વચ્ચે હેડફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે, જેના કારણે તેમને કાનમાં દુખાવો અને સંક્રમણની ફરિયાદ થઇ રહી છે.

ચિકિત્સા વિશેષજ્ઞોનાં જણાવ્યા અનુસાર પાછલા ૮ મહિનાથી હેડફોન અને ઇયર ફોનનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે અને લોકો કલાકો સુધી તેને કાનમાં લગાવી રાખે છે. મુંબઈની જેજે હોસ્પિટલનાં ઇએનટી વિભાગનાં પ્રમુખ ડોક્ટર શ્રીનિવાસ ચૌહાણનાં જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી હેડફોનનો ઉપયોગ કરવાને કારણે લોકોનાં કાન સાથે જોડાયેલી ફરિયાદો સામે આવી રહી છે.

હોસ્પિટલનાં કાન, નાક અને ગળા વિભાગ દરરોજ ૫ થી ૧૦ લોકો આવી રહ્યા છે. મોટાભાગનાં લોકો કામ કરવા માટે ૮ કલાકથી વધારે સમય સુધી હેડફોનનો ઉપયોગ કરે છે, જેનાથી તેમના કાન ઉપર ખૂબ જ વધારે દબાણ પડે છે અને સંક્રમણનો પ્રસાર થઈ જાય છે.

ઘણા કલાકો સુધી ઊંચા અવાજમાં સાંભળવાને કારણે કાન પર ખરાબ અસર પડી રહી છે. ઊંચો અવાજ સાંભળવાને કારણે કાનની ક્ષમતા કમજોર પડી જાય છે. ડૉ. શ્રીનિવાસ ચૌહાણનાં જણાવ્યા અનુસાર આ ઈયર વેક્સને કારણે કીટાણું પ્રાકૃતિક રૂપથી મરે છે, તેનાથી સંક્રમણ અટકે છે. પરંતુ કાન સાફ કરવા માટે રૂ નાં ઉપયોગથી રક્ષાત્મક વેક્સ દૂર થઈ જાય છે અને કાનમાં કીટાણુઓનાં સંક્રમણનો ખતરો વધી જાય છે.

કાનના સંક્રમણથી બચવા માટે ડોક્ટર શ્રીનિવાસ ચૌહાણે સલાહ આપતા જણાવ્યું હતું કે હેડફોનનાં વધારે પડતા ઉપયોગથી બચવું જોઈએ. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોએ હેડફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *