જો તમે હનુમાનજીનાં ભક્ત છો તો આ હનુમાનજીની આ પ્રતિમાની પુજા કરવાથી થશે બધી જ ઇચ્છાઓ પુરી, પરંતુ આ વાતોનું રાખો ધ્યાન

જો તમે હનુમાનજીનાં ભક્ત છો તો આ હનુમાનજીની આ પ્રતિમાની પુજા કરવાથી થશે બધી જ ઇચ્છાઓ પુરી, પરંતુ આ વાતોનું રાખો ધ્યાન

આજકાલનાં સમયમાં મોટાભાગના લોકો હનુમાનજીની પૂજા અર્ચના કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે. ઘણા બધા લોકો એવા હોય છે જે તેમને વિશેષ ઈચ્છાઓ પૂરી કરવા માટે હનુમાનજીની ઉપાસના કરતા હોય છે. શાસ્ત્રો અનુસાર એવું જણાવવામાં આવે છે કે કળયુગમાં પણ હનુમાનજી પોતાના ભક્તોની પ્રાર્થના ખૂબ જ ઝડપથી સાંભળે છે. જો કોઈ ભક્ત પોતાના સાચા મનથી તેમને યાદ કરે છે, તો હનુમાનજી ભક્તોનાં દરેક કષ્ટ દૂર કરવા માટે અવશ્ય હાજર રહે છે. મહાબલી હનુમાનજીની મહિમા અપરંપાર બતાવેલ છે અને તેમની શક્તિઓનો અંદાજો લગાવી શકવો ખૂબ જ મુશ્કેલ છે.

જો તમે પણ હનુમાનજીની પૂજા કરો છો, તો બજરંગ બલીની પ્રતિમા અને તેને સ્થાપિત કરવાની દિશાની જાણ હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીની પૂજા આરાધના સાથે જોડાયેલી અમુક જરૂરી વાતો વિશે જાણકારી આપીશું. જેની મદદથી તમે પોતાની દરેક મનોકામના ને ખૂબ જ જલ્દી પૂર્ણ કરી શકો છો.

હનુમાનજીની પૂજા દરમ્યાન રાખો આ વાતોનું ધ્યાન

  • વળી જોવામાં આવે તો મહાબલી હનુમાનજીની ઘણી બધી પ્રતિમાઓ અને તસવીરો જોવા મળે છે, જેનું પોતાનું અલગ મહત્વ જણાવવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે તેમની અલગ-અલગ તસ્વીરોની પૂજા કરવાથી મનુષ્યના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. પરંતુ જો તમે પોતાની વિશેષ મનોકામનાઓને ઝડપથી પૂર્ણ કરવા માંગો છો અને ઈચ્છો છો કે તમારી બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય તો તમારે ઉત્તરમુખી અને દક્ષિણમુખી હનુમાનજીની પૂજા કરવી જોઇએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધા દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. હનુમાનજીની આ પ્રતિમાની પૂજા કરવાથી માનસિક કલેશની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે.
  • જો ભાઈ-બહેનો અને માતા-પિતાની વચ્ચે પ્રેમ જાળવી રાખવા માંગો છો તો તેના માટે તમારે હનુમાનજીને એવી તસ્વીરની પૂજા કરવી જોઈએ, જેની અંદર તે શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીની પૂજા કરી રહ્યા હોય. આવું કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને પ્રેમ ભાવનાનો વિકાસ થાય છે.

  • જો તમે ઘરમાં સૂર્યની ઉપાસના કરતાં હનુમાનજીની પૂજા કરો છો તો તે પરિવારના માન-સન્માન અને ઉન્નતિ માટે લાભદાયક માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને અધૂરા કાર્યને પણ પૂર્ણ થવા લાગે છે. પરંતુ તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે તમે જે પણ પ્રતિમા રાખો તેની દરરોજ નિયમિત રૂપથી ઉપાસના કરવી જોઈએ.
  • હનુમાનજીની વિવિધ મુદ્રાવાળી તસવીર રાખીને પૂજા કરો છો, તો તેનાથી તમારી અસાધ્ય મનોકામનાઓ પણ પૂર્ણ થવાની સંભાવના રહે છે. તમે હનુમાનજીની ખાસ મુદ્રા વાળી તસ્વીરને પોતાના પૂજા સ્થળમાં વિધિ-વિધાન પૂર્વક સ્થાપિત કરો અને નિયમિત રૂપથી તેની પૂજા કરો. સવાર-સાંજ હનુમાનજીની સમક્ષ દીવો પ્રગટાવો અને સાથોસાથ મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો. જો તમે ૪૧ મંગળવાર અને શનિવાર સુધી આવું કરો છો, તો તેનાથી તમને નિશ્ચિતરૂપે લાભ પ્રાપ્ત થશે. હનુમાનજીની કૃપાથી તમારા જીવનની બધી પરેશાનીઓનું સમાધાન થઇ શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *