કચરાનાં ઢગલા માંથી આ બાળકીને મિથુનને લીધી હતી દતક, આજે તે બોલીવુડની કવીન બનવા માટે તૈયાર છે

અત્યારે બોલીવુડમાં સ્ટાર કિડ્સની રેસ ચાલી રહી છે. હવે જાણે બી-ટાઉનમાં જાણે સ્ટાર કિડ્સની એન્ટ્રીનો સમય ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ સ્ટાર કિડ્સની ચર્ચા છે. જ્યાં એક તરફ જ્હાનવી કપુરની ફિલ્મ ધડક થી એન્ટ્રી કરી હતી. એટલે કે ટૂંક સમયમાં સારા અલી ખાન ફિલ્મ કેદારનાથ અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઇયર-૨ થી ડેબ્યુ કરવા જઈ રહી છે. તેમના ડેબ્યુનું દર્શકો ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. તેવામાં ઘણા એવા પણ છે જે હવે એન્ટ્રી માટે તૈયારી કરી રહ્યા છે.
તેમાં એક નામ આવે છે મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની નું. અત્યારે તે બોલીવુડમાં આવવા માટે તૈયારી કરી રહી છે. દીશાની નો અભ્યાસ પૂર્ણ થયા પછી કે ખૂબ જ જલ્દી બોલીવુડમાં આવવા માંગે છે. તે સલમાન ખાન, શાહરુખ ખાન અને વરુણ ધવન જેવા સ્ટાર્સ સાથે કામ કરવા માંગે છે. દિશાનીનાં પિક્ચર હંમેશા સોશિયલ મીડિયા ઉપર આવતા રહે છે. હાલમાં જ તેમણે એક ફોટોશૂટ કરાવ્યું છે.
જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. દિશાની સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. બોલીવુડમાં ધમાકા કરવા માટે મિથુનની પુત્રી ખૂબ જ જલદી આવી રહી છે. મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની અત્યારનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલનાં દિવસોમાં આ ખબર આવ્યા છે કે તે પણ હવે બોલીવુડમાં એન્ટ્રી લઇ રહી છે.
દરેક જગ્યાએથી સમાચાર ફેલાયેલા છે કે હવે તે ક્યારેય બોલીવુડમાં આવશે. દિશાની ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. તેની સાથે જ તે ખૂબ જ સુંદર પણ છે. પરંતુ દિશાની મિથુન ની પુત્રી નથી. એટલે કે દીશાની મિથુનની રીયલ પુત્રી નથી. દિશાનીનાં જીવનની કહાની પણ કોઈ ફિલ્મથી ઓછી નથી. દિશાની ને મિથુને દત્તક લીધી હતી. કહેવામાં આવે છે કે દીશાનીનાં તેમના અસલી માતા પિતા તેને કચરાના ઢગલામાં મૂકી દીધી હતી. ત્યારબાદ મિથુનને ખબર પડી ત્યારે તે તેને લઈ આવ્યા.
વર્ષો પહેલા મિથુનને એક લીડિંગ બંગાળી ન્યુઝપેપરમાં સમાચાર વાંચ્યા કે એક બાળકી કચરાનાં ઢગલામાં પડી હતી. જેને રોતા જોઈ અનેક લોકો ત્યાંથી પસાર થયા, પરંતુ કોઈ તેને લેવા માટે તૈયાર થયું ન હતું. ત્યારબાદ મિથુને તરત જ તેને પોતાની બનાવી લીધી અને તેની પરવરિશ મિથુને રાજકુમારીની જેમ કરી છે. હવે દિશાની ખૂબ જ મોટી થઈ ગઈ છે અને બોલીવુડમાં એન્ટ્રી માટે રાહ જોઈ રહી છે.
દિશાની ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર છે અને તેમાં બોલીવુડ સ્ટાર બનવાની દરેક ક્ષમતા છે. દિશાની સિવાય મીથુન ચક્રવતીનાં ત્રણ પુત્ર છે. મહાક્ષય, ઉષમે, નામાશી ચક્રવતી. દિશાની ન્યુયોર્ક માંફિલ્મ એકેડેમી થી એક્ટિંગનો કોર્સ કરી રહી છે. તે પોતાનું કરિયર ફિલ્મોમાં બનાવવા માંગે છે. અત્યારે તો હવે દિશાનીનાં બોલીવુડ ડેબ્યૂ ની દરેક રાહ જોઈ રહ્યા છે.