જ્યારે અભિષેક બચ્ચનની સામે જ એક વ્યક્તિએ ઐશ્વર્યા રાયને કર્યું પ્રપોજ, આવી થઈ ગઈ હતી એક્ટરની હાલત

સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનનાં પુત્ર અભિષેક બચ્ચન એક શાંત સ્વભાવ અને વ્યક્તિત્વ માનવામાં આવે છે. તે વિવાદોમાં ઘેરાયેલા ખુબ જ ઓછા જોવા મળ્યા છે. પરંતુ સરળ અને સમજદારી વાળા અભિષેક જ્યારે કોઈ ખોટી વાત તેમની સામેથી પસાર થઈ જાય ત્યારે તે તેનો વિરોધ ખુબ જ ઉગ્ર રીતે કરે છે અને સારી રીતે જવાબ આપે છે. તે ફિલ્મી દુનિયાથી સબંધ રાખે છે, પરંતુ તેમના આદર્શો થોડા અલગ છે. જેના લીધે તે કોઈપણ કારણ વગરની ચર્ચાઓથી દૂર રહે છે અને અફવાઓથી સાવધાન રહે છે.
પરંતુ તે છતાં પણ ક્યારેક એવી વાત સામે આવે છે જે તેમને ચર્ચાઓમાં લઈને આવે છે. એવું જ કંઇક થયું હતું કે જ્યારે એક ફેન દ્વારા અભિષેક ની સામે જ તેમની પત્ની એશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તેની ઉપર અભિષેક બચ્ચને જબરજસ્ત પ્રતિક્રિયા આપી અને ઐશ્વર્યા તે અવસર ઉપર હસતી જોવા મળી હતી. બંનેનો જુનો વિડીયો ખુબ જ ઝડપથી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે.
હકીકતમાં આ જુનો વિડીયો વર્ષ ૨૦૧૦નાં કાન ફિલ્મ ફેસ્ટિવલનો છે. તે દરમિયાન રેડ કાર્પેટ પર એશ્વર્યા અને અભિષેક સાથે એન્ટ્રી કરી હતી. બંને પોતાના ચાહકોના રૂબરૂ થઈ રહ્યા હતા ત્યારે તેમાંથી એક ફેનનાં હાથમાં એક કાર્ડ જોવા મડે છે. જેમાં મેરી મી એશ્વર્યા લખેલું હોય છે. એશ અને અભિષેક નું ધ્યાન પણ તે માણસ ઉપર જાય છે.
તે કાર્ડ જોઈને એશ્વર્યા હસે છે અને દૂરથી હેલો કરે છે. અભિષેક બચ્ચન તેની ઉપર જબરદસ્ત પ્રતિક્રિયા આપે છે. અભિષેક ઐશ્વર્યાની તરફ ઇશારો કરી કહ્યું કે તે મારી સાથે લગ્ન કરી ચૂકી છે અને તેની સાથે અભિષેક પણ સ્માઈલ આપે છે. અભિષેકનું આ રિએક્શન ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે અને લોકો તે બંનેનાં બોન્ડીંગ પર ખુબ જ પ્રેમ આપી રહ્યા છે.
જણાવી દઈએ તો વર્ષ ૨૦૦૭માં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયનાં લગ્ન થયા હતા. પહેલી વખત એશ્વર્યા અને અભિષેકની મુલાકાત વર્ષ ૧૯૯૯માં ફિલ્મ “ઢાઈ અક્ષર પ્રેમ કે” નાં સેટ પર થઈ હતી. ત્યારબાદ બંને ધુમ-૨, ઉમરાવજાન અને ગુરુ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
વર્કફ્રંટની વાત કરીએ તો અભિષેક બચ્ચન ની “ધ બિગ બુલ” ફિલ્મ રિલીઝ થઇ હતી. જેમાં દર્શકોને ખુબ જ પ્રેમ મળ્યો હતો. હવે ખુબ જ જલ્દી તે ફિલ્મ “બોમ્બ બિશ્વાસ” માં જોવા મળશે. વળી એશ્વર્યા રાય છેલ્લી વખત અનિલ કપૂર અને રાજકુમાર રાવની સાથે “ફન્ને ખાન” માં જોવા મળી હતી. હવે તે ખુબ જ જલ્દી મણિરત્નમ ની ફિલ્મ “પોનનીયન સેલવન” માં જોવા મળશે.