જ્યારે આ એક્ટરની ફિલ્મ જોવા માટે ફેન્સની વચ્ચે થઈ હતી સ્પર્ધા, ચાર લોકોનું થયું હતું નિધન

જ્યારે આ એક્ટરની ફિલ્મ જોવા માટે ફેન્સની વચ્ચે થઈ હતી સ્પર્ધા, ચાર લોકોનું થયું હતું નિધન

ભારતીય સિનેમામાં એક થી એક ચડિયાતા અભિનેતા છે. ભલે વાત હિન્દી સિનેમાની કરીએ અથવા દેશના અલગ-અલગ સિનેમાની. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન, ઋત્વિક રોશન , શાહરુખ ખાન, જેવા સ્ટાર્સ માટે ચાહકો દરેક પાગલપનની હદ પાર કરી દે છે. તેવી જ દિવાનગી દક્ષિણ ભારતીય ફિલ્મોનાં સુપરસ્ટાર ચિરંજીવી માટે પણ જોવા મળે છે.

ચિરંજીવીનું નામ દક્ષિણ ભારતીય સિનેમાનાં સૌથી મોટા સ્ટાર્સમાંથી એકના રૂપમાં કરવામાં આવે છે. ચિરંજીવી મુખ્ય રૂપથી તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. ચિરંજીવીને ૮૦ અને ૯૦ નાં દશકમાં ખૂબ જોવા મળ્યા હતાં. આજે ૬૫ વર્ષની ઉંમરમાં પણ ફિલ્મી દુનિયામાં તે સક્રિય છે. જણાવી દઈએ તો ચિરંજીવીએ અમુક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ચિરંજીવીની ફિલ્મો જોવા માટે ચાહકોની ભારે ભીડ રહેતી હતી. તેમની ફિલ્મ રિલીઝ થતી ત્યારે ચાહકો વચ્ચે ફિલ્મ જોવા માટે ભારે ધમાલ જોવા મળતી હતી પરંતુ તે દરમિયાન ઘણી વખત ચિરંજીવીનાં ચાહકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ ચિરંજીવી સાથે જોડાયેલ અમુક ખાસ વાતો.

ચિરંજીવીને ભારતના એક મોટા એકટરના રૂપમાં ઓળખવામાં આવે છે. ચિરંજીવીનો જન્મ આંધ્રપ્રદેશના મોંગલતરુંમાં થયો હતો. ચિરંજીવીએ હિરો બનવાનું સપનું જોયું હતું અને ફિલ્મ “પ્રણા ખરીદું મના વુરી પંડવુલું” માં તેમનું સપનું પુરું થયું. તે તેમની ડેબ્યુ ફિલ્મ હતી. પોતાની કારકિર્દીમાં ચિરંજીવી એકથી એક ચડિયાતી ઇન્દ્રા, રુદ્રવીણા, ટેગોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ચિરંજીવીની ફેન ફોલોઈંગ દક્ષિણ ભારતીય સિનેમા સુધી સીમિત નથી. તેમને સંપૂર્ણ દેશમાં ઓળખવામાં આવે છે અને વિદેશોમાં પણ ચિરંજીવીની ખૂબ જ વધારે ફેન ફોલોઈંગ છે. આજે તમને ચિરંજીવી ફિલ્મમાં ઓછા જોવા મળે છે પરંતુ તેમની ફેન ફોલોઈંગમાં કોઈ કમી આવી નથી. આજે પણ ચાહકો તેમના ચહિતા સ્ટાર્સની ઝલક જોવા માટે પાગલ રહે છે.

ચિરંજીવીને પોતાના સારા કામ માટે ૭ વખત દક્ષિણ ભારતીય ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ચાર વખત નંદી એવોર્ડ પણ મળ્યો છે. ચિરંજીવીએ તે સમયે ફિલ્મી દુનિયામાં ધમાલ મચાવી હતી જ્યારે તેમણે એક વર્ષમાં એક પછી એક ૧૪ હિટ ફિલ્મો આપી હતી. તેની સાથે જ તેમનું નામ ભારતીય સિનેમાનાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. તેમના નામ પર તે મોટો રેકોર્ડ છે.

૮૦ અને ૯૦ના દશકમાં દક્ષિણ ભારતીય સિનેમામાં ચિરંજીવીનો જાદુ હતો. તે દરમિયાન તેમણે એક થી એક હિટ ફિલ્મો આપી હતી. લોકોમાં ચિરંજીવીની ફિલ્મો જોવા માટે લોકોમાં એટલી હરીફાઈ થતી હતી કે તેમની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થતાની સાથે જ મોટી રકમ એકત્રિત થઈ જતી હતી.

વર્ષ ૨૦૦૩ માં જ્યારે ચિરંજીવીની ફિલ્મ ટેગોર પ્રદર્શિત થઇ હતી ત્યારે થિયેટરમાં એવી ભાગદોડ લાગી હતી કે ચાર લોકોનું નિધન થઈ ગયું હતું. ચિરંજીવીના ચાહકોએ તેમની ફિલ્મ જોવા દરમીયાન એક બે વખત નહીં પરંતુ ઘણી વખત આવું કર્યું હતું. ત્યાં જ એક વખત ફેન્સ ચિરંજીવીની પાસે જઈને તેમને ટચ કરવા લાગ્યા હતાં, તે દરમિયાન તેને ઇલેક્ટ્રિક કરંટ લાગી ગયો હતો.

ચિરંજીવીનો અભિનય અને ડાયલોગ ડિલિવરીની સાથે જ ચાહકોને તેમનો ડાન્સ પણ ખુબ જ પસંદ હતો. ચિરંજીવીએ જણાવ્યું કે, તેમણે ડાન્સ ક્યાંયથી શીખ્યો નથી પરંતુ હેલનનાં લીધે તે સારા ડાન્સર બન્યા છે. ચિરંજીવી પ્રમાણે રેડિયો પર જ્યારે પણ હેલનનું ગીત “પિયા તું અબ તો આજા” વાગતું હતું, ત્યારે તે ડાન્સ કરવા લાગતા હતાં.

જણાવી દઈએ તો ચિરંજીવીએ વર્ષ ૧૯૮૦ માં સુરેખા સાથે લગ્ન કર્યા હતાં. સુરેખા અને ચિરંજીવીનાં ત્રણ બાળકો ચિરંજીવી સુસ્મિતા, ચિરંજીવી શ્રીજા અને રામચરણનાં માતા-પિતા છે. રામચરણ પણ દક્ષિણ ભારતીય ફિલ્મોના એક જાણીતા અભિનેતા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *