જો ઈચ્છતા હોવ સુખ અને શાંતિભર્યું જીવન, તો આ જગ્યા પર પહેરીને ન જવું ચંપલ

હિન્દુ ધર્મમાં પવિત્ર જગ્યામાં ચંપલ પહેરીને જવાનું વર્જિત ગણવામાં આવે છે. અને એ જ કારણ છે કે, જ્યારે આપણે કોઈ પવિત્ર જગ્યાએ જઈએ છીએ તો સૌથી પહેલા આપણા બુટ કે ચંપલ બહાર ઉતારી એ છીએ. અને ત્યારબાદ જ પ્રવેશ કરીએ છીએ. વાસ્તુશાસ્ત્રમાં પવિત્ર જગ્યા ઉપરાંત એવા ઘણા સ્થળો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં ચંપલ પહેરીને જવાથી દોષ લાગે છે. તેથી તમે જ્યારે પણ નીચે બતાવેલી જગ્યા પર જાઓ ત્યારે ચંપલ અથવા બુટ ઉતારી અને ખુલ્લા પગે જ પ્રવેશ કરવો.
આ જગ્યાએ ન જવું ચંપલ પહેરીને
તેજોરી ની પાસે
તેજોરી પાસે જાઓ તે સમયે તમારા ચંપલ અને બુટ ઉતારી દેવા. ક્યારેય પણ ચંપલ પહેરીને તિજોરી ખોલવી નહીં. અથવા તો તિજોરીની પાસે ચંપલ અને બુટ પહેરીને જવું નહીં. શાસ્ત્રો અનુસાર તિજોરી ની અંદર ધનની દેવી લક્ષ્મી માં લક્ષ્મી બિરાજમાન હોય છે. એવામાં જો તમે તિજોરી પાસે ચંપલ અથવા બૂટ પહેરીને જાવ છો તો માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. અને ઘરમાં ધનની કમી થવા લાગે છે. તેથી કોઈપણ વસ્તુ તિજોરીમાં રાખવા માટે કે કાઢવા માટે જાઓ ત્યારે બુટ કે ચંપલ બહાર ઉતારીને જવું. જેથી આર્થિક તંગીનો સામનો કરવો ન પડે.
પવિત્ર નદી
જ્યારે પણ પવિત્ર નદી પાસે જાવ બુટ અને ચંપલ ઉતારીને જવું. કહેવામાં આવે છે કે, જે લોકો પવિત્ર નદી પાસે બુટ અને ચંપલ પહેરીને જાય છે તેના જીવનમાંથી સુખ-શાંતિ દૂર થઈ જાય છે. અને ઘરમાં લડાઈ ઝઘડા થાય છે. તેથી તમારે આ ભૂલ ન કરવી અને આ વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું.
પૂજા ઘર અથવા મંદિર
મંદિર ભગવાનનું ઘર બનાવવામાં આવે છે. માટે ક્યારેય ચંપલ અને બુટ પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. માન્યતા અનુસાર ચંપલ અને બુટ પહેરીને મંદિરની અંદર પ્રવેશ કરવાથી દેવી-દેવતાઓ નારાજ થાય છે. અને તમારા જીવનમાં કષ્ટ શરૂ થઈ જાય છે.
ધાર્મિક ગ્રંથ
જ્યારે પણ કોઈ ધાર્મિક ગ્રંથ નો સ્પર્શ કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખવું કે, તમારા પગ માં ચંપલ અથવા બુટ ન હોવા જોઈએ. તેથી હંમેશા ખુલ્લા પગ હોય તો જ ભગવાનની મૂર્તિ નો સ્પર્શ કરવો.
ભંડાર ઘરમાં
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ ભંડાર ઘરમાં ચંપલ અને બુટ ફેરી જવું નહિ. ભંડાર ઘરમાં અનાજ રાખવામાં આવે છે. ત્યાં ચંપલ ફેરી ને જાવ છો. તો માં અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. માં નારાજ થવાથી ઘરમાં અનાજની કમી થવા લાગે છે. તેથી જ્યારે પણ ભંડાર ઘરમાં પ્રવેશ કરો ત્યારે ચંપલ અને બુટ બહાર ઉતારીને જવા.ભંડાર ઘર ઉપરાંત રસોઈઘરમાં પણ હંમેશા ખુલ્લા પગે જવું જોઈએ. રસોઈઘરમાં પણ ચંપલ અથવા બુટ પહેરવાથી વસ્તુદોષ લાગે છે. અને પરિવાર નાં લોકોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.