જુહી ચાવલા અને માધુરી દીક્ષિતે શા માટે બૉલીવુડ નાં ટૉપ એક્ટર્સ સાથે નથી કર્યા લગ્ન, કરણ જોહર નાં શોમાં જણાવ્યું હતું કારણ

જુહી ચાવલા અને માધુરી દીક્ષિત બૉલીવુડ ની શ્રેષ્ઠ અભિનેત્રીઓ માંની એક છે. બંને એ ઘણી સારી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડ નાં ત્રણેય ખાન સાથે તેમની જોડી કમાલ ની રહી છે.બોલિવૂડ દીવા માધુરી દીક્ષિત ફિલ્મો અને ટીવી ઈન્ડસ્ટ્રિ માં અત્યારે પણ સક્રિય છે. પરંતુ જુહી ચાવલા મોટા અને નાના પડદા પર ખૂબ જ ઓછી જોવા મળે છે. હાલમાં જ બંને નો એક વીડિયો વાયરલ થયો છે જેમાં બંને કરણ જોહર નો શો કોફી વિથ કરણ માં જોવા મળી છે.
બંને અભિનેત્રીઓ ૨૦૧૪ માં કોફી વિથ કરણ નાં આ શોમાં એક સાથે જોવા મળી હતી. ત્યારે આ શો નાં હોસ્ટ કરણ જોહર એ તેમને ખુબ જ મજેદાર સવાલ પૂછ્યો હતો. કરણે પૂછ્યું હતું કે, તમે ઇન્ડસ્ટ્રી નાં ટોપ મોસ્ટ અભિનેતા સાથે કામ કર્યું છે. પરંતુ તેમની સાથે લગ્ન કર્યા નથી એવું કેમ ? તેના જવાબમાં માધુરીએ કહ્યું હતું કે, શાહરુખ ખાન અને સલમાન ખાનની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અમીર ખાનની સાથે માત્ર બે ફિલ્મો કરી છે. કદાચ મને તેમાંથી લગ્ન કરવા માટે કોઈ પસંદ આવ્યું નથી. મારા પતિ જ મારા હીરો છે.
જુહી ચાવલાએ સ્વીકાર્યુ કે, તેમને જય મહેતાએ ખૂબ જ ઇમ્પ્રેસ કર્યા હતા. જય તેમને ફૂલ અને કાર્ડ મોકલતા હતા. જુહી ચાવલાએ કહ્યું હતું કે, તે બધા ખૂબ જ શાનદાર અભિનેતા છે. પરંતુ મારા મગજમાં પહેલાથી હતું કે હું કોઈ અભિનેતા સાથે લગ્ન કરીશ નહીં. અને આ પોઈન્ટ પર હું પહેલાથી જ ક્લિયર હતી. જણાવી દઈએ કે, જુહી ચાવલા અને બિઝનેસમેન જય નાં લગ્ન ૧૯૯૫ માં થયા હતા. ત્યારે તેમના આ સંબંધ વિષે માત્ર તેમના નજીક નાં સંબંધીઓ અને મિત્રોને ખબર હતી. બોલિવુડનો આ પાવર કપલ હવે ૨૫ વર્ષ સાથે પૂરા કરી ચૂકયુ છે. જુહી ચાવલા ના બે બાળકો પણ છે. તેમની પુત્રીનું નામ જાનવી છે અને પુત્રનું નામ અર્જુન છે.