જ્યારે હેમા માલિનીને કારણે રાજકુમારે મિથુનને આપ્યો હતો ઠપકો, હવે આવા છે ડ્રીમ ગર્લનાં મિથુન સાથે સંબંધ

જ્યારે હેમા માલિનીને કારણે રાજકુમારે મિથુનને આપ્યો હતો ઠપકો, હવે આવા છે ડ્રીમ ગર્લનાં મિથુન સાથે સંબંધ

બોલીવુડનાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી અને હિન્દી સિનેમાની સુંદર અને સદાબહાર અભિનેત્રી હેમામાલિની એવા અભિનેતાઓમાં આવે છે, જેમની ફિલ્મી કારકિર્દી ખૂબ જ સફળ રહી છે અને બંને તેના પછી રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. મિથુન અને હેમામાલિની બંને હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ ધરાવે છે.

તમને જણાવી દઈએ તો મિથુન અને હેમા બંને પોતાના સમયના મોટા સ્ટાર્સ રહી ચૂક્યા છે. બંને એ અત્યાર સુધીમાં એક કરતાં વધારે હિટ ફિલ્મો આપી છે. એવું કહેવામાં આવે છે કે ક્યારેક સેટ ઉપર બંને વચ્ચે ખૂબ જ તકરાર થતી હતી, પરંતુ સમય સાથે બંનેના સંબંધો મધુર થતા ગયા. ચાલો આજે તમને મિથુન ચક્રવર્તી અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ની બીજી પત્ની એટલે કે હેમા માલિની વચ્ચેના સંબંધો વિશે જણાવીએ.

ફિલ્મ ગલીયોં કા બાદશાહ દરમિયાન હેમામાલી અને મિથુન ચક્રવર્તી વચ્ચે તકરાર ખૂબ જ વધી ગઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન મિથુનને નિર્માતાઓ સાથે વાત કરી હેમાના અમુક સીન કટ કરાવ્યા હતા. જ્યારે હેમા ને આ વિશે સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. હેમા મિથુનની ફરિયાદ લઇને દિગ્ગજ અને દિવંગત અભિનેતા રાજકુમાર પાસે પહોંચી હતી. તમે જણાવી દઈએ તો ફિલ્મ ગલીયોં કા બાદશાહ માં રાજકુમાર પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ત્રણેય કલાકારોની સાથે પુનમ ઢીલ્લોને પણ આ ફિલ્મમાં કામ કર્યું છે. શેર જંગ સિંહનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૧૯૮૯માં પ્રદર્શિત થઇ હતી.

ફિલ્મનાં શુટિંગ દરમિયાન જ્યારે હેમાએ મિથુન ની ફરિયાદ કરી ત્યારે રાજકુમારે તેને ઠપકો આપ્યો હતો, પરંતુ આ પછી ધીમે ધીમે બંનેના સંબંધો મધુર થવા લાગ્યા હતા અને તેનું સૌથી મોટું કારણ અભિનેતા ધર્મેન્દ્ર હતા. મીથુન ચક્રવતી ધર્મેન્દ્રને તેમના મોટાભાઈ માને છે અને તેમનો ખૂબ જ આદર કરે છે.

મિથુન અને ધર્મેન્દ્ર એ સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ચાહકોને આ જોડી ખૂબ જ પસંદ આવતી હતી. કહેવામાં આવે છે કે ઘણી વખત શૂટિંગ પછી મીથુન ચક્રવતી ધર્મેન્દ્ર ની સાથે તેમના ઘરે જતા હતા અને ધર્મેન્દ્રનાં ઘર પર મિથુન ભોજન કરતા હતા. જ્યારે ઘણી વખત બંને સાથે ડ્રીંક પણ લેતા હતા.

એકવાર મીથુન ચક્રવતીએ હેમા અને ધર્મેન્દ્ર સાથેના સંબંધો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું ધર્મેન્દ્રને મારો મોટો ભાઈ માનતો હતો. મેં તેમને કહ્યું હતું કે મારો કોઈ ભાઈ નથી, તો શું તમને મારા મોટાભાઈ માની શકુ છું? તેની ઉપર ધર્મેન્દ્ર એ હસતા પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. તે કારણથી મિથુન હેમાને ભાભી કહેવા લાગ્યા હતા. પડદા પર ભલે મિથુન અને હેમાએ રોમાન્સ કર્યો હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં મિથુન હેમાને ભાભીમાં કહેતા હતા અને ધર્મેન્દ્રની જેમ તેમના દિલમાં હેમા પ્રત્યે પણ ખુબજ માન સન્માન છે.

થોડાક વર્ષો પહેલા ટીવીના એક મશહૂર રિયાલિટી શો પર મિથુન ચક્રવર્તીએ હેમા માલીની અને ધર્મેન્દ્ર સાથે પોતાના સંબંધોના રહસ્ય ખોલ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આજે પણ તેમના બન્ને કલાકારો સાથે સારા સંબંધ છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *