જ્યારે મીનાક્ષી શેષાદ્રીએ માધુરી દીક્ષિત સાથે કામ કરવાથી કરી દીધો હતો ઇનકાર, કારણ છે ખુબ જ મોટું

જ્યારે મીનાક્ષી શેષાદ્રીએ માધુરી દીક્ષિત સાથે કામ કરવાથી કરી દીધો હતો ઇનકાર, કારણ છે ખુબ જ મોટું

બોલીવુડ સ્ટાર્સની મિત્રતા પણ ઘણીવાર ચાહકોને આકર્ષિત કરે છે. બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે, જે પરસ્પર સારા મિત્રો છે. જ્યારે ઘણા સ્ટાર્સ એવા છે જેમની વચ્ચે વિવાદ થયો છે. આવી જ હિન્દી સિનેમાની બે જાણીતી અભિનેત્રીઓ મીનાક્ષી શેષાદ્રી અને માધુરી દીક્ષિત છે. માધુરી અને મીનાક્ષી બંને તેમના સમયની સફળ અને સદાબહાર અભિનેત્રી રહી છે.

માધુરી દીક્ષિત અને મીનાક્ષી શેષાદ્રી ૮૦ અને ૯૦નાં દશકમાં ખૂબ જ નામ મેળવ્યું હતું. બંને અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, પરંતુ એક વખત ફરી બંને સાથે કામ કરવાની વાત આવી, ત્યારે મીનાક્ષીએ માધુરી સાથે કામ કરવા માટે ના કહી દીધું. તેની સાથે જ મીનાક્ષી અને માધુરીનાં સંબંધમાં તિરાડ ઉત્પન્ન થઈ. ચાલો જાણીએ કે બંને વચ્ચે કઈ વાતને લઇને વિવાદ થયો.

મીનાક્ષી શેષાદ્રી સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ શહેનશાહ કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ ૧૯૮૮માં રીલીઝ થઇ હતી. ફિલ્મના નિર્દેશક ટીનુ આનંદ હતા. અમિતાભ અને મીનાક્ષી દ્વારા અભિનીત આ ફિલ્મ સફળ રહી હતી. તેની સફળતાને જોતાં ટીનું આનંદે બીજી એક ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો, જેનું નામ “શિનાખ્ત” રાખવામાં આવ્યું.

ટીનુ આનંદે આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન અને ડિમ્પલ કાપડિયાને સાઇન કરવા માંગતા હતા,પરંતુ ડિમ્પલ કાપડિયાએ આ ફિલ્મ માટે ફિસ ઓછી હોવાના લીધે હાં કહ્યું નહીં અને ટીનુંએ ફિલ્મ માટે માધુરી દીક્ષિતને અપ્રોચ કર્યું. ફિલ્મમાં એક ફીમેલ લીડ રોલ હતો અને તેના માટે ટીનું એ મીનાક્ષી શેષાદ્રી ને સાઈન કરી લીધી.

મીડિયા રિપોર્ટ્સ માં જણાવવામાં આવ્યું કે મીનાક્ષીને જ્યારે આ વાતની ખબર પડી કે આ ફિલ્મમાં માધુરી દીક્ષિત રોલ કરી રહી છે, ત્યારે તે ગુસ્સે થઇ ગઈ અને માધુરી સાથે કામ કરવા માટે ના કહી દીધું. મીનાક્ષીએ કહ્યું કે જે માધુરીએ તેમની ફિલ્મ “આવારા બાપ” અને “સ્વાતિ” માં સેકન્ડ લીડ કર્યો હોય, તેની સાથે હું સેકન્ડ લીડ માં કઈ રીતે કામ કરી શકુ? તેવામાં માધુરી અને મીનાક્ષી વચ્ચે હંમેશા માટે તિરાડ ઉત્પન્ન થઈ ગઈ. જણાવી દઈએ તો પહેલા ડિમ્પલ કાપડિયા અને ત્યારબાદ મીનાક્ષી દ્વારા ટીનું આનંદની આ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કર્યા બાદ તો આ ફિલ્મ બની શકી નહીં અને બીજી બાજુ માધુરી અને અમિતાભ બચ્ચનની જોડી પણ બની શકી નહીં.

જણાવી દઈએ તો મીનાક્ષીએ વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મ “પેન્ટર બાબુ” થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૫માં હરિષ મૈસુર સાથે લગ્ન કર્યા પછી તેમણે બોલીવુડને છોડી દીધું. તેની સાથે જ તે દેશ છોડીને પણ અમેરિકામાં સેટલ થઈ ગઈ. મીનાક્ષીએ પોતાના ૧૨ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં ક્ષત્રિય, ઘાયલ, ઘાતક, દામિની, હીરો, મેરી જંગ, જૂર્મ જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.

માધુરી દીક્ષીતની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૧૯૮૪માં થઈ હતી. તેમની પહેલી ફિલ્મ “અબોધ” હતી. માધુરી 90નાં દશકની સફળ અભિનેત્રી રહી છે. માધુરીએ પોતાની કારકિર્દીમાં હમ આપકે હૈ કૌન, રામ લખન, તેજાબ, ત્રિદેવ, દિલ, સાજન, બેટા, ખલનાયક, દિલ તો પાગલ હૈ જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ ૧૯૯૯માં માધુરીએ શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા. આજે માધુરી અને શ્રી રામ અરીન અને રીયાન બે બાળકોનાં માતા-પિતા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *