જો તમે આખી રાત સારી ઊંઘ નથી કરી શકતા તો અપનાવો આ વાસ્તુશાસ્ત્રની ટિપ્સ, આખી રાત મીઠી સારી ઊંઘ આવશે

આજના મોર્ડન જમાનામાં દરેક વ્યક્તિ અનિંદ્રાની સમસ્યાથી પિડાઈ રહેલ છે. અમુક લોકો એવા પણ હોય છે જે ઊંઘ ન આવવા પર ઊંઘની ગોળી ખાતાં હોય છે. વળી અમુક લોકો આંખ બંધ કરીને લાંબા સમય સુધી પથારીમાં પડયા રહે છે, પરંતુ તેમને ઊંઘ આવતી નથી. જ્યારે ઊંઘ પૂરી થતી ન હોય તો આગલો દિવસ ખૂબ જ બેકાર અને શરીરમાં થાક મહેસૂસ થાય છે. તમને આખો દિવસ શરીરમાં સુસ્તી રહે છે. બધા કામ બગડી જતા હોય છે. તેવામાં જો તમે એક સારી ઊંઘ માટે તરસી રહ્યા છો, તો વાસ્તુશાસ્ત્ર ટીપ્સ તમારા કામમાં આવી શકે છે. આજે અમે તમને અમુક એવી વાસ્તુ ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ, જે તમને ખૂબ જ સારી અને ઊંડી ઊંઘ લેવામાં મદદ કરશે.
ઇલેક્ટ્રોનિક સામાન બેડરૂમમાંથી હટાવી દો
મોટાભાગના લોકો બેડરૂમમાં ટીવી, લેપટોપ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સામાન જરૂર રાખતા હોય છે. તેવામાં આવો સામાન બેડરૂમમાંથી બહાર કાઢી દેવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારની ચીજો તમારી ઊંઘમાં અડચણ ઉત્પન્ન કરે છે. વળી સુતા પહેલા મોબાઇલ ફોનને પણ પોતાનાથી દૂર રાખવો જોઈએ. સુવા માટે એક શાંત વાતાવરણ જરૂરી હોય છે. જે આ ઈલેક્ટ્રીક સામાન માંથી મળી શકતું નથી.
બેડ રૂમ ઉપર ન હોવી જોઈએ પાણીની ટાંકી
બેડ રૂમ ઉપર વહેતું પાણી હોવું જોઈએ નહીં. એટલા માટે તેના ઉપર તમારે પાણીની ટાંકી અથવા બાથરૂમ ન રાખવું. આવું કરવાથી ફક્ત તમારી ઊંઘમાં અડચણ નથી આવતી, પરંતુ પતિ-પત્નીના સંબંધો પણ બગડવા લાગે છે. એટલા માટે આવું કરવાથી દરેક સ્થિતિમાં બચવું જોઈએ.
સુવાની દિશા
તમે કઈ દિશામાં સૂવો છો તે ખૂબ જ મહત્વ રાખે છે. જો તમે ખોટી દિશામાં સુવો છો, તો ઊંઘ ન આવવાના ચાન્સ વધી જતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ક્યારેય પણ ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ નહીં. પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે, તેનાથી તમને ઊંઘ પણ મીઠી આવે છે.
પલંગ અને દરવાજા
તમારા બેડરૂમમાં પલંગ દરવાજાની બિલકુલ સામે હોવો જોઈએ નહીં. તેનાથી તમને સૂવામાં પરેશાની ઉભી થઈ શકે છે. એટલા માટે જો આવું હોય તો પલંગને દરવાજાની સામે થી હટાવી લેવા. જો તેવું સંભવ ન હોય તો દરવાજો બંધ કરી દેવો અથવા તેના પર પડદો નાખી દેવો જોઈએ.
તો આ હતા અમુક વાસ્તુશાસ્ત્રનાં નિયમો જે તમારે સૂતા સમયે ધ્યાનમાં રાખવા જોઈએ. જો આ જાણકારી તમને પસંદ આવી હોય તો તેને તમારા મિત્રોને જરૂરથી જણાવશો. અમે તમારી સાથે આ પ્રકારની માહિતી લાવતા રહીશું.