જ્યારે પહેલીવાર ટીનાને મળ્યા હતા મુકેશ અંબાણી, કહી હતી આ વાત

અંબાણી પરિવાર દેશ દુનિયામાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે. અંબાણી પરિવાર અંબાણી ને હિન્દી સિનેમા નાં ઘણા મોટા સ્ટાર્સ સાથે ખૂબ જ સારા અને મધુર સંબંધો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નાં પ્રમુખ અને એશિયા નાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી નાં નાના ભાઈ અનિલ અંબાણીએ પોતાના સમયની ફેમસ અને સુંદર અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા છે. બોલિવૂડમાં ટીના અંબાણી એ ઘણા મોટા એક્ટર્સ સાથે કામ કર્યું હતું. આ સમય દરમ્યાન ટીના અંબાણી નું રાજેશ ખન્ના અને સંજય દત્ત જેવા દિગ્ગજો સાથે અફેર પણ રહ્યું હતું. જો કે પછીથી તેમના લગ્ન ફેમસ ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે થયા હતા. વર્ષ ૧૯૯૧માં બંને નાં લગ્ન થયા હતા.
૮૦ નાં દશક માં ટીના મુનીમે ઘણાં ફિલ્મો માં કામ કર્યું હતું. પોતાના અભિનયની સાથે જ તે પોતાની સુંદરતાને લીધે પણ તે ખૂબ જ પ્રેમ ચર્ચામાં રહ્યા હતા. જણાવી દઈએ કે, અનિલ અંબાણી માટે ટીના સાથે લગ્ન કરવાનું કામ સરળ ન હતું. તેમણે ટીના ને અભિનેત્રી સિમી ગ્રેવાલ નાં ચૈટ શો માં તેમણે પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. બંનેએ પોતાના પ્રેમ ની વાત દરેકની સાથે શેયર કરી હતી. ટીના મુજબ જ્યારે તે લોસ ઈજેલીસ થી આવી રહ્યા હતા ત્યારે અનિલે તેની મુલાકાત પોતાના પરિવાર સાથે કરાવી હતી. મુલાકાત માં મુકેશ અંબાણી અને તેની માતા કોકિલાબેન ને એક સવાલ કર્યો હતો કે, તમે અનિલ સાથે લગ્ન કરશો. જણાવી દઈએ કે, એ સમયે અનિલ ટીના ને પોતાના પરિવારની સાથે છોડીને ચાલ્યા ગયા હતા. એટલામાં મુકેશ અંબાણી અને તેમની માતાએ ટીના સાથે લગ્નની વાત કરી હતી.
અનીલ અંબાણી એ કહ્યું હતું કે, મારા પ્રપોઝ કર્યા પહેલા મારી માતા અને મારા ભાઈએ ટીના ને પૂછ્યું હતું કે તે મારી સાથે લગ્ન ને લઈને કેવું મહેસુસ કરે છે. ટીનાએ જણાવ્યું હતું કે, મુકેશ અંબાણી એ મને એવો સવાલ કર્યો હતો કે, શું તમે લગ્ન માટે તૈયાર છો?
આગળ ટીના એ કહ્યું હતું કે, નીતા એ મને કહ્યું હતું કે, તેની એની વાત સાંભળશો નહીં તેને મજાક કરવાની આદત છે. પરંતુ મને ખ્યાલ આવી ગયો હતો કે, આ બધું જ પ્લાન છે. જણાવી દઈએ કે, અનિલ અંબાણી એ ટીના સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો પહેલા જ લગ્નની પૂરી તૈયારી કરી લીધી હતી.