જો તમારી પાસે નથી ટકી રહ્યા પૈસા, તો અજમાવો કળા તલનાં ૫ સરળ ઉપાયો, લક્ષ્મીજી પધારશે

જો તમારી પાસે નથી ટકી રહ્યા પૈસા, તો અજમાવો કળા તલનાં ૫ સરળ ઉપાયો, લક્ષ્મીજી પધારશે

તમે ઘણી વખત જોયું હશે છે કે લોકોના ઘરમાં પૈસા પાણીની જેમ વપરાતા હોય છે અને લોકો આ વાતથી હંમેશા પરેશાન રહેતા હોય છે કે તેમના પૈસા ક્યાં ગયા? ક્યાં આટલો ખર્ચ થાય છે? તમને જણાવી દઈએ તો ઘણી વખત રાહુની ખરાબ દશા અને શનિની ખોટી નજરને લીધે પણ આવું થતું હોય છે. જેનાથી તમને ખબર પણ નથી પડતી કે તમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે. જો તમે પણ આ રીતે આ સમસ્યામાં હોય તો જ્યોતિષ થી જોડાયેલા અમુક ઉપાયો તમને જણાવીશું. તે કરવાથી ખર્ચ સંબંધી દરેક સમસ્યાઓ દૂર થશે.

આર્થિક તંગીથી મુક્તિ માટે કરવા ઉપાય

જો તમે અત્યારના દિવસોમાં આર્થિક તંગીથી પસાર થઈ રહ્યા હોય અને પૈસા પણ બચતા ના હોય તો તમારે કાળા તલનો આ ઉપાય કરવો જરૂરી છે. સવારે નિત્ય કર્મ અને સ્નાન પછી તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરી તેમાં થોડાક તલ નાખી દેવા અને તેની શિવલિંગ પર અભિષેક કરવો. ધ્યાન રાખવું કે જળ ચડાવતા સમયે ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને ઓમ નમઃ શિવાય નો મંત્ર જરૂરથી કરવો. આ ઉપાયને એક મહિના સુધી કરવો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને નોકરી વ્યાપાર સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે.

દરિદ્રતા અને દુઃખ આ રીતે કરવું દૂર

જો તમે ખૂબ જ વધારે કમાતા હોય અને તમારી પાસે પૈસાની પણ કોઈ કમી ના હોય તે છતાં પણ તમારા ઘરમાં સુખ ના હોય તો તમે ખૂબ જ જલ્દી ઉઠી જવું અને પોતાનું નિત્ય કર્મ સ્નાન કરી, ત્યારબાદ મુઠ્ઠી ભરી કાળા તલ લઈ ધાબા ઉપર નાખી દેવા. ધ્યાન રાખવું કે આ મુખી ભરેલા તલ એક વખતમાં જ ફેંકી દેવા અને તે કાર્ય સૂર્યોદય પહેલાં કરી લેવું. માનવામાં આવે છે કે જ્યારે પક્ષી આવી અને આ તલને ખાય છે તો તમારા ઘરમાં દરિદ્રતા દૂર થાય છે અને સાથે જ દરેક દુઃખનો અંત પણ થાય છે.

શનિની દશા અને પિતૃ દોષ માંથી કેવી રીતે મેળવવી મુક્તિ

કહેવામાં આવે છે કે તમારી કુંડળીમાં શનિની દશા હોય અને પિતૃદોષ હોય તેનાથી તમારો ખર્ચ વધુ થાય છે. આવી સ્થિતિમાં તમે પૈસાનો હિસાબ પણ નથી રાખી શકતા. જો તમે આ સમસ્યાનું સમાધાન મેળવવા માંગતા હોય તો શનિવારના દિવસે વહેતા પાણીમાં કાળા તલ પ્રવાહિત કરી દેવા. નિશ્ચિત રૂપથી તેમાં તમને લાભ મળશે. કહેવામાં આવે છે કે આ કાર્ય કરવાથી શનિની સાડાસાતી દૂર થાય છે. સાથે રાહુ કેતુ પણ ખુશ થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

શું કરવું જો બાળકોને લાગી જાય નજર?

બાળકને જ્યારે નજર લાગી જાય છે ત્યારે તે રડવા લાગે છે અને ઉલ્ટી પણ કરવા લાગે છે. ઘણીવાર તેમને તાવ પણ આવી જાય છે. તેવામાં કાળા તલના આ ઉપાયોથી તમે બાળકને લાગેલી નજર દૂર કરી શકો છો. ૧ લીંબુને વચ્ચેથી કાપો અને તેની ઉપર તલ લગાવીને તેને કાળા દોરાથી બાંધી લેવા. ત્યારબાદ તે લીંબુને તમારા બાળકને ઉપર-નીચે સાત વખત ફેરવી અને કોઈ દૂર જગ્યાએ ફેંકી દેવું. આ ઉપાય કરવાથી તમારા બાળકને લાગેલી ખરાબ નજર દૂર થાય છે અને તમારું બાળક ખૂબ જ જલદી સારું થઈ જાય છે.

સફળતા મેળવવા માટે કરવા આ ઉપાય

જો તમે વારંવાર કોઈ પણ કાર્ય કરવામાં અસફળ થાવ છો તો મુઠ્ઠી ભરી અને કાળા તલ લઇ ઘરની બહાર કોઈ કાળા કૂતરા સામે ફેકવા. જો તે તલ કાળુ કુતરુ ખાય છે તો તમને સફળતા નિશ્ચિત રૂપથી મળશે અને જો તલ ના ખાય તો તમારે સફળતા મેળવવા માટે ખૂબ જ વધુ મહેનત કરવી પડશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *