જૂન મહિનામાં આ ૪ ગ્રહ કરી રહયા છે રાશિ પરિવર્તન, આ ઉપાય કરીને બચો તેના પ્રકોપથી

જૂન મહિનામાં ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ રાશિ પરિવર્તન નો દરેક રાશિ પર શુભ-અશુભ પ્રભાવ જોવા મળશે. જ્યોતિષ અનુસાર જૂન મહિનામાં આ ૪ ગ્રહો કરશે ગોચર જે સૂર્ય બુધ શુક્ર અને મંગળ ગ્રહ છે. ચાલો જાણીએ આ આ ગ્રહ કઈ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ક્યાં સુધી આજ રાશિમાં બિરાજમાન રહેશે.
મંગળ નું કર્ક રાશિમાં થશે ગોચર
મંગળ ગ્રહ ને ગ્રહોનાં સેનાપતિ કહેવામાં આવે છે. ૨ જુન ૨૦૨૧ નાં આ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં મંગળ ૨૦ જુલાઈ ૨૦૨૧ સુધી બિરાજમાન રહેશે. કર્ક ચંદ્ર માં ની રાશિ છે અને તે મંગળ દેવ ની નીચ રાશિ ગણવામાં આવે છે. અને પોતાની નીચ રાશિમાં ગ્રહ કમજોર થઈ જાય છે.
કરો આ ઉપાય
મંગળ ગ્રહ ને પોતાનાં અનુરૂપ કરવા માટે લાલ રંગની વસ્તુ શિવલિંગ પર અર્પણ કરવી.
બુધ ગ્રહનું વૃષભ રાશિમાં થશે ગોચર
બુધ ગ્રહને બુદ્ધિ અને વાણીના કારક ગણવામાં આવે છે. બુધ ગ્રહ ૩ જૂન ૨૦૨૧ નાં પોતાની પોતાની મિત્ર રાશિ વૃષભ રાશીમાં પ્રવેશ કરશે. આ રાશિમાં બુધ ગ્રહ ૭ જુલાઈ ૨૦૨૧ સુધી બિરાજમાન રહેશે. ત્યાર બાદ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં રાહુ પહેલાથી જ બિરાજમાન છે. જ્યારે બુધ આ રાશી માં પ્રવેશ કરશે ત્યારે રાહુ નો અશુભ પ્રભાવ ઓછો થઈ જશે.
કરો આ ઉપાય
બુધ ગ્રહ નાં પ્રકોપથી બચવા માટે બુધવાર નાં દિવસે બુધ ગ્રહ સાથે જોડાયેલી કથા નાં પાઠ કરવા. લીલા રંગ ની વસ્તુઓનું દાન કરવું. બની શકે તો લીલા રંગનાં વસ્ત્રો ધારણ કરવા.
સૂર્ય નું મિથુન રાશિમાં થશે ગોચર
સૂર્યદેવ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. આ ગ્રહ ને ઊર્જા અને સ્વાસ્થ્ય નાં કારક માનવામાં આવે છે. સૂર્ય ગ્રહ ૧૫ જુન ૨૦૨૧ નાં વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં ૧૬ જુલાઈ ૨૦૨૧ સુધી બિરાજમાન રહેશે. ત્યારબાદ સૂર્ય પોતાની નીચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
કરો આ ઉપાય
રવિવારનાં સૂર્યદેવની પૂજા કરી વ્રત રાખવું. સાથે જ તે દિવસે સૂર્યદેવને સવાર નાં સમયે ધ્યાન આપવું.
શુક્ર ગ્રહનું કર્ક રાશિમાં થશે ગોચર
શુક્ર ગ્રહ ને ભૌતિક સુખ નાં કારક ગણવામાં આવે છે. આ ગ્રહ ૨૨ જુન ૨૦૨૧ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં ૧૭ જુલાઈ ૨૦૨૧ સુધી બિરાજમાન રહેશે.
કરો આ ઉપાય
શુક્ર ગ્રહ નાં પ્રકોપથી બચવા માટે શુક્રવાર નાં દિવસે શુક્ર ગ્રહ સાથે જોડાયેલી કથા નાં પાઠ કરવા અને સફેદ રંગની વસ્તુઓનું દાન ગરીબોને કરવું.