જો દ્રૌપદીએ આ પાંચ ભુલો ના કરી હોત તો મહાભારતનું યુધ્ધ ના થયું હોત

જો દ્રૌપદીએ આ પાંચ ભુલો ના કરી હોત તો મહાભારતનું યુધ્ધ ના થયું હોત

મહાભારતની કથામાં એક બાજુ એક થી એક ચડિયાતા પુરુષ હતા, જેમાં ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, યુધિષ્ઠિર, દુર્યોધન, કર્ણ, ભીમ, અર્જુન, શ્રી કૃષ્ણ વગેરે. તો વળી બીજી બાજુ મહાભારતમાં મહિલાઓના યોગદાનને પણ નથી ભુલાવી શકાતું. આ કથામાં ગાંધારી, કુંતી થી લઈને દ્રૌપદી જેવી અનેક મહિલાઓ છે. જેના વગર મહાભારતની કહાની પુરી નથી. તેમજ દ્રોપદીનું કિરદાર સૌથી વધારે મહત્વનું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે દ્રૌપદીનું પૂરું જીવન સંઘર્ષથી ભરાયેલું હતું, તેથી તેમના ચરિત્ર અને જીવનને સંપૂર્ણ જાણવો ખૂબ જ કઠિન છે.

માન્યતા છે કે દ્રૌપદીને માત્ર કૃષ્ણ જ સમજી શકતા હતા. તેનું એક કારણ હતું કે બંને મિત્ર હતા. આજે તમને દ્રોપદીની તે પાંચ ભૂલો વિષે જણાવીશું, જેના લીધે પુરા ભારત વર્ષનો ઇતિહાસ બદલાઈ ગયો અને તે ભુલો મહાભારતનાં યુદ્ધનું કારણ બને.

સ્વયંવર માંથી કર્ણને હાંકી કાઢવો અને અપમાન

કહેવામાં આવે છે કે દ્રૌપદી કર્ણને પ્રેમ કરતી હતી અને સ્વયંવરમાં દ્રોપદી કર્ણને પસંદ કરવાનું મન પણ બનાવી લીધું હતું. પરંતુ જ્યારે તેને ખબર પડી કે કર્ણ સુતપુત્ર છે, તો દ્રોપદીએ પોતાનું મન બદલી લીધું. કર્ણને સ્વયંવરમાં ભાગ લેવા ના દીધો અને તેને અપમાનિત કરવામાં આવ્યો. જો દ્રોપદી આવું ના કરતી તો કદાચ ઇતિહાસ કંઈક અલગ હોત. પરંતુ એક કહાની એવી પણ છે કે રાજા દ્રુપદને પોતાની દીકરી દ્રોપદીનાં લગ્ન એવા વ્યક્તિ સાથે કરવા માંગતા હતા, જે દ્રોણાચાર્યનો વધ કરી શકે અને ગુરુ દ્રોણનો વધ માત્ર અર્જુન કરી શકતા હતા.

પાંડવોની પત્ની બનવા માટે સ્વીકાર કરવો

દ્રૌપદી સ્વયંવરમાં એકલા અર્જુને દ્રૌપદીને જીતી હતી. પરંતુ દ્રોપદી પાંચ પાંડવોની પત્ની બની. જો તે શરતનો સ્વીકાર ના કરતી, તો ઇતિહાસ કઈક અલગ હોત. દ્રૌપદીએ કુંતી અને ઋષિ વ્યાસનાં કહેવા પર પાંચ પાંડવો સાથે લગ્ન કરવાનો સ્વીકાર કર્યો. જેથી જો દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની ના હોત તો તેને અપમાનનો સામનો કરવો ના પડયો હોત અને મહાભારતનું યુદ્ધ પણ ના થતું.

દુર્યોધનનું અપમાન મોંઘુ પડ્યું

ઇન્દ્રપ્રસ્થમાં જ્યારે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો ત્યારે તે સમયે દુર્યોધન પણ ત્યાં હતા અને ત્યાં દ્રૌપદીએ દુર્યોધનને આંધળાનો પુત્ર આંધળો કહ્યું હતું. આ વાત દુર્યોધનને ખોટી લાગી અને તેની અપમાનનો બદલો લેવાનું નક્કી કરી લીધું. ત્યાર પછી દ્યુતકીડામાં  દુર્યોધને શકુનિની સાથે મળીને પાંડવોને ફસાવ્યા અને સાથે દ્રૌપદીને દાવ પર લગાડવા માટે મજબૂર કર્યા. આ રમતમાં મહાભારતની પુરી ભૂમિકા લખાઈ ગઈ.

પાંડવોને યુદ્ધ માટે પ્રેરિત કરવું

દ્રૌપદીના વસ્ત્રાહરણ પછી દ્રૌપદીએ પાંડવોને કહ્યું કે જો દુર્યોધન અને તેના ભાઈઓ સાથે તમે બદલો નહીં લઈ શકો તો તમારા પાંચેય પર ધિક્કાર છે અને ભીમને કહ્યું કે જ્યારે તમે મારા વાળ માટે દુશાસનની છાતીનું લોહી નહિ લાવો ત્યાર સુધી હું આ વાળ ખુલ્લા રાખીશ. ત્યાર પછી ભીમે શપથ લીધી કે દુર્યોધનને ગદાથી તોડીશ અને દુશાસનની છાતીનું રક્ત પાન કરીશ. ત્યાં જ કર્ણએ દ્રોપદીનાં ચીરહરણ સમયે કહ્યું હતું કે જે સ્ત્રી પાંચ પતિઓની સાથે રહી શકતી હોય તેનું શું સન્માન. આ વાત દ્રૌપદીને ખૂબ જ મન ઉપર લાગી આવી અને તે અર્જુનને તે વાતને લઈને હંમેશા પ્રોત્સાહન આપતી રહી કે કર્ણનો વધ કરવો છે.

જયદ્રથની ખરાબ નજર

દ્યુતકીડા તેમાં પોતાનું રાજ ગુમાવ્યા પછી પાંડવોને ૧૩ વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો. તે દરમિયાન દુર્યોધનનાં જીજા જયદ્રથની દ્રૌપદી ઉપર ખરાબ નજર પડી અને તેણી દ્રૌપદીનું અપહરણ કરવાના પણ પ્રયત્ન કર્યા. પરંતુ અર્જુનને દ્રૌપદીને બચાવી લીધી. પાંડવો તો ત્યાં જ જયદ્રથનો વધ કરી દેતાં, પરંતુ દ્રૌપદીએ તેવું કરવાની ના પાડી અને તેની સૌથી મોટી ભૂલ થઈ. દ્રોપદીને વધ કરવાની જગ્યાએ તેને અપમાન કરવાનો નિર્ણય લીધો અને જયદ્રથનું મુંડન કરાવી દીધું અને સમગ્ર જનતાની સામે તેનું અપમાન કર્યું. ત્યારબાદ જયદ્રથ આ અપમાનનાં લીધે મહાભારતના યુદ્ધમાં તેણે અર્જુન પુત્ર અભિમન્યુનો વધ તેના બદલામાં માટે કર્યો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *