જ્યારે ફરહાન નાં ઘરે આ રીતે ફરહાન સાથે પકડાઇ હતી શ્રદ્ધા, શક્તિ કપૂર પકડી ને લાવ્યા હતા બહાર

પોતાના અભિનય, ફેશન, સ્ટાઈલ સુંદરતાની સાથે જ ક્યુટ અદાથી લાખો-કરોડો દિલ જીતી લેતી જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂરે આજસુધી બોલિવૂડમાં શાનદાર કામ કર્યું છે. અમુક સમયથી શ્રદ્ધા કપૂર નું નામ બોલીવુડ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે જોડાયેલું છે. તે ઘણા અવસર પર રોહનની સાથે જોવા મળી હતી. ગયા દિવસો માં જ્યારે શ્રદ્ધા પોતાના કઝિન પ્રિયાંક શર્મા નાં લગ્ન માટે માલદીવ ગઈ હતી. ત્યારે રોહન પણ તેમની સાથે હતો.
સોશિયલ મીડિયા અને ફિલ્મી ઈન્ડસ્ટ્રી માં રોહન શ્રેષ્ઠા અને શ્રદ્ધા કપૂર નો સંબંધ હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ અત્યાર સુધી શ્રદ્ધા એ તેના વિશે કોઈ વાત કરી નથી તમને જણાવી દઈએ કે, તેના પહેલાં શ્રદ્ધા નું નામ બોલિવૂડ નાં જાણીતા અભિનેતા ગાયક ફરહાન અખ્તર સાથે જોડાયેલું હતું. એક વખત જ્યારે શ્રદ્ધા ફરહાન ને મળવા માટે તેના ઘરે ગઈ હતી. ત્યારે તેની પાછળ તેના પિતા શક્તિ કપૂર પહોંચ્યા હતા. ચલો જણાવીએ આજે તમને તે કિસ્સા વિશે.
શ્રદ્ધા પોતાના કામની સાથે દરેક સમયે પોતાના અંગત જીવન ને લઈને ચર્ચામાં રહે છે. ૩૪ વર્ષીય અભિનેત્રી શ્રદ્ધા કપૂર નું અફેર આદિત્ય રોય કપૂર ની સાથે પણ રહી ચુક્યું છે બંને એ સુપરહિટ ફિલ્મ આશિકી ૨ માં સાથે કામ કર્યું હતું. જ્યાં બંને એકબીજાની નજીક આવ્યા હતા ત્યારબાદ તેમનો સંબંધ પૂર્ણ થઈ ગયો અને શ્રદ્ધાનું નામ ફરહાન અખ્તર સાથે જોડાયું.
અનેક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક સમય બંને કલાકારો એક બીજાને ડેટ કરી ચૂક્યા છે. બંને તે દરમિયાન ખૂબ જ મળતા હતા તેવામાં એક વખત શ્રદ્ધા ફરહાન ને મળવા માટે તેના ઘરે ગઈ હતી ત્યારે શક્તિ કપૂર પણ પોતાની પુત્રી નો પીછો કરતા ફરહાન નાં ઘરે ગયા હતા. શક્તિ કપૂર ને આ સંબંધ પસંદ ન હતો. જ્યારે પેહલાના જમાનાની અભિનેત્રી અને શ્રદ્ધાની માસી પદ્મિની કોલ્હાપુરે પણ આ સંબંધ ની વિરુદ્ધ હતી.
એક વખત જ્યારે શક્તિ કપૂર ને ખબર પડી હતી કે, તેમની પુત્રી શ્રદ્ધા ફરહાન નાં ઘરે ગઈ છે. ત્યારે શક્તિ કપૂર ને આ વાત જરા પણ પસંદ આવી ન હતી. અને શક્તિ કપૂર પદ્મિની કોલ્હાપુરી ને લઈને સીધા ફરહાન નાં ઘરે પહોંચી ગયા હતા અનેફરહાન નાં ઘરે થી શ્રદ્ધા ને ખેંચીને બહાર લાવ્યા હતા. આ વાત મિડિયા માં આવ્યા પછી ખૂબ જ ચર્ચામાં રહી હતી. પરંતુ શક્તિ કપૂરે તેને એક અફવા કહ્યું હતું.
જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂરે પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૨૦૧૦માં કરી હતી. તે દરમિયાન તેમની પહેલી ફિલ્મ “તીન પત્તી” રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શ્રદ્ધાએ હિન્દી સિનેમા નાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને આર માધવન ની સાથે કામ કર્યું હતું શ્રદ્ધા કપૂરને મોટી ઓળખાણ બનાવવા માટે ૩ વર્ષ રાહ જોવી પડી હતી. વર્ષ ૨૦૧૩ માં આવેલી ફિલ્મ આશિકી ૨ થી તેને મોટી ઓળખાણ મળી હતી. તે ફિલ્મ સો કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી સુપરહિટ સાબિત થઇ હતી.
તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મો શ્રીદેવી ની “ચાલબાઝ” અને નાગીનની રીમેક ને લઇને ચર્ચામાં છે. ગયા દિવસોમાં ફિલ્મ નાગિન થી તેમનું પોસ્ટર સામે આવ્યું છે. જ્યારે અભિનેતા ફરહાન અખ્તર નાં વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ “તુફાન” છે.