જો તમારા હાથમાં પણ X નું નિશાન છે તો તેની પાછળ છુપાયેલ છે આ રહસ્ય

જો તમારા હાથમાં પણ X નું નિશાન છે તો તેની પાછળ છુપાયેલ છે આ રહસ્ય

જ્યોતિષ વિદ્યા એક એવી વિદ્યા છે જેમાં ઘણી રીતે માણસનું ભવિષ્ય બતાવવામાં આવે છે અને ઘણી રીતે તેને પ્રમાણિક પણ માનવામાં આવે છે. હસ્તરેખા જ્યોતિષનું પણ પોતાનું મહત્વ છે. હસ્તરેખા જ્યોતિષમાં હથેળીની બનાવટ અને તેમાં રહેલી રેખાઓના આધાર પર ભવિષ્યવાણી કરવામાં આવે છે.

હસ્તરેખા વાંચનમાં પણ જ જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે કે પુરુષની જમણી અને મહિલાઓની ડાબા હાથની રેખાઓ જોવામાં આવે છે. તમે પણ ઘણીવાર પોતાના હાથની રેખાઓ કોઈ જ્યોતિષને બતાવી હશે અને તમે પણ ધ્યાન આપ્યું હશે કે તમારી હથેળીમાં ઘણી રેખાઓ અને ઘણા પ્રકારના નિશાન બનેલા હોય છે અને તેમને જોઈને જ જ્યોતિષ તમને ભવિષ્યની વાતો જણાવે છે. તેની સાથે સંબંધિત તમારા મગજમાં પણ ઘણા સવાલો હશે. તો ચાલો જાણીએ હસ્તરેખા સાથે જોડાયેલા એવા જ અમુક અજાણ્યા તથ્યો વિશે.

શું હોય છે હસ્તરેખાઓ

હસ્તરેખા શાસ્ત્રના પ્રાચીન જ્ઞાનના આધાર પર હથેળીની રેખાઓ, મનુષ્યના વ્યક્તિત્વ અને ભવિષ્યની સંભાવનાઓ જેવી કે કરિયર, જીવન, લગ્ન, ધન અને સ્વાસ્થ્ય સંબંધી વિષયો વિશે દર્શાવે છે. જ્યોતિષ શાસ્ત્રના મૂળ ભારતીય પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલ છે. આ કલામાં વિભિન્ન શાસ્ત્રોના અનુસાર ઘણા હજાર વર્ષ પહેલા હિન્દુ ઋષિ વાલ્મિકીએ ૫૬૭ છંદ યુક્ત એક ગ્રંથની રચના કરી હતી.

હસ્તરેખા વાંચવાની શરૂઆત

ઇતિહાસવિદોનું માનવું છે કે હસ્તરેખા વાંચવાના આ જ્ઞાનની ઉત્પત્તિ ભારતથી થઈ છે. ત્યારબાદ તે ચીન, મિસ્ર, ફારસ થી થઈને યુરોપ જેવા બીજા દેશોમાં પણ ફેલાઈ ગઈ. ગ્રીસના વિદ્વાન અંક્સગોરસે પોતાના સમયમાં ભારતીય ઉપમહાદ્વીપમાં રહીને હસ્તકલા જ્ઞાન વિશે જે પણ શીખ્યા તે તેમણે હેર્મેસ સાથે શેર કર્યું હતું.

હથેળીમાં X નું નિશાન હોવું

મિસ્રના વિદ્વાનોના અનુસાર સિકંદર મહાનના હાથમાં આ પ્રકાર એક્સનું નિશાન જોવા મળ્યું હતું. સિકંદરની હથેળી સિવાય આ નિશાન લગભગ જ કોઈની હથેળીમાં જોવા મળ્યું હતું. અનુમાન લગાવવામાં આવ્યું છે કે વિશ્વમાં ફક્ત ત્રણ ટકા લોકોના હાથમાં જ નિશાન મળી આવે છે. હાલના દિવસોમાં જ માસ્કો યુનિવર્સિટીમાં હથેળીમાં X રેખા મળી આવવાની ઉત્પતિ અને આ રેખાઓના નસીબથી થનાર સંબંધને લઈને એક શોધ કરવામાં આવી હતી. વ્યક્તિ અને તેમની હથેળીની રેખાઓની વચ્ચે થનાર સંબંધ પર એક પેપર કાઢવામાં આવ્યું હતું.

X નિશાન વાળા લોકો હોય છે લીડર

માસ્કોમાં થયેલી શોધમાં શોધકર્તાઓએ જીવિત અને મૃત બંને પ્રકારના બે મિલિયન લોકો વિશે જાણકારી એકત્રિત કરી હતી. તેમની શોધ કરવા પર તેમાં જાણવા મળ્યું કે જે લોકોના હાથમાં X રેખા હતી. તે કોઈ મોટા નેતા, કોઈ લોકપ્રિય વ્યક્તિ કે એવી કોઈ વ્યક્તિ હતી કે જેમને મોટા મોટા કામો માટે યાદ કરવામાં આવે છે.

શું છે હાથમાં X નો અર્થ

જે વ્યક્તિઓના ફક્ત એક હાથમાં આ નિશાન હોય છે. તે પ્રતિષ્ઠા મેળવનાર અને સફળતાના શિખર પર પહોંચવાવાળા લોકો હોય છે. પરંતુ જે વ્યક્તિઓના બન્ને હાથોમાં આ રેખાઓ હોય છે. તે મોટા કામ કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ હોય છે. તે એવા લોકો હોય છે કે જેમને તેમના મૃત્યુ પછી પણ યાદ કરવામાં આવે છે. તેના પરથી સ્પષ્ટ રીતે કહી શકાય છે કે આપણા હાથોની રેખાઓ ઘણું બધું કહે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *