જ્યારે બહેન ઈશા-અહાના નાં લગ્નમાં હાજર રહ્યા નહીં સની અને બોબી દેઓલ તો આ એક્ટરે નિભાવી ભાઈ હોવાની ફરજ

જ્યારે બહેન ઈશા-અહાના નાં લગ્નમાં હાજર રહ્યા નહીં સની અને બોબી દેઓલ તો આ એક્ટરે નિભાવી ભાઈ હોવાની ફરજ

ધર્મેન્દ્ર અને હેમામાલિની બોલીવુડનાં પાવર કપલ્સ માંથી એક છે. હેમા ધર્મેન્દ્રની લવ સ્ટોરી આજે પણ દરેક માટે એક ઉદાહરણરૂપ છે. હેમા અને ધર્મેન્દ્ર ફક્ત એક આદર્શ દંપતી જ નથી, પરંતુ તે તેમના બાળકો માટે પણ એટલા જ પરફેક્ટ છે. હેમા અને ધર્મેન્દ્ર અને બે પુત્રી છે, એશા દેઓલ અને અહાના દેઓલ. જોકે આ બંનેનાં બે ભાઈઓ છે, પરંતુ તે સાવકી માતાનાં છે. અહાના અને ઇશાના સંબંધો પોતાના ભાઈઓ સની દેઓલ અને બોબી દેઓલ સાથે સારા છે. તો શું તમે જાણો છો કે સની અને બોબી એ બહેનનાં લગ્નમાં હાજરી આપી નહોતી અને એક ભાઈને ફરજ પણ બીજા કોઈએ નિભાવી હતી. તો ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી.

આ વાતનો ઉલ્લેખ હેમા માલિનીએ પોતાના પુસ્તક “હેમા માલિની : બિયોંડ ધ ડ્રીમ ગર્લ” માં તેનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકમાં હેમા માલીની ધર્મેન્દ્ર અને તેના બાળકો સાથેના સંબંધો વિશે વાત કરી છે અને તેમાં તેમણે ખુલાસો પણ કર્યો છે કે જ્યારે તેની બંને પુત્રીઓનાં લગ્ન થયા ત્યારે તેના ભાઈઓ નહીં, પરંતુ બીજા કોઈ હતા કે જેમણે ભાઈની વિધિ કરી હતી.

હેમાની બંને પુત્રીઓના લગ્ન થઈ ગયા હતા અને બંને પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે. પરંતુ સની અને બોબી તેની બહેનના લગ્નમાં પહોંચ્યા ન હતા. તેનું કારણ કે હતું કે તેઓ શૂટિંગને લીધે બહાર હતા. તેથી સની અને બોબી બંને લગ્નમાં ગાયબ હતા. કારણ ગમે તે હોઈ શકે, પરંતુ સાવકા ભાઈઓ બહેનોનાં લગ્નમાં પહોંચી શક્યા નહીં.

જ્યારે સની અને બોબી લગ્નમાં આવી શક્યા ન હતા ત્યારે આહાના અને ઈશાનાં લગ્નમાં ભાઈની ભૂમિકા ધર્મેન્દ્રનાં ભત્રીજા અભય દેઓલે નિભાવી હતી. અભય એક માત્ર તે વ્યક્તિ હતા, જેમણે બહેનનાં લગ્નમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતનાં દિવસોથી જ અભય નું ઇશા અને અહાના સાથે સારું બોન્ડિંગ છે.

તે વાતમાં કોઈ શંકા નથી કે ઇશા અને સની દેઓલ વચ્ચેના સંબંધો પણ ઘણા સારા રહ્યા છે. સની દેઓલ જ હતા જેમણે પોતાની સાવકી બહેનને પોતાના ઘરે પહેલી વખત લઈને આવ્યા હતા. બાળપણમાં આ ભાઈ-બહેન સાથે મળીને ઘણો સમય પસાર કરતા હતા, પરંતુ બહેનનાં લગ્નમાં ભાઈઓનો અભાવ રહી ગયો.

કહેવામાં આવે છે કે સની દેઓલ અને બોબી દેઓલે પોતાની સાવકી બહેનો ઇશા અને અહનાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના માટે ખૂબ જ પ્રોટેક્ટિવ પણ રહે છે, પરંતુ જ્યારે તે બંનેનાં લગ્નમાં સની દેઓલ અને બોબી દેઓલ બંને આવી શક્યા ન હતા, ત્યારે લોકોએ કંઈ પણ અંદાજો કરવાનું ચાલુ કરી દીધું હતું.

પરંતુ એવું કહેવામાં આવે છે કે સની અને બોબી આ મુદ્દે વધુ વાત કરવા માંગતા ન હતા અને તેઓએ બંને સાવકી બહેનોનાં લગ્ન થી દૂર રહેવું યોગ્ય માન્યું હતું.

જોકે લોકો તેમના સંબંધો વિષે જુદી જુદી રીતે વાતો કરે છે. કારણ કે તેઓ ભાગ્યે જ સાથે જોવા મળે છે. પરંતુ જો રિપોર્ટની વાત માની લેવામાં આવે તો ઈશા અને અહાના નાં દર વર્ષે સની અને બોબીને રાખડી બાંધે છે. જોકે આ સમગ્ર પરિવારનાં લોકો સંબંધોમાં દેખાડો કરવા વિરુદ્ધ છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *