જ્યારે આ ૭ સિતારાઓને રેખાએ જાહેરમાં જ કરી લીધી હતી કિસ, તસવીરોએ મચાવ્યો હતો હોબાળો

જ્યારે આ ૭ સિતારાઓને રેખાએ જાહેરમાં જ કરી લીધી હતી કિસ, તસવીરોએ મચાવ્યો હતો હોબાળો

બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખા હવે ફિલ્મોમાં ભલે નજર ના આવી રહી હોય પરંતુ ઘણીવાર તે ચર્ચામાં બની રહે છે. રેખાને તેમની એક્ટિંગ અને સુંદરતા માટે પસંદ કરવામાં આવે છે અને તેમની સુંદરતા આજે પણ જોવા મળે છે. રેખાએ હવે ફિલ્મોમાં કામ તો લગભગ બંધ જ કરી દીધું છે પરંતુ તે ઇવેન્ટ્સ અને એવોર્ડ્સ નાઈટ્સનો ભાગ જરૂર બને છે.

આ ઇવેન્ટની રેખાની સુંદર તસવીરો ખૂબ જ વાયરલ થાય છે. સાથે જ તેમની કિસ કરનાર તસવીરો પણ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે. ખરેખર રેખા ઘણીવાર જાહેરમાં ફિલ્મી કલાકારોને કિસ કરી ચૂકી છે. તેમના વિશે કહેવામાં આવે છે કે તે નવા કલાકારોને પ્રોત્સાહિત કરવા અથવા તો કોઈને પોતાનો સપોર્ટ બતાવવા માટે કિસ કરે છે.

ઋત્વિક રોશન

રેખા બોલિવૂડના ગ્રિક ગોડ ગણાતા ઋત્વિક રોશનને પણ જાહેરમાં કિસ કરી ચૂકી છે. એક ઇવેન્ટમાં રેખાએ ઋત્વિક રોશનને તેમના હોઠ નીચે જ કિસ કરી દીધી હતી. જણાવી દઈએ કે રેખા ઋત્વિકને પોતાના પુત્રની જેમ માને છે અને ફિલ્મ “કોઈ મીલ ગયા” માં રેખાએ ઋત્વિકની માં નો રોલ નિભાવ્યો હતો. ઋત્વિક અને રેખાની આ કિસ વાળી તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.

મનીષા કોઈરાલા

કેન્સર સામે જંગ લડી ચુકેલી બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી મનિષા કોઇરાલાને પણ રેખાની જાદુની ઝપ્પી અને ગાલો પર પપ્પી મળી ચૂકી છે. જણાવી દઈએ કે એક ઇવેન્ટ દરમિયાન રેખાએ મનીષાના ગાલ પર અને માથા પર કિસ કરીને પોતાનો પ્રેમ બતાવ્યો હતો. આ વાત પરથી તમે અંદાજો લગાવી શકો છો કે મનીષાને તેમની સિનિયર પાસેથી મળેલી કિસથી કેટલી ખુશી મળી હશે.

કંગના રનૌત

બોલિવુડની ક્વિન ગણાતી કંગના રનૌતને પણ રેખાનો આ પ્રેમ મળી ચૂક્યો છે. કંગના કે જેને પોતાની સ્પષ્ટ વાતો અને શાનદાર શૈલી માટે જાણવામાં આવે છે. તેને પણ રેખા તરફથી તેમના ગાલો પર સુંદર કિસ મળી ચૂકી છે. જણાવી દઈએ કે કંગના બોલિવૂડમાં ઘણા લોકો સાથે પંગો લઈ ચૂકી છે. પરંતુ તે રેખાનું ખૂબ જ સન્માન કરે છે અને તેમના પ્રત્યે તેમને લાગણી પણ છે.

દિપીકા પાદુકોણ

બોલિવૂડની મસ્તાની દિપીકાને રેખા એક અભિનેત્રી તરીકે તો પસંદ કરે જ છે તેના સિવાય તે તેમને એક પુત્રી તરીકે પણ માને છે. એક ઇવેન્ટમાં રેખાએ દિપીકાના ગાલ પર કિસ કરી હતી. જેનાથી દિપીકાનો ચહેરો ખીલી ગયો હતો. બંને અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આશા ભોંસલે

લેજન્ડરી ગાયક આશા ભોંસલેએ ઘણી ફિલ્મોમાં રેખાને પોતાનો અવાજ આપ્યો છે અને તેમના દ્વારા ગાયેલ ગીતો એ રેખાને સુપરસ્ટાર બનાવવામાં પણ મદદ કરી છે. રેખાએ પોતાનાથી નાના લોકો પર પ્રેમ તો બતાવ્યો જ છે પરંતુ તેમણે આશા ભોંસલેને પણ એક ઇવેન્ટ દરમિયાન તેમના ગાલ પર કિસ કરી હતી.

એશ્વર્યા રાય બચ્ચન

રેખાના સંબંધો અમિતાભ અને જયા બચ્ચન સાથે ભલે ગમે તેવા હોય. પરંતુ એશ્વર્યા રેખાને હંમેશાથી “રેખા માં” કહીને જ બોલાવે છે. બીજી તરફ રેખા પણ એશ્વર્યા પર ખૂબ જ પ્રેમ વરસાવે છે. એક-બે વાર નહી પરંતુ ઘણીવાર રેખાને એશ્વર્યા માટે પ્રેમ દર્શાવતા જોવામાં આવી છે. રેખા જ્યારે પણ એશ્વર્યાને મળે છે તો તેમને પ્રેમથી ગળે લગાવે છે અને તેમનાં ગાલ પર પ્રેમથી કિસ કરે છે. તેમની આ તસવીરો પણ ઘણી જ વાયરલ થાય છે.

રણવીર સિંહ

બોલિવૂડના બાજીરાવ રણવીર સિંહ તેમના બિન્દાસ સ્વભાવ તરીકે જાણીતા છે અને હાલના દિવસોમાં પણ તે કોઈને કોઈ કલાકારને કિસ કરતા નજરે આવે છે પરંતુ એક ઇવેન્ટમાં રેખાએ રણવીરને સામેથી જ કિસ કરી લીધી હતી. બંને મસ્તીખોર સ્ટાર્સની આ કિસિંગ સીન વાળી તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *