કઈ રીતે કોમેડી કિંગ બન્યા કપિલ શર્મા, પિતાનાં નિધને બદલ્યું જીવન

કોમેડી ની દુનિયામાં કપિલ શર્માએ મોટું નામ મેળવ્યું છે. તેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ તેમની કોમેડી નાં લીધે દુનિયાભરમાં ખાસ ઓળખ બનાવી છે. તેમનાં કોમેડી શો માં હમેંશા વિદેશી મહેમાનો નો પણ જોવા મળે છે. કપિલ શર્મા ને પોતાના શક્તિશાળી અને શાનદાર કામનાં લીધે કોમેડીકિંગ પણ કહેવામાં આવે છે.
કપિલ શર્મા ને આજે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. દરેક વર્ગ નાં દર્શકો કપિલ શર્મા ને જોવાનું અને સાંભળવાનું પસંદ કરે છે. લોકોને તેમના જોક પણ પેટ પકડીને હસાવે છે. કપિલ શર્માએ પોતાના કારકિર્દી માં ઘણી સફળતા મેળવી છે. અને આજે તે એક આલીશાન જીવન જીવે છે. આજે કપિલ શર્માની ફેન ફોલોઈંગ બોલિવૂડ નાં કોઈ સ્ટાર થી ઓછી નથી. અહીં સુધી પહોંચવા માટે કપિલ શર્માને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. તો ચાલો આજે જણાવીશું કોમેડી કિંગ સાથે જોડાયેલી અમુક ખાસ વાતો.
કપિલ શર્માનો જન્મ ૨ એપ્રિલ ૧૯૮૧ નાં પંજાબ નાં અમૃતસરમાં થયો હતો. તેમનું પૂરું નામ કપિલ પુંજ છે. ત્યારબાદ તે કપિલ શર્મા બની ગયા. આજે તેમની પાસે એશો આરામની દરેક ચીજો છે. મોંઘુ ઘર અને લક્ઝરિયસ ગાડીઓ નાં માલિક છે. પરંતુ પિતાનાં મૃત્યુ પછી તેમના જીવનમાં એક અલગ સમય આવ્યો હતો.
વર્ષ ૨૦૦૪ માં કપિલ શર્મા નાં પિતાનું નિધન કેન્સર જેવી ગંભીર બીમારી નાં લીધે થયું હતું. કપિલ નાં પિતા પંજાબમાં સબ ઇન્સ્પેકટર નાં પદ ઉપર કાર્યરત હતા. પિતાનાં અચાનક થી જતા રહેવાથી કપિલને ખૂબ જ ઝટકો લાગ્યો હતો. પિતાનાં નિધન પછી કપિલ ને પંજાબ પોલીસની તરફથી નોકરીની ઓફર આવી હતી. પરંતુ નસીબ ને કંઈક બીજું જ મંજૂર હતું. પિતાનાં નિધન નાં કારણે કપિલ નાં ઉપર દરેક જવાબદારીઓ આવી ગઈ હતી. તેવામાં તે કમાવવા માટે બહાર નીકળી ગયા.
કપિલ શર્મા નાં પિતાના સ્થાન પર ઓફર આવેલી પોલીસની નોકરી ના પાડી હતી. ત્યારબાદ તેમને ફોન બુથ ઉપર કામ કર્યું. થોડોક સમય ત્યાં કામ કર્યા પછી તેમણે બીજી દિશામાં આગળ વધવાનો પ્રયાસ કર્યો અને તે કોમેડી કરવાની સાથે સાથે એક સારા ગાયક પણ છે. તે પોતાની કલાને મૂર્ત રૂપ આપવા માંગતા હતા. અને પછીથી ખૂબ જલ્દી તેમના જીવનમાં ચમત્કાર થઈ ગયો. વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન ટેલિવિઝન પર મોટુ એક્સપરિમેન્ટ કરવાનું વિચાર્યું. તેવામાં દેશમાં “ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ” નામનાં શો ની શરૂઆત થઈ. કપિલ શર્મા એ પણ તેમાં ભાગ લીધો. તેમણે માત્ર ભાગ લીધો એટલું જ નહીં. પરંતુ આગળ જઈને આ શો ના ત્રીજા સિઝન નાં વિજેતા પણ બન્યા.
કપિલ શર્માએ તેની સાથેજ કોમેડી ને પોતાની કારકિર્દી બનાવવાનું વિચાર્યું. અને હંમેશા પોતાના કરિયરમાં સફળતા મેળવવા માટે આગળ જઈને ૬ વખત કોમેડી સર્કસની ટ્રોફી પોતાના નામે કરી. તેમણે સાબિત કરી બતાવ્યું કે, તે મોટા અને સારા કોમેડિયન છે.ટીવીની દુનિયાની સાથે જ કપિલ શર્માએ બોલિવૂડમાં પણ ઓળખ મેળવી છે. આ દરમિયાન ઘણી વાર અનેક એવોર્ડ શો માં હોસ્ટ નાં રૂપમાં પણ જોવા મળ્યા છે. તેવામાં હિન્દી સિનેમાનાં મોટા સ્ટાર્સની સાથે તેમની સ્ટેજ શેયર કરવાનો અવસર પણ મળ્યો. ધીમે ધીમે બોલિવૂડથી તેમનો સંબંધ મજબૂત બનતો ગયો તેની વચ્ચે પોતાના શો “કોમેડી નાઈટ્સ વિથ કપિલ” લઈને આવ્યા. જે ખૂબ જ સફળ રહ્યો તે શો બંધ થયા પછી તેમણે “કપિલ શર્મા શો” નામનો શો ચાલુ કર્યો. આ શોમાં પણ તેમણે દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો.
આજે કપિલ શર્મા કોમેડી નું બીજું નામ છે. તે પોતાના પરિવારની સાથે એક સફળ અને ખુશાલ જીવન વ્યતીત કરે છે. પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે. કપિલે વર્ષ ૨૦૧૮ માં ગીન્ની ની જોડે લગ્ન કર્યા હતા. તે બન્ને બે બાળકો નાં માતા-પિતા છે. ડિસેમ્બર ૨૦૧૯ માં ગિન્ની એ પુત્રી અમાયરા ની જન્મ આપ્યો. જ્યારે થોડાક દિવસો પહેલાં જ તે પુત્ર નાં માતા પિતા બન્યા છે.