કાચા લસણ અને મધ નું આ સમય પર સેવન કરવાથી, વજન ફટાફટ થાય છે ઓછુ

કાચા લસણ અને મધ નું આ સમય પર સેવન કરવાથી, વજન ફટાફટ થાય છે ઓછુ

આયુર્વેદિક હંમેશા નુસખાઓ અને ચીજ વસ્તુઓ નાં કોમ્બીનેશન માટે ઓળખવામાં આવે છે. તે ઘણી બીમારીઓને દૂર કરવાનો દાવો પણ કરે છે. એવામાં આજે અમે તમને આયુર્વેદિક દ્વારા વજન ઘટાડવાનો એક અદભૂત ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ. જેના માટે તમારે કાચા લસણ અને મધ નું સેવન કરવું

લસણ અને મધ આ રીતે ઘટાડે છે વજન

લસણમાં વિટામિન બી-૬, વિટામિન સી, ફાઇબર અને મેગ્નેશિયમની પ્રચુર માત્રા હોય છે. તેનાં પોષક તત્વો  ફેટને જલ્દી બર્ન કરે છે. આ ઉપરાંત લસણ શરીરમાં જમા થયેલા વિષાકત પદાર્થોને પણ બહાર નીકાળે છે. તેનાથી શરીર નું મેટાબોલિઝમ સ્તર વધે છે. સાથે જ ઈમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. તેમજ મધ ફેટ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. તેનું સેવન કરવાથી તમને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા દૂર થાય છે.

આ સમયે ખાઓ લસણ અને મધ

કાચું લસણ અને મધ ખાવા માટે નો સૌથી યોગ્ય સમય સવાર નો હોય છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી ફેટ જલ્દીથી બર્ન થાય છે. અને તમને દિવસભર ઉર્જા મળે છે. અને સાથે જ ફેટ ને મેટાબોલાઈઝ કરવામાં પણ મદદ કરે છે.

લસણ અને મધ ની માત્રા

લસણ ની એક થી બે કળી લઈ તેને પીસી તેમાં એક ચમચી મધ મિકસ કરવું. તેને સારી રીતે મિક્સ કરી ૧૫ મિનિટ સુધી એ જ રીતે રાખવું. ત્યારબાદ આ પેસ્ટ નું સેવન કરવું. આ પેસ્ટ નું સવારે ખાલી પેટે સેવન કરવું. આ મિશ્રણને વધારે માત્રામાં બનાવી અને ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો. પરંતુ ત્રણ દિવસની અંદર તેનું સેવન કરી લેવું. ધ્યાન રહે કે, એક દિવસમાં લસણની બે કળી થી વધારે કળી નું સેવન કરવું નહી. વધારે સેવન કરવાથી મોઢામાં અને પેટમાં બળતરા, ગેસ, ઊલટી, અને ડાયેરિયા જેવી સમસ્યા થઈ શકે છે.

લસણ અને મધ નાં અન્ય લાભ

વજન ઓછું કરવા ઉપરાંત લસણ ઇમ્યુનિટી બુસ્ટ પણ કરે છે. આ રીતે તમારું શરીર બીમારીઓથી સારી રીતે લડી શકે છે. તેનું સેવન કરવાથી કોમન કોલ્ડ અને ફ્લુ ની સમસ્યા દૂર થાય છે. કોરોના કાળ માં તમારા માટે લસણ અને મધ ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે. જો જો તમારૂ પાચન તંત્ર કમજોર હોય તો લસણની સાથે મધ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. શરીરમાં જેટલા પણ વિષાકત પદાર્થ હોય છે. તેને બહાર નીકળવાનું કામ કરે છે. એટલે કે તે એક સારું બોડી ડીટોકસ પણ છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *