કાનમાં દુ:ખાવો થવા પર લસણ – આદુનો કરો ઉપાય, તુરંત મળી જશે રાહત

કાનમાં દુ:ખાવો થવા પર લસણ – આદુનો કરો ઉપાય, તુરંત મળી જશે રાહત

કાનમાં દુખાવો થવા પર સુતા સમયે અથવા જમતા સમયે પરેશાની થાય છે. એટલું જ નહીં ઘણી વખત આ દુખાવો માથા સુધી પણ પહોંચી જાય છે. કાનમાં દુખાવો થવા પર તુરંત તેનો ઈલાજ કરાવવો જોઇએ. કારણ કે સમય પર ઇલાજ ન થવાને કારણે અને સમસ્યા વધી જાય છે અને ઘણી વખત કાનમાંથી લોહી પણ વહેવા લાગે છે. કાનમાં દુખાવો થવા પર તમે નીચે બતાવવામાં આવેલા ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો. આ ઉપાય કરવાથી કાનના દુખાવામાં રાહત મળશે.

લસણ

લસણમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે સંક્રમણનો ઈલાજ કરવામાં મદદગાર સાબિત થાય છે. એટલા માટે કાનમાં દુખાવો થવા પર તમે લસણનો પ્રયોગ કરી શકો છો. કાનમાં દુખાવો થવા પર દરરોજ લસણનું સેવન કરો. તેને ખાવાથી દુખાવામાં આરામ મળે છે, તે સિવાય તમે કાનમાં લસણનો રસ પણ નાખી શકો છો. લસણનો રસ કાઢવા માટે તેને યોગ્ય રીતે પીસી લો અને આ રસ નીકળે તેને રૂની મદદથી કાનમાં નાખી દો. તમે ઇચ્છો તો આ રસની અંદર તેલ પણ ઉમેરી શકો છો.

સરસવનું તેલ

સરસવના તેલની મદદથી પણ આ દુખાવો દૂર થઇ જાય છે. કાનમાં દુખાવો થવા પર સરસવનું તેલ ગરમ કરી લો અને તેની અંદર લસણની એક કળી નાખી દો. આ તેલને ગરમ કર્યા બાદ થોડું ઠંડુ થવા દો. ત્યારબાદ એક કોટનની મદદથી તેને કાનમાં નાખી દો. દિવસમાં ત્રણ વખત આ પ્રક્રિયા કરો. તમારા કાનનો દુખાવો ગાયબ થઈ જશે.

આદુ

આદુ પણ કાનનો દુખાવો ભગાવવા માટે કારગર સાબિત થાય છે. હકીકતમાં આદુની અંદર પણ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે, જે દર્દને શાંત કરે છે. કાનમાં દુખાવો થવા પર આદુનાં નાના-નાના ટુકડા કાપી લો. ત્યારબાદ સરસવનાં તેલને ગરમ કરો અને તેની અંદર આદું ઉમેરી દો. તેલ ગરમ થયા બાદ તમે તેને રૂની મદદથી કાનની અંદર નાખો અને કાન ઉપર રૂ રાખી મૂકો.

આઈસ પેક

આઈસ પેકને દુખાવો થતા કાન પર રાખી દો. આવું કરવાથી કાનનો દુખાવો દૂર થઇ જશે. આઈસ પેકની જગ્યાએ તમે ઈચ્છો તો હીટ પેડ પણ કાન પાસે રાખી શકો છો. જો તમારી પાસે હિટ પેડ નથી તો તમે એક કપડાંને ગરમ કરીને કાન ની પાસે રાખી શકો છો. આ રીતે આઈસ પેક ન હોવા પર તમે એક કપડાની અંદર બરફ બાંધીને રાખી દો અને તેને કાનની પાસે રાખો. આવું કરવાથી ૧૦ મિનિટની અંદર જ કાનના દુખાવામાં રાહત મળી જશે. આ પ્રક્રિયાને દિવસમાં ૪ વખત કરવી.

એપલ સાઇડર વિનેગર

એપલ સાઈડર વિનેગરને કાનમાં નાખવાથી પણ કાનનો દુખાવો દૂર થઇ જાય છે. કાનમાં દુખાવો થવા પર ઍપલ સાઇડર વિનેગરને પાણીની સરખી માત્રામાં લો. ત્યારબાદ બંનેને મિક્સ કરીને તેના અમુક ટીપાં કાનમાં નાખો. ત્યારબાદ કોટન બોલથી કાનને બંધ કરી દો. એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરવાથી કાનનાં દુખાવામાં રાહત મળે છે. સાથોસાથ જો દુખાવાને કારણે કાનમાં સોજો આવી ગયો હોય તો તે પણ દૂર થાય છે. હકીકતમાં તેમાં જીવાણુરોધી ગુણો હોય છે, જે દુખાવો ભગાવવા અને સોજો ઓછો કરવામાં સહાયક હોય છે.

ઓલિવ ઓઇલ

થોડું ઓલિવ ઓઈલ ગરમ કરી લો. ત્યારબાદ કોટનની મદદથી ઓલિવ ઓઈલના અમુક ટીપાં કાનમાં નાંખી લો. આવું કરવાથી દુખાવો તુરંત દૂર થઈ જશે. જો કે તે વાતનું ધ્યાન રાખવું કે વધારે તેલ કાનમાં ન પડે. વધારે તેલ કાનમાં પાડવાથી ઈયર બર્ડને નુકસાન પહોંચી શકે છે. વળી તમે ઈચ્છો તો ઓલિવ ઓઈલ ની અંદર લસણ અને આદુ પણ ઉમેરી શકો છો.

રૂ થી સાફ કરો કાન

ઘણી વખત કાન સાફ ન થવાને કારણે પણ તેમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. એટલા માટે તમારે કાને કોટનની મદદથી જરૂરથી સાફ કરવા જોઈએ. જેથી અંદર ગંદકીને કારણે કાનમાં દુખાવો થઈ રહ્યો હોય તો તે દૂર થઈ જાય.

ઉપર બતાવેલા બધા જ નુસખા કારગર છે, એટલા માટે તમે તેને જરૂરથી કરો. તેની મદદથી કાનમાં થઇ રહેલ દુખાવો દૂર થઇ જશે. જો કે આ ઉપાય બાદ પણ જો તમને આરામ નથી મળતો, તો ડોક્ટરની સલાહ લેવી. સાથોસાથ તે વાતનું પણ ધ્યાન રાખવું કે તમારે નાના બાળકો પર આ ઉપાય અજમાવવા ના જોઈએ. નાના બાળકોને જો કાનમાં દુખાવાની ફરિયાદ હોય તો તમારે તેનો ઈલાજ ફક્ત ડોક્ટર પાસે કરાવવો જોઈએ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *