જો આ ચીજોની સાથે દહીનું સેવન કરવામાં આવે તો બની જાય છે ઝેર, ક્યારેય પણ આ ભુલ કરવી નહીં

જો આ ચીજોની સાથે દહીનું સેવન કરવામાં આવે તો બની જાય છે ઝેર, ક્યારેય પણ આ ભુલ કરવી નહીં

હિંદુ ધર્મ અનુસાર દહીંને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે અવારનવાર જોયું હશે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘરે થી શુભ કાર્ય કરવા માટે નીકળે છે તો તેને દહીં ખવડાવવામાં આવે છે. માન્યતા છે કે દહીં ખાઈને બહાર જવાથી કાર્ય અવશ્ય પૂર્ણ થાય છે. દહી વ્યક્તિની પાચનક્રિયાને પણ સારી બનાવે છે. સાથોસાથ તે ઇમ્યુનિટી બુસ્ટરનાં રૂપમાં પણ કામ કરે છે. વળી દહીંને ઘણી અલગ અલગ રીતે ખાવામાં આવે છે. કોઈ ખાંડ સાથે ઉમેરીને ખાય છે, તો કોઈ મીઠું ઉમેરીને ખાય છે. કોઈ શેકેલા જીરા સાથે મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે તો કોઈ દહીંની છાશ બનાવીને પીવાનું પસંદ કરે છે.

જણાવી દઈએ કે દહીંમા લેક્ટિક એસિડ હોય છે, જે પેટમાં સારા બેક્ટેરિયા બનાવે છે અને તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે. વળી અમુક ચીજો એવી છે જેની સાથે દહીં ખાઈ લેવામાં આવે તો બીમારીઓને આમંત્રણ આપવા બરાબર થાય છે. તો ચાલો જાણીએ કે આખરે દહીં એ કઈ ચીજો સાથે ખાવું જોઈએ નહીં.

દહીં અને ડુંગળી

ડુંગળી અને દહીંને ક્યારેય પણ મિક્સ કરીને ખાવા જોઈએ નહીં. તમે ઘણી વખત જોયું હશે કે લોકો દહીમાં ડુંગળી ઉમેરીને થાય છે. આવું કરવું શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. કારણ કે દહીં ઠંડી પ્રકૃતિનો હોય છે, તો વળી ડુંગળી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. એટલા માટે તેમને એક સાથે ઉમેરીને ખાવાથી એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે.

દૂધ અને દહીં

જો તમે દૂધ અને દહીંને એક સાથે મિક્ષ કરીને તેનું સેવન કરો છો, તો તમને એસિડિટી અને ગેસ્ટ્રિકની સમસ્યા ઊભી થઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ દૂધ અને દહીંને એકસાથે ખાવા જોઈએ નહીં.

દહીં અને કેરી

ક્યાં દહીંમા કેરી નાના-નાના ટુકડા ઉમેરીને ખાવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. દહીં અને કેરી એક સાથે ખાવાથી શરીરમાં ચામડી સાથે જોડાયેલી ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવામાં લાગે છે, એટલા માટે ફક્ત સ્વાદ માટે તેમને એક સાથે ક્યારેય પણ ખાવા જોઈએ નહીં.

દહીં અને પરોઠા

દહીં અને પરોઠા ઘણા લોકોની ફેવરિટ ડિશ હોય છે. મોટાભાગનાં લોકો તેને સવારે બ્રેકફાસ્ટમાં લેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ તૈલીય પદાર્થ અને દહીં એક સાથે ખાવાથી શરીરને ઘણું નુકસાન થાય છે. જો તમે દહીં અને પરોઠાનું દરરોજ સેવન કરો છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે તે તમને આળસુ બનાવી દેશે.

અડદ દાળ અને દહીં

અડદ દાળની સાથે દહી ખાવાની આયુર્વેદમાં સ્પષ્ટ રૂપથી મનાઈ કરવામાં આવેલ છે. જો તમે અડદ દાળની સાથે બનેલ કોઈ ચીજને દહીં સાથે સેવન કરો છો, તો તમને લાંબા સમય માટે પેટ સાથે જોડાયેલી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

છોલે ભટુરે અને દહીં

મોટાભાગે લોકો એક ગ્લાસ લસ્સીની સાથે ગરમાગરમ છોલે ભટુરે ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આવું કરવાથી બચવું જોઇએ, કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.

દહીં અને માછલી

દહીં અને માછલી ક્યારે પણ ભૂલથી એક સાથે ખાવા જોઈએ નહીં. કારણ કે બંનેમાં પ્રોટીનનાં સ્ત્રોત હોય છે અને બે પ્રકારનાં પ્રોટીન સ્ત્રોતનું સેવન એક સાથે સ્વાસ્થ્ય માટે નુકશાન કારક હોય છે. બીજું કારણ એ છે કે દહીં ગાયના દૂધથી બને છે, તો માછલી માંસાહારી સ્ત્રોત છે. તેવામાં એક સાથે ખાવાથી પેટ સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓ પેદા થઈ શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *